જ્યારે પાણીની શોધમાં દીકરી નિતારા સાથે એક ઝૂંપડીમાં પહોંચ્યા અક્ષય કુમાર
બોલિવુડના અભિનેતા અક્ષય કુમાર વિશે બધા જાણે છે કે તે કેટલા હેલ્થ કોન્શિયલ (સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત) છે. સમયે સૂવુ, સારુ જમવુ અને સવારે જલ્દી ઉઠવુ તેમની દિનચર્યાનો ભાગ છે. તે પોતાના બાળકોના આરોગ્ય પ્રત્યે પણ ઘણા જાગૃત છે એટલા માટે ક્યારેક ક્યારેક પોતાના બાળકોને પણ પોતાની સાથે જોગિંગ પર લઈ જાય છે. ગુરુવારની સવારે અક્ષય કુમારે પોતાની દીકરી નિતારાને જિંદગીની એક સૌથી મોટી શીખ આપી.

અક્ષયે ટ્વીટ કરીને જણાવી કહાની
વાસ્તવમાં અક્ષયે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે અને તેમની દીકરી એક ઝૂંપડીમાં દેખાઈ રહ્યા છે અને તેમની સાથે એક વૃદ્ધ પુરુષ અને મહિલા પણ છે. ફોટો જોઈને લોકોના મનમાં સવાલ આવવા લાગ્યો કે અક્ષય કુમાર પોતાની દીકરી સાથે અહીં ક્યાં પહોંચ્યા? ફેન્સના આ સવાલનો જવાબ ખુદ અક્ષયે પોસ્ટના કેપ્શમાં આપ્યો છે. તેમણે લખ્યુ, આજે સવારે મોર્નિંગ વૉક પર દીકરી નિતારાને જિંદગીનો સૌથી મોટો સબક મળ્યો.

અક્ષયે દીકરીને આપી આ સીખ
મોર્નિંગ વૉક કરીને પપ્પા અક્ષય સાથે ગયેલી નિતારાને ખબર નહોતી કે આજે તેને કઈ સીખ મળવાની છે. જોગિંગ કરતા કરતા અક્ષય નિતારાને એક ઝૂંપડીમાં લઈ ગયા જ્યાં એક વૃદ્ધ જોડુ એકલુ રહે છે. બોલિવુડ અભિનેતાએ પોસ્ટમાં જણાવ્યુ કે અ આ ઝૂંપડીમાં રહેતા દંપત્તિ પાસે પાણી શોધતા શોધતા ગયા હતા. તેમણે અમને માત્ર પાણી નહિ પરંતુ અમારા માટે સ્વાદિષ્ટ ગોળ અને રોટલી પણ બનાવી. ખરેખર દયાળુ હોવાથી કંઈ જતુ નથી, મળે છે ઘણુ બધુ.
આ પણ વાંચોઃ જ્યારે ટ્રોલર્સે ગર્ભવતી કલ્કિને પૂછ્યુ, ‘પતિ ક્યાં છે?' તો અભિનેત્રીએ આપ્યો જવાબ

પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે અક્ષય
તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે જ અક્ષય કુમારની ફિલ્મ હાઉસફૂલ-4 રિલીઝ થઈ છે. ફિલ્મે રિલીઝના પાંચ દિવસની અંદર જ 100 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. ફિલ્મને હિટ કરાવ્યા બાદ હવે અક્ષય પોતાના પરિવાર સાથે મહારાષ્ટ્રના શિલિમ ગામમાં રજાઓ માણી રહ્યા છે. તેમણે ત્યાં જ પોતાની નાની સાસુનો 80મો જન્મદિવસ મનાવ્યો હતો.