• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Video: મૌની રૉયે 'લે કે પહેલા પહેલા પ્યાર' પર કર્યો જબરદસ્ત હૉટ ડાંસ, ફેન્સ બન્યા દીવાના

By Desk
|
Google Oneindia Gujarati News

મૌની રૉયની લોકપ્રિયતાનો અંદાજ તેના સોશિયલ મીડિયા અકાઉન્ટથી લગાવી શકાય છે. સોશિયલ મીડિયા પર તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. અભિનેત્રી ઘણી સક્રિય રહે છે અને ઘણી વાર તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. મૌની રૉય પોતાના બોલ્ડ લુકને લઈને છવાયેલી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બૉલિવુડ ક્લાસિક 'લે કે પહેલા પહેલા પ્યાર પર' ઘણો સેક્સી ડાંસ કરતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં મૌનીના લુકને લઈને તેના મુવ્ઝ સુધી બધુ ફેન્સને ખૂબ ગમી રહ્યુ છે.

બૉલિવુડ સેલેબ્ઝે પણ રિએક્શન આપ્યુ

બૉલિવુડ સેલેબ્ઝે પણ રિએક્શન આપ્યુ

મૌનીના આ વીડિયો પર ફેન્સ સાથે-સાથે ટીવી અને બૉલિવુડ સેલેબ્ઝે પણ રિએક્શન આપ્યુ છે. કોરિયોગ્રાફર ધર્મેશથી લઈને એક્ટર વિક્રાંત મેસીએ વીડિયોને પસંદ કર્યો છે. વળી, મૌનીની દોસ્ત અને કુમકુમ ભાગ્યની કલાકાર શ્રુતિ ઝાએ કમેન્ટમાં લખ્યુ છે 'ટુ ગુડ'.

મૌની રૉયની ફિલ્મો

મૌની રૉયની ફિલ્મો

મૌની રૉય ટેલીવિઝન, રિયાલિટી શો અને ફિલ્મોમાં નામ કમાઈ રહી છે. તે આવનારા સમયમાં અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાવાની છે. ફિલ્મમાં રણબીર કપૂક, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જૂન સાથે મૌનીની મહત્વની ભૂમિકા છે. આ પહેલા મૌની રૉય અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડ અને રાજકુમાર રાવ સાથે મેઈડ ઈન ચાઈનામાં દેખાઈ ચૂકી છે.

ટીવી શોથી કરી એન્ટ્રી

ટીવી શોથી કરી એન્ટ્રી

તમને જણાવી દઈએ કે મૌની રૉયે વર્ષ 2006માં એકતા કપૂરના ટીવી શો ક્યોંકી સાસ ભી કભી બહુ થી દ્વારા એન્ટરટેઈન જગતમાં એન્ટ્રી લીધી હતી. ત્યારબાદ નાગિન અને દેવો કે દેવ મહાદેવ જેવા શોથી અભિનેત્રીને ઓળખ મળી અને ફેન્સનો અનહદ પ્રેમ મળ્યો. ટીવીમાં નામ કમાયા બાદ મૌની રૉયે ફિલ્મો કરવાનુ શરૂ કર્યુ.

English summary
Mouni Roy shared a video on social media of classic song ‘Leke Pehla Pehla Pyar'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X