• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માત્ર બેંડીટ ક્વિન જ નહીં, આ ફિલ્મો પણ સપડાઈ છે વિવાદોમાં

|

[બોલીવુડ ગપશપ] આપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં ફિલ્મ બનાવવી એટલી પણ સરળ નથી. ક્યારેક કોઇ ફિલ્મમાં બકરાનું નામ શાહરુખ રાખી દેવામાં આવ્યું તો ક્યારેક ભગવાન રામની લીલાઓ સાથે ના જોડાયેલ હોવાથી પણ વિવાદોમાં સપડાઈ ગઇ હતી.

ક્યારેક ફિલ્મમાં પાકિસ્તાની એજેન્ટ હોવાની મુશ્કિલ છે તો ક્યારેક ફિલ્મમાં લિસ્બિયન રિલેશનશિપ બતાવવા સામે વાંધો છે. ક્યારેક ભગવાનના નામે તો ત્યારેક વ્યક્તિના નામે. એટલે કે એક ફિલ્મ બનાવતી પહેલા આપે એટલું વિચારવું પડે છે કે ફિલ્મ બનાવવું વધું મુશ્કેલ બની જાય છે.

લગભગ એજ કારણ છે કે જ્યારે આપણા નિર્માતા કંઇક અલગ હટીને કરવાનું વિચારે છે તો ઘણા વિવાદો તેમના માર્ગમાં રોઢા બને છે. તો આવો જોઇએ કે બોલીવુડની ટોપ ફિલ્મો અંગે જે સૌથી વધારે વિવાદોમાં રહી.

રામ લીલા

રામ લીલા

રામ લીલાના નામથી લોકોને વાંધો હતો. તેમનું કહેવું હતું કે રામજી અમારા ભગવાન હતા અને તેમના નામ પર આ પ્રકારની ફિલ્મનું નામ રાખવું અને ફિલ્મમાં કેંટલાક એવા ઇંટીમેટ સીન્સ નાખવા ખોટું છે. આ હિન્દુ ધર્મનું અપમાન છે.

માય નેમ ઇઝ ખાન

માય નેમ ઇઝ ખાન

માય નેમ ઇઝ ખાન ઘણા લાંબા સમય સુધી વિવાદોમાં રહી અને સમાચાર આવ્યા કે જ્યારે શાહરૂખ પોતાની ફિલ્મના પ્રમોશન માટે અમેરિકા ગયા હતા, તો ત્યાં તેમને રોકવામાં આવ્યા હતા સાથે જ તેમની સાથે ઘણું ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાહરૂખે પણ કમેન્ટ કરી હતી કે પાકિસ્તાની ક્રિકેટર્સ ઇન્ડિયામાં આવીને આઇપીએલ કેમ નથી રમી શકતા. જેના પગલે શાહરૂખનો વિરોધ થયો હતો.

કુર્બાન

કુર્બાન

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની કુર્બાન ફિલ્મનું એક પોસ્ટર હતું જેમાં કરીના કપૂરની પીઠ બતાવવામાં આવી હતી. જેનો શિવસેનાએ વિરોધ નોંધાવ્યો હતો.

ઓહ માય ગોડ

ઓહ માય ગોડ

વિશ્વ હિન્દુ પરિષદ અને હિંદુ જનજાગૃતિ સ્મિતાને ઓહ માય ગોડની વિષય વસ્તુ વિરોધ અવાજ ઊઠાવ્યો. તેમનું કહેવું હતું કે આ અમારી સંસ્કૃતિ અને અમારા ભગવાન પર હુમલા સમાન છે. ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન વિષ્ણુના અવતારમાં દેખાયા હતા. આટલા વિવાદો છતા પણ ફિલ્મને રિલિઝ કરવામાં આવી અને ફિલ્મ હિટ રહી.

વેક અપ સિડ

વેક અપ સિડ

રણવીર કપૂરની ફિલ્મ વેક અપ સિડની વિરુદ્ધ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ અવાજ ઊઠાવ્યો. તેમનું કહેવું હતું કે ફિલ્મમાં મુંબઇના સ્થાને બંબઇ બોલવામાં આવ્યું છે. કરણ જોહરે રાજ ઠાકરે પાસે માફી માગી અને આ મામલો ત્યાં જ પટાવી દેવામાં આવ્યો.

જોધા અકબર

જોધા અકબર

રાજસ્થાનના રાજપૂતોએ જોધા અકબરની સ્ક્રીનિંગ રોકાવી દીધી હતી. તેમના અનુસાર ફિલ્મ નિર્માતા નિર્દેશકે તેમના ઇતિહાસને કામી પહોંચાડની કોશીશ કરી છે. તેમના અનુસાર જોધા મારવાડના રાજા, ઉદય સિંહની દીકરી હતી અને તેમની જોધા, મારવાડના રાજા ઉદયમ સિંહની બેટી હતી અને તેમના લગ્ન અકબર અકબરના દીકરા સલીમ સાથે ગરહવામાંઆ વીતી.

બેંડિટ ક્વિન

બેંડિટ ક્વિન

ડાકૂ ફૂલન દેવી પર બનાવવામાં આવેલી બેંડિટ ક્વીનને લઇને ખૂબ જ લાંબા સમય સુધી વિવાદ રહ્યો. ફિલ્મમાં સેક્સ, ન્યૂડિટી અને માર-ધાડ વધારે નાખવામાં આવ્યું હતું. જેના પગલે સેંસર બોર્ડે પણ તેને બેન કરી હતી. જોકે ફિલ્મના ઘણા સીન્સ પર કાતર ફેરવાયા બાદ તે રિલીઝ થઇ.

ફાયર

ફાયર

દીપા મેહતાની ફાયરમાં લેસ્બિયન રિલેશનશિપને બતાવવામાં આવી હતી. જેના પગલે ફિલ્મને બેન કરવાની માંગ પણ ઊઠી હતી. શિવસેનાએ આ ફિલ્મનો ઘણો વિરોધ કર્યો હતો.

વોટર

વોટર

શિવસેનાએ વોટર ફિલ્મની ડીવીડી સુધી સળગાવી દીધી દીધી હતી. ફિલ્મને એંટી હિન્દુ ફિલ્મ માનવામાં આવી હતી.

ગુલાબ ગેંગ

ગુલાબ ગેંગ

ગુલાબ ગેંગ નામની મહિલાઓની ગેંગ પર આધારિત ફિલ્મ ગુલાબ ગેંગને લઇને પણ ખૂબ જ વિવાદ ચગ્યો હતો. ફિલ્મમાં માધુરી દીક્ષિત અને જૂહી ચાવલા મુખ્ય ભૂમિકામાં હતી. ફિલ્મને બોક્સ ઓફિસ પર પણ કંઇ ખાસ સફળતા ન્હોતી મળી.

English summary
Shahrukh Khans My name is khan, Hrithik Roshans Jodha Akbar, Deepika Padukones Ram Leela are one of the most controversial movies of Bollywood. Here are top controversial movies of bollywood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X