સોફિયાનું HOT ફોટોશૂટ! પહેલાં બની નન, હવે કરશે લગ્ન!

Written By:
Subscribe to Oneindia News

ગ્લેમરની દુનિયામાંથી નીકળીને નન બનેલી સોફિયા હયાત આજ-કાલ ફરી એકવાર ચર્ચામાં છે. નન બન્યા બાદ થોડા દિવસ પહેલાં જ સોફિયાએ પોતાના લગ્નની જાહેરાત કરી હતી. સોફિયાએ પોતાના ફેન્સ સાથે આ ખબર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

હવે તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોતાના ફિયાન્સ સાથેની હોટ તસવીરો પોસ્ટ કરી છે. સોફિયાની આ પ્રિ-વેડિંગ ફોટો શૂટની તસવીરો અત્યંત બોલ્ડ છે.

લગ્નની જાહેરાત

લગ્નની જાહેરાત

બિગ બોસ 7થી ફેમસ થયેલી સોફિયા હયાતની થોડા સમય પહેલાં જ સગાઇ થઇ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર આ ન્યૂઝ પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. સોફિયા એક ફોટોમાં પોતાની સગાઇની રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું, Happily Engaged.

એક અઠવાડિયામાં લીધો લગ્નનો નિર્ણય

એક અઠવાડિયામાં લીધો લગ્નનો નિર્ણય

સોફિયાએ અન્ય એક ફોટ સાથે પોતાના રિલેશિનશિપ અંગે ખુલાસો કરતાં લખ્યું હતું, કે તેણે અને તેના બોયફ્રેન્ડે એક અઠવાડિયાના ડેટિંગ બાદ જ સગાઇ કરી લીધી હતી. તેણે લખ્યું હતું, 'જ્યારે તમને કોઇ એવી વ્યક્તિ મળી જાય, જે તમને સૌથી વધુ સુંદર હોવાનો અહેસાસ કરાવે. હું કહું છું, હવે હું ઓફિશિયલી એન્ગેજ્ડ છું.'

પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં વ્યક્ત કરી ખુશી

પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં વ્યક્ત કરી ખુશી

સોફિયા હયાતે એક ફોટો શેર કરતાં સાથે લખ્યું છે, 'તે મને ખુશી આપી છે, હવે હું તારી પત્ની બનવા માટે વધુ રાહ નહીં જોઇ શકું. અમે બંન્ને સૌની હાજરીમાં લગ્ન કરીશું.'

હોટ ફોટોશૂટને કારણે આવી હતી ચર્ચામાં

હોટ ફોટોશૂટને કારણે આવી હતી ચર્ચામાં

થોડા મહિના પહેલા સોફિયાએ પોતાની અપકમિંગ એડલ્ટ ફિલ્મ 'સિક્સ એક્સ' માટે હોટ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં સોફિયા બિકિનીમાં કેટલાક લોકો સાથે પૂલમાં નહાતી જોવા મળી હતી.

નન બનવાની જાહેરાત કરી હતી

નન બનવાની જાહેરાત કરી હતી

સોફિયાએ મે, 2016માં નન બનવાની જાહેરાત કરી હતી. તેણે પોતાની સિલિકોન બ્રેસ્ટ પણ રિમૂવ કરાવી હતી. તે સમયે તેણે એમ પણ કહ્યું હતું કે, તે રાતોરાત નન નથી બની, પરંતુ રિલેશનશિપમાં પીડા ભોગવી હોવાને કારણે આખરે તે આ નિર્ણય પર આવી છે.

ફરીથી જોવા મળ્યો બોલ્ડ અંદાજ

ફરીથી જોવા મળ્યો બોલ્ડ અંદાજ

નન બનીને સોફિયા સફેદ કપડામાં ફરતી જોવા મળી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સોશિયલ મીડિયા પર ફરી એકવાર તેનો એ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેણે અનેક બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.

કર્વી આઇકોન રહી ચૂકી છે સોફિયા

કર્વી આઇકોન રહી ચૂકી છે સોફિયા

મૂળ બ્રિટનની એવી સોફિયા હયાતને જુલાઇ 2012માં વોગ ઇટાલિયોએ કર્વી આઇકોનનું ટાઇટલ આપ્યું હતું. સપ્ટેમ્બર 2013માં FHM મેગેઝિનમાં તેને વર્લ્ડની 81મી મોસ્ટ સેક્સિએસ્ટ વુમનનું ટાઇટલ પણ આપવામાં આવ્યું હતું.

બિગ બોસ-7નો વિવાદ

બિગ બોસ-7નો વિવાદ

બિગ બોસની 7મી સિઝનની કન્ટેસ્ટન્ટ સોફિયાએ અન્ય કન્ટેસ્ટન્ટ અરમાન કોહલી પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. જે પછી તેને બિગ બોસના ઘરમાંથી જ અરેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે, પછીથી તરત જ તે જેલમાંથી છૂટી પણ ગયો હતો.

પગમાં સ્વસ્તિકનું ટેટૂ

પગમાં સ્વસ્તિકનું ટેટૂ

સોફિયાએ પોતાના બંન્ને પગના તળિયે સ્વસ્તિક અને અલ્લાહનું ટેટૂ બનાવડાવી તેની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટો બાદ અન્ય યૂઝર્સ દ્વારા તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી, સાથે મુંબઇના અમબોલી પોલીસ સ્ટેશનમાં એક એક્ટિવિસ્ટે સોફિયા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી.

English summary
Model Sofia Hayat shared intimate pictures with fiance on Instagram.
Please Wait while comments are loading...