મોનાલિસાના હૉટ અને બોલ્ડ ફોટા જોઈ ફેન્સ ચોંક્યા, જુઓ Pics
મુંબઈઃ ભોજપુરી અભિનેત્રી મોનાલિસા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે. મોનાલિસા પોતાના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. આ કડીમાં તેણે શૉર્ટ ડ્રેસમાં એક ફોટો શેર કર્યો છે. જો કે મોનાલિસાનો આ ફોટો જૂનો છે પરંતુ તેને શેર કરીને મોનાલિસા પોતાની જૂની યાદો તાજી કરી રહી છે.

મોનાલિસાનો આ ફોટો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર તેનો આ ફોટો વાયરલ થઈ રહ્યો છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. ઘણી વાર તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના કોઈને કોઈ ફોટા શેર કરતી રહે છે.

મોનાલિસાએ ગોવામાં વીતાવેલા અમુક દિવસોને યાદ કર્યા
મોનાલિસાએ પોતાના ગોવામાં પસાર કરેલા અમુક દિવસોને યાદ કર્યા છે અને આ દરમિયાન બીચથી પોતાની બોલ્ડ અદાઓવાળો ફોટો શેર કર્યો છે. ફોટામાં તેનો શૉર્ટ ડ્રેસ જોઈ શકાય છે.

મોનાલિસા જોવા મળી કોઝી
મોનાલિસાએ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ કે સૂરજ, સમુદ્ર અને હું. ફોટામાં મોનાલિસા પોતાની અદાઓ સાથે હાથ અને પગમાં રેતી લગાવીને કોઝી થઈ રહી છે.