રેડ બિકિનીમાં મૌની રૉયના હૉટ ફોટા જોઈ દીવાના બન્યા ફેન્સ! જુઓ Pics
મુંબઈઃ મૌની રૉય ભલે ઘણા સમયથી કોઈ ફિલ્મનો હિસ્સો ના હોય પરંતુ તે સતત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં તે પોતાના અમુક શાનદાર ફોટાને લઈને છવાયેલી છે. મૌની રૉય આ ફોટામાં રેડ બિકિનીમાં જોવા મળી રહી છે અને ઘણી હૉટ લાગી રહી છે. તેના બોલ્ડ ફોટા ઘણી ઝડપથી વાયરલ થઈ રહી છે અને ફેન્સ તેના પર રિએક્ટ કરી રહ્યા છે. મૌની રૉયે ટીવીમાં ઘણુ શાનદાર કામ કર્યુ છે અને નાગિન માટે તેને ઓળખ મળી હતી. ત્યારબાદ સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડમાં જોવા મળી હતી અને તે ફિલ્મ તેની ડેબ્યુ ફિલ્મ હતી. તેને કરિયર સાથે સંબંધિત એ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે તેને બેક ગ્રાઉન્ડ ડાંસર તરીકે હતી.

અભિષેક બચ્ચનની ફિલ્મ રનમાં મૌની
અભિષેક બચ્ચનની ફિલ્મ રનમાં તેને જોવામાં આવી હતી જ્યાં તે એક ગીતમાં ડાંસ કરતી દેખાઈ રહી છે. હાલમાં તેની સફર ઘણી શાનદાર રહી છે અને તે સતત ફિલ્મોમાં કામ કરી રહી છે.

ફિટનેસ અને સ્ટાઈલ
મૌની રૉય પોતાની ફિટનેસ અને સ્ટાઈલથી બૉલિવુડની ઘણી અભિનેત્રીઓને આકરી ટક્કર આપે છે. મૌની રૉયના આ ફોટાથી તેને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. મૌની રૉયની સફળતાનો રાઝ તેની એક્ટીંગ સાથે ટોનર ફિગર પણ છે. તેનુ ગ્લેમર તેને ટીવીથી બૉલિવુડ તરફ લઈને આવ્યુ છે.

પર્સનલ લાઈફ
મૌની રૉય બૉલિવુડની ફિટનેસ લવર માનવામાં આવે છે. હાલમાં જ એ વાત સામે આવી હતી કે દુબઈ બેઝ્ડ કોઈ બેંકર સાથે મૌની રૉય લગ્ન કરી શકે છે. જો કે મૌની રૉયે અત્યાર સુધી આના પર મૌન રાખ્યુ છે. ફેન્સ સતત તેનુ રિલેશનશીપ સ્ટેટ્સ જાણવા માટે ઉત્સુક છે.

મીડિયા રિપોર્ટ્સ
મીડિયા રિપોર્ટ્સમાં એ સામે આવ્યુ છે કે દૂબઈથી બેંકર સૂરજ નાંબિયાર સાથે લગ્ન કરી શકે છે પરંતુ મૌની રૉયે એ કહ્યુ હતુ કે હું સિંગલ છુ. હું મારા જીવનમાં યોગ્ય વ્યક્તિની રાહ જોઈ રહી છે. મૌની રૉય ઘણી છવાયેલી છે.

વર્કફ્રંટ
મૌની રૉય હાલમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઈને ઘણી બિઝી છે અને સતત તેને લઈને કંઈને કંઈ એક્ટિવિટી કરતી રહે છે. ફિલ્મ મોટા પાયે બની રહી છે.

સ્ટાર કાસ્ટ
આ ફિલ્મમાં તેના સિવાય રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને નાગાર્જૂન જોવા મળવાના છે. આ ફિલ્મ ઘણી શાનદાર સાબિત થવાની છે. જો કે કોઈને કોઈ કારણોસર આ ફિલ્મની રિલીઝ અટકી રહી છે.

કુંભ મેળામાં પ્રમોશન
ઘણા સમય પહેલા આ ફિલ્મનુ એલાન થયુ હતુ અને રણબીર આલિયાએ કુંભ મેળામાં જઈને તેનુ પ્રમોશન પણ કર્યુ હતુ. જો કે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેનો ખુલાસો થયો નથી.