For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તનુશ્રી દત્તાને જયારે વકીલે પૂછ્યો ગંદો સવાલ, આવો આપ્યો જવાબ

નાના પાટેકર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવીને ભારતમાં મી ટુ અભિયાન શરુ કરનાર તનુશ્રી દત્તાને એક વકીલે ખુબ જ ખરી ખોટી સંભળાવી છે.

|
Google Oneindia Gujarati News

નાના પાટેકર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવીને ભારતમાં મી ટુ અભિયાન શરુ કરનાર તનુશ્રી દત્તાને એક વકીલે ખુબ જ ખરી ખોટી સંભળાવી છે. જયારે એક કાર્યક્રમ દરમિયાન વકીલે તનુશ્રી દત્તા પર 10 વર્ષ પછી ચુપ્પી તોડવા અને ઇમરાન હાશમી સાથે તેની ફિલ્મો અંગે પણ સવાલ કર્યા, ત્યારે તનુશ્રી દત્તાએ ખુબ જ સાદગીપૂર્વક તેનો જોરદાર જવાબ આપ્યો. આપને જણાવી દઈએ કે તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર 10 વર્ષ પહેલા ફિલ્મના સેટ પર યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો પછી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હચમચી ગઈ છે.

આ પણ વાંચો: 8 સુપરસ્ટાર એક્ટ્રેસ સાથે થયું યૌન શોષણ, કોઈના બ્રેસ્ટ પર હાથ તો ક્યારેક...

વકીલે તનુશ્રીને અજીબ સવાલ પૂછ્યા

વકીલે તનુશ્રીને અજીબ સવાલ પૂછ્યા

આજ તકના એક કાર્યક્રમ મુંબઈ મંથનમાં તનુશ્રી દત્ત મી ટુ મુદ્દે બોલી રહી હતી. આ દરમિયાન સનાતન સંસ્થાના વકીલ નવીન ચોમાલે તનુશ્રી દત્તાને સવાલ કર્યો કે તે 10 વર્ષ પછી કેમ બોલી રહી છે. વકીલે કહ્યું કે શુ આ કોઈ ષડયંત્ર છે? વર્ષ 2008 દરમિયાન તમે ચૂપ રહ્યા અને હવે 2018 માં તમે મી ટુ કરી રહ્યા છો. વકીલે કહ્યું કે પહેલા બધી ગુમસુમ ગુડિયા હતી અને હવે બધામાં હિમ્મત આવી છે.

અભિનેત્રીએ આપ્યો જોરદાર જવાબ

અભિનેત્રીએ આપ્યો જોરદાર જવાબ

વકીલે તનુશ્રી દત્તાના ફિલ્મી કરિયર ઉપર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે ઇમરાન હાશમી સાથે એક સોન્ગમાં તેમને ઓછા કપડાં પહેર્યા હતા. વકીલના આક્રમક સવાલનો તનુશ્રી દત્તાએ ખુબ જ સાદગી સાથે જવાબ આપ્યો. તનુશ્રી દત્તાએ જણાવ્યું કે તમે પોઇન્ટ મિસ કરી ગયા. 2008 દરમિયાન મેં ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને ત્યારે પણ તે મીડિયામાં એક મોટો મુદ્દો હતો. સામે આવીને બોલતા પહેલા લોકોએ હોમવર્ક કરવાની જરૂર છે. તમારો અવાઝ જરૂરી છે પરંતુ તેને જજમેન્ટ આપવામાં માટે ઉપયોગ ના કરો. તનુશ્રી દત્તાએ સોશ્યિલ મીડિયાના મહત્વ વિશે પણ વાત કરી.

સોશ્યિલ મીડિયા ઘ્વારા મહિલાઓને ફાયદો થયો

સોશ્યિલ મીડિયા ઘ્વારા મહિલાઓને ફાયદો થયો

તનુશ્રી દત્તાએ કહ્યું કે સોશ્યિલ મીડિયા ઘ્વારા એવી મહિલાઓને પ્લેટફોર્મ મળ્યું છે, જેમનામાં બોલવાની હિમ્મત નથી. મારા કેસમાં 10 વર્ષ પહેલા મારી પાસે જે પણ પ્લેટફોર્મ ઉપલબ્ધ હતું તેનો મેં ઉપયોગ કર્યો હતો. આપણે મુદ્દા વિશે સંવેદનશીલ હોવું જોઈએ. તમે માણસો વિશે વાત કરી રહ્યા છો, રોબોર્ટ વિશે નહીં. આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.

English summary
Tanushree Dutta Gives A Fitting Reply To A Lawyer's Misogynist Question.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X