Pics: મૌની રૉયનુ નવુ ફોટોશૂટ, સાડી અને બિકિની બંને બતાવ્યો બોલ્ડ અવતાર
મુંબઈઃ મૌની રૉયની ફેન ફોલોઈંગ રોજેરોજ એટલી વધતી જાય છે જેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. જ્યારે ટીવી પર પહેલી વાર મૌની રૉયને એકતા કપૂરે નાગિન રૂપે રજૂ કરી હતી ત્યારે કોઈએ વિચાર્યુ નહિ હોય કે મૌનીને આ સીરિયલ એવા સ્ટારડમ અપાવશે કે તે પાછુ વળીને ક્યારેય નહિ જુએ. મૌની રૉયે હાલમાં જ એક મેગેઝીન માટે શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે. જેના અમુક ફોટા મૌનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જ્યાં તે સાડીમાં પણ બોલ્ડ અવતારમાં દેખાઈ રહી છે.

સાડી અને બિકિનીમાં બોલ્ડ અવતાર
મૌનીએ આ સાડી ફોટોશૂટના ઘણા ફોટા ફેન્સ સાથે શેર કર્યા છે. ત્યારબાદ તે ફોટોશૂટમાંથી ફ્રી થઈને આરામથી પૂલ કિનારે બિકિનીમાં આરામ કરતી દેખાઈ. આ ફોટા સાથે મૌનીએ કેપ્શન પણ લખ્યુ - Rainwashed. મૌનીના આ ફોટા પર તેના દોસ્ત અને ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે.

સાડીમાં પણ બતાવ્યો બોલ્ડ અવતાર
મૌની રૉયે બનારસી સિલ્ક સાડી બ્લાઉઝ વિના પહેરી છે અને તેના બોલ્ડ ફોટા પર ફેન્સ અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે. મૌની રૉયે પોતાના આ ફોટા સાથે હેશટેગ નાખ્યુ છે - Bengali Saree Girl. સોફી ચૌધરીથી લઈને મૌની રૉયના નાગિન સ્ટાર્સ અર્જૂન બિજલાની અને અનીતા હંસનદાનીએ તેના ફોટાની ઘણી પ્રશંસા કરી.

ટીવીથી ફિલ્મો સુધી
મૌની રૉયની કરિયરની શરૂઆત એકતા કપૂરની ટીવી સીરિયલ ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી સાથે થઈ હતી. આ સીરિયલમાં મૌની રૉય પુલકિત સમ્રાટ સાથે દેખાઈ હતી અને કૃષ્ણા તુલસીના અવતારમાં હતી. જો કે એ વખતની મૌનીને અત્યારની મૌની સાથે ઓળખવી મુશ્કેલ છે.

નાગિનથી મળ્યુ સ્ટારડમ
મૌની રૉયને સ્ટારડમ મળ્યુ કલર્સ ટીવીના શો નાગિનથી. આ શોએ મૌની રૉયને રાતોરાત ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી સ્ટાર બનાવી દીધી. મૌની રૉય આ સીરિયલમાં એક ઈચ્છાધારી નાગિનની ભૂમિકામાં દેખાઈ હતી. શોની ભલે ટીકા થઈ પરંતુ મૌની રૉયને પોતાના આ અવતાર માટે ઘણી પ્રશંસા મળી.

સલમાન ખાનનો મળ્યો સાથ
નાગિન દરમિયાન મૌની રૉય ઘણી વાર સલમાન ખાનના શો બિગ બૉસના ઘરમાં મહેમાન તરીકે જોવા મળી અને તેને સલમાન ખાનનો સાથ મળી ગયો. ત્યારબાદ મૌની રૉય સલમાન ખાન સાથે બિગ બૉસના મંચ પર ઘણી વાર જોવા મળી. સલમાન ખાનની ફિલ્મ ટ્યૂબલાઈટના પ્રમોશન માટે એક ખાસ પ્રોગ્રામમાં મૌની પર્ફૉર્મ કરતી પણ જોવા મળી.

અક્ષય કુમાર સાથે ડેબ્યુ
અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ સાથે મૌની રૉયે પોતાનુ ફિલ્મ ડેબ્યુ કર્યુ. ફિલ્મમાં મૌની રૉય એક બંગાળી મહિલાની ભૂમિકામાં જોવા મળી. ત્યારબાદ મૌની મેડ ઈન ચાઈનામાં રાજકુમાર રાવ અને RAWમાં જ્હૉન અબ્રાહમ સાથે પણ દેખાઈ.

ફેન્સ આપી રહ્યા છે અઢળક પ્રેમ
મૌની રૉયના લેટેસ્ટ ફોટા પર ફેન્સ અઢળક પ્રેમ વરસાવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર મૌની રૉયના 18.2 મિલિયન ફોલોઅર્સ છે. ટીવીથી લઈને ફિલ્મો સુધી ફેન્સ તેને હંમેશા પસંદ કરે છે. આ જ કારણ છે કે તેના દરેક ફોટા ફટાફટ વાયરલ થઈ જાય છે.

બ્રહ્માસ્ત્રની રાહ
મૌની રૉયનો આગામી પ્રોજેક્ટ છે અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર. ધર્મા પ્રોડક્શન્સની આ ફિલ્મમાં મૌની રૉય નેગેટીવ રોલમાં દેખાશે. ફિલ્મની રાહ ઘણી સમયથી જોવાઈ રહી છે. આ દરમિયાન એક બિઝનેસમેન સાથે મૌની રૉયના લગ્નની અફવાઓ પણ જોરદાર ઉડી.