MeToo- પહેલી વાર પ્રિયંકા ચોપડાએ કર્યો ખુલાસો, 'મારી સાથે પણ થયુ છે યૌન શોષણ'
અભિનેત્રી પ્રિયંકા ચોપડા ઘણી વધુ સમાચારોમાં છવાયેલી રહે છે અને એક વાર ફરીથી તેણે કંઈક ખુલાસો કર્યો છે જેના કારણે તે ચર્ચામાં છે. વાસ્તવમાં તેણે ચાલી રહેલ અભિયાન મી ટુ વિશે પહેલી વાર વાત કરી છે અને એક મોટો ખુલાસો કરતા જણાવ્યુ કે તેણે પણ આનો સામનો કર્યો છે. વાસ્તવમાં આ નિવેદન સમયે તે ભારતમાં નહિ પરંતુ ન્યૂયોર્કમાં હાજર હતી.
પ્રિયંકા 10માં વાર્ષિક મહિલા સંમેલનમાં હતી અને તેણે પોતાની આપવીતિ જણાવતા કહ્યુ કે તેની સાથે પણ યૌન શોષણ થયુ છે પરંતુ પહેલા કોઈનું સાંભળવામાં આવતુ નહોતુ. હવે બધી મહિલાઓ એકબીજા સાથે ઉભી છે. હું સમજુ છુ કે અહીં બેઠેલી લગભગ બધી મહિલાઓએ આ પ્રકારની કોઈને કોઈ ઘટનાનો સામનો જરૂર કરવો પડ્યો હશે.
ઉલ્લેખનીય છે કે મી ટુ અભિયાન બાદ બોલિવુડમાં ઘણા લોકોના પર્દાફાશ થયા છે અને ઘણી મોટી હસ્તીઓ સામે આવી હતી. પ્રિયંકાને એ વાત પર સવાલ કરવામાં આવ્યો હતો કે શું તમે પણ આનો સામનો કર્યો છે તો તેણે જણાવ્યુ કે હા હું પણ યૌન શોષણનો શિકાર બની હતી. પ્રિયંકા ચોપડાએ બોલિવુડથી લઈને હોલિવુડમાં પોતાનું એક અલગ મુકામ બનાવ્યુ છે. હાલમાં તે 'સ્કાઈ ઈઝ પિંક' ફિલ્મ માટે ઘણી ચર્ચામાં છે.
આ પણ વાંચોઃ સાહોનો લીક થયો દમદાર ફોટો, પ્રભાસ-શ્રદ્ધા કપૂર જોવા મળ્યા એકબીજામાં ગળાડૂબ