For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : મધર ઇન્ડિયાની રીમેક શક્ય નથી : વિદ્યા બાલન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 એપ્રિલ : બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલનનું કહેવું છે કે ફિલ્મ નિર્માતા મહેબૂબ ખાનની ઑસ્કાર નામાંકિત મધર ઇન્ડિયા ફિલ્મની રીમેક બનાવવી શક્ય નથી અને જો કોઈ તે બનાવવાની કોશિશ કરે, તો તેઓ આ ફિલ્મનો ભાગ નહીં બને.

વિદ્યા બાલન ભારતીય સિનેમાના 10 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે સિનેબ્લિટ્ઝ મૅગેઝીનની ખાસ આવૃત્તિના કવર પેજ ઉપર 1957ની મધર ઇન્ડિયાના નરગિસ લુક તથા 1962ની સાહિબ બીવી ઔર ગુલામના મીના કુમારી લુકમાં નજરે પડ્યાં. પરિણીતા ફિલ્મની રીમેક દ્વારા બૉલીવુડમાં પગલું મૂકનાર વિદ્યા બાલનનો મધર ઇન્ડિયાની રીમેકમાં કામ કરવાનો કોઈ ઇરાદો નથી.

વિદ્યા બાલને સિનેબ્લિટ્ઝ મૅગેઝીનના કવર પેજ લૉન્ચિંગ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું - મને નથી લાગું કે કોઈ મધર ઇન્ડિયાની રીમેક બાવવનો સાહસ પણ કરી શકે અને જો કોઈ એવું કરે, તો હું તેને સલામ કરીશ, પરંતુ તેમાં કામ નહિં કરૂં. હકીકતમાં એવું કરવું શક્ય નથી.

નોંધનીય છે કે વિદ્યા બાલન હાલ ફરહાન અખ્તર સાથે શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે, જ્યારે ઇમરાન હાશમી સાથે આવનાર ફિલ્મ ઘનચક્કરનું પ્રથમ પોસ્ટર અગાઉ જ લૉન્ચ થઈ ચુક્યું છે.

આવો તસવીરોમાં જોઇએ વિદ્યા બાલનનો મધર ઇન્ડિયા લુક.

સિનેબ્લિટ્ઝ કવર પેજ લૉન્ચિંગ પ્રસંગે વિદ્યા બાલન

સિનેબ્લિટ્ઝ કવર પેજ લૉન્ચિંગ પ્રસંગે વિદ્યા બાલન

હિન્દી સિનેમાના સો વર્ષ પૂર્ણ થવા પ્રસંગે વિદ્યા બાલને મધર ઇન્ડિયા ફિલ્મના નરગિસ લુકમાં સિનેબ્લિટ્ઝ મૅગેઝીન માટે ફોટો સેશન કરાવ્યું છે.

સિનેબ્લિટ્ઝ કવર પેજ લૉન્ચિંગ પ્રસંગે વિદ્યા બાલન

સિનેબ્લિટ્ઝ કવર પેજ લૉન્ચિંગ પ્રસંગે વિદ્યા બાલન

વિદ્યા બાલને 1962ની ફિલ્મ સાહિબ બીવી ઔર ગુલામના મીના કમારી લુક સાથે પણ ફોટો સેશન કરાવ્યું છે.

સિનેબ્લિટ્ઝ કવર પેજ લૉન્ચિંગ પ્રસંગે વિદ્યા બાલન

સિનેબ્લિટ્ઝ કવર પેજ લૉન્ચિંગ પ્રસંગે વિદ્યા બાલન

મધર ઇન્ડિયા ફિલ્મનો 1958માં ઑસ્કાર પુરસ્કારમાં સમાવેશ કરાયો હતો.

સિનેબ્લિટ્ઝ કવર પેજ લૉન્ચિંગ પ્રસંગે વિદ્યા બાલન

સિનેબ્લિટ્ઝ કવર પેજ લૉન્ચિંગ પ્રસંગે વિદ્યા બાલન

ઑસ્કારમાં નૉમિનેટ થનાર મધર ઇન્ડિયા પ્રથમ ભારતીય ફિલ્મ હતી.

સિનેબ્લિટ્ઝ કવર પેજ લૉન્ચિંગ પ્રસંગે વિદ્યા બાલન

સિનેબ્લિટ્ઝ કવર પેજ લૉન્ચિંગ પ્રસંગે વિદ્યા બાલન

વિદ્યા બાલનનું માનવું છે કે મધર ઇન્ડિયાની રીમેક બનાવવી શક્ય નથી અને જો કોઈ બનાવે, તો તેઓ તેનો ભાગ નહીં બને.

English summary
Vidya Balan, who donned Nargis' look from the 1957 cult film Mother India for a magazine, says that no one should even dare to remake Oscar-nominated "Mother India" as it's is an unachievable feat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X