ભંડારકારની હત્યાનું કાવતરું ઘડવા બદલ પ્રીતિને 3 વર્ષની કેદ

Written By:
Subscribe to Oneindia News

મુંબઇ ની અદાલતે ફિલ્મમેકર મધુર ભંડારકર ની હત્યાનું કાવતરું ઘડવા બદલ મોડેલ-એક્ટ્રેસ પ્રીતિ જૈન ને દોષીત ગણતાં ત્રણ વર્ષની કેદની સજા કરી છે. આ મામલે પ્રીતિ સિવાય અન્ય બે લોકોને પણ સજા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005માં પ્રીતિ પર આરોપ મુકવામાં આવ્યો હતો કે, તેણે ફિલ્મમેકર મધુર ભંડારકારની હત્યા માટે કોન્ટ્રેક્ટ કિલર હાયર કર્યા હતા. આ આરોપ શુક્રવારના રોજ કોર્ટમાં સાબિત થતાં પ્રીતિને સજા કરવામાં આવી છે.

preeti jain madhur bhandarkar

વર્ષે 2004માં પ્રીતિ જૈને મધુર ભંડારકર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ આ મામલો ખૂબ ચર્ચામાં આવ્યો હતો. જો કે, બળાત્કારના મામલે સુપ્રીમ કોર્ટ તરફથી મધુર ભંડારકરને રાહત મળી ગઇ હતી. ત્યાર બાદ વર્ષ 2005માં પ્રીતિ પર મધુર ભંડારકરની હત્યાનું કવતરું ઘડવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર, 2005માં પોલીસે પ્રીતિને આ મામલે અરેસ્ટ પણ કરી હતી.

અહીં વાંચો - શિલ્પા શેટ્ટી-રાજ કુંદ્રા વિરુદ્ધ છેતરિંડીની ફરિયાદ દાખલ

નરેશ પ્રદેશી આપ્યો હતો કોન્ટ્રેક્ટ

આ આરોપમાં પ્રીતિ જૈનને શુક્રવારે કોર્ટમાં દોષીત સાબિત કરવામાં આવી છે. કોર્ટ અનુસાર પ્રીતિએ વર્ષ 2005માં ગેંગસ્ટર અરુણ ગાવલીના સાથીદાર નરેશ પ્રદેશીને મધુર ભંડારકારને મારવાનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો અને તેને રૂ.75 હજારનું પેમેન્ટ પણ કર્યું હતું.

English summary
A sessions court in Mumbai has convicted model Preeti Jain and sentenced her to three years in jail for plotting to kill film director, Madhur Bhandarkar.
Please Wait while comments are loading...