રાજ કુંદ્રા પર ન્યૂડ ઓડિશનનો આરોપ લગાવનાર મોડેલને ધમકીઓ મળી રહી છે

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઉદ્યોગપતિ પતિ રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ ઘણી અભિનેત્રીઓ અને મોડલોએ રાજ કુંદ્રા પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઉદ્યોગપતિ પતિ રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ ઘણી અભિનેત્રીઓ અને મોડલોએ રાજ કુંદ્રા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં મોડેલ સાગરિકા શોના સુમન પણ શામેલ છે. સાગરિકાએ રાજ કુંદ્રા વિરુદ્ધ વાત કરતા કહ્યું હતુ કે, અગાઉ તેની પાસે ન્યૂડ ઓડિશન કરવાની માંગ કરી હતી. હવે તેણે ખુલાસો કર્યો છે કે તેને ધમકીભર્યા કોલ આવી રહ્યા છે.

સાગરિકાએ કહ્યું-મને મોત અને રેપની ધમકીઓ મળી રહી છે

સાગરિકાએ કહ્યું-મને મોત અને રેપની ધમકીઓ મળી રહી છે

ગુરુવારે સાગરિકાએ દાવો કર્યો હતો કે, તે રાજ કુન્દ્રા અને તેની પોર્ન ફિલ્મના રેકેટ સામે બોલી ત્યારથી જ તેને અપમાનજનક અને અભદ્ર કોલ આવે છે. Etimesના માધ્યમથી એક વીડિયોમાં સાગરિકાએ કહ્યું કે, "હું અસ્વસ્થ અને દુખી છું, કારણ કે મને જુદા જુદા ઓનલાઇન પ્લેટફોર્મ પરથી કોલ આવે છે. મને જાનથી મારી નાખવાની અને બળાત્કારની ધમકીઓ મળી રહી છે. લોકો મને જુદા જુદા નંબર પરથી ફોન કરીને પૂછે છે કે, રાજ કુંદ્રાએ શું ખોટું કર્યું છે?

સાગરિકાએ કહ્યું, મારે જીવનું જોખમ છે.

સાગરિકાએ કહ્યું, મારે જીવનું જોખમ છે.

સાગરિકાએ એમ પણ કહ્યું હતું કે, "તે મને ધમકાવી રહ્યા છે અને મારો વ્યવસાય બંધ કરાવવાનો આરોપ લગાવી રહ્યા છે. એમ પણ કહે છે કે તમે પોર્ન મૂવી જુઓ છો તેથી અમે બનાવી રહ્યા છીએ." સાગરિકાએ કહ્યું કે તેને લાગે છે કે તેને જીવનું જોખમ છે અને તેથી તે પોલીસ સ્ટેશન જઈને અપમાનજનક અને ધમકીભર્યા કોલ માટે જવાબદાર આ લોકો સામે ફરિયાદ નોંધાવશે.

સાગરિકાએ રાજ કુન્દ્રા ઉપર આ ગંભીર આરોપો લગાવ્યા છે

સાગરિકાએ રાજ કુન્દ્રા ઉપર આ ગંભીર આરોપો લગાવ્યા છે

નોંધપાત્ર છે કે સાગરિકાએ ખુલાસો કર્યો હતો કે તેને રાજ કુંદ્રાના પીએ ઉમેશ કામત દ્વારા એક વેબ સિરીઝની ઓફર કરવામાં આવી હતી. સાગરિકાએ અગાઉ કહ્યું હતું કે, "ઓગસ્ટ 2020 માં મને ઉમેશ કામતનો ફોન આવ્યો, જેણે મને કુંદ્રા દ્વારા બનાવવામાં આવી રહેલી વેબ સિરીઝની ઓફર કરી. જ્યારે હું વીડિયો કોલથી જોડાઈ તો તેને ન્યૂડ ઓડિશન માંગ્યું, જેના પર મેં ના પાડી." સાગરિકા હવે વકીલો સાથે વાતચીત કરી રહી છે. તેણે કહ્યું છે કે, તેના જેવા બીજા ઘણા લોકો છે જેઓ આ પોર્ન રેકેટનો ભોગ બન્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X