For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DDLJ : રાજ-સિમરનની લવ સ્ટોરીથી Inspired છે આ 10 ફિલ્મો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 ડિસેમ્બર : દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મે 1000 અઠવાડિયા પૂરા કર્યા છે. હિન્દી ફિલ્મ જગતની આ એક એવી ફિલ્મ છે કે જેનો આજે પણ બૉલીવુડની ટોચની રોમાંટિક ફિલ્મોમાં સમાવેશ થાય છે. શાહરુખ ખાન તેમજ કાજોલનો રોમાંસ આજે પણ યુવાઓને પ્રેરિત કરે છે અને આ સુંદર જોડીના પ્રેમ કરવાના અંદાજને કૉપી કરવાની કોશિશ કરે છે.

ફૅન્સ જ નહીં, બૉલીવુડના યુવા કલાકારો પણ રાજ અને સિમરનને કૉપી કરવાની કોશિશ કરે છે. પછી ભલે તે આલિયા ભટ્ટ હોય, દીપિકા પાદુકોણે હોય, રણબીર કપૂર હોય કે પછી ઇમરાન ખાન. સૌ રોમાંટિક પાત્ર ભજવવા માટે રાજ-સિમરન પાસેથી જ પ્રેરણા લે છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એટલે કે ડીડીએલજે ફિલ્મના ટ્રેન સીન, શાહરુખ દ્વારા બંને હાથો ખોલી બાહોમાં લેવાનું સીન વિગેરે યુવા કલાકારો દ્વારા સતત કૉપી કરાય છે.

તો આવો એવી જ કેટલીક ફિલ્મો વિશે જાણીએ કે જે રાજ-સિમરનની લવ સ્ટોરીથી પ્રેરિત હતી :

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા તો ડીડીએલજેની ઑફિસિયલ રીમેક હતી. શશાંક ખેતાન દિગ્દર્શિત આ ફિલ્મ કરણ જૌહરે બનાવી હતી. ફિલ્મની વાર્તાથી લઈ ફિલ્મના પાત્રો અને પરિસ્થિતિઓ ડીડીએલજે સાથે પૂર્ણત્વે મૅચ કરતી હતી. ફિલ્મમાં આલિયા ભટ્ટ જે રીતે વરુણ ધવન સામે પ્રેમનો ઇઝહાર કરે છે, તે એકદમ ડીડીએલજેના રાજની કૉપી હતું.

જબ વી મેટ

જબ વી મેટ

ઇમ્તિયાઝ અલીની જબ વી મેટ ફિલ્મ પણ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેથી પ્રેરિત હતી. કરીના કપૂરે આ ફિલ્મમાં ભજવેલ પાત્ર ખૂબ જ ફિલ્મી હતું. ટ્રેન વાળુ સીન પણ શૂટ કરાયુ હતું.

બચના ઐ હસીનોં

બચના ઐ હસીનોં

રણબીર કપૂરની બચના ઐ હસીનોં ફિલ્મમાં ત્રણ પ્રેમ કથાઓ હતી કે જેમાંની એક કથામાં મિનીષા લાંબાએ માહીનું પાત્ર ભજવ્યુ હતું. માહીને વિશ્વાસ હતો કે એક દિવસ તેનો રાજ તેને જરૂર મળશે. યૂરોપ જતી વખતે તે રાજ (રણબીર) ને મળે છે અને તેવું જ વર્તન કરે છે કે જેવી રીતે સિમરનને રાજ સાથે પ્રેમ થઈ જાય છે.

ચેન્નઈ એક્સપ્રેસ

ચેન્નઈ એક્સપ્રેસ

રોહિત શેટ્ટીની ચેન્નઈ એક્સપ્રેસમાં દીપિકા પાદુકોણે મીના લોચની અજગુન લોચની સુંદરમના રોલમાં હતાં. ફિલ્મમાં તેઓ ઘરેથી ભાગી જાય છે અને ટ્રેનમાં બેસેલા શાહરુખ તેને પોતાનો હાથ આપી ટ્રેનમાં ચઢાવે છે. આ સીન દરમિયાન ડીડીએલજેનું તુઝે દેખા તો યે જાના સનમ...નું સંગીત બૅકગ્રાઉંડમાં વાગે છે.

2 સ્ટેટ્સ

2 સ્ટેટ્સ

તામિળિયન બ્રાહ્મણ અનન્યા સ્વામીનાથન (આલિયા ભટ્ટ) તથા પંજાબી ક્રિશ મલ્હોત્રા (અર્જુન કપૂર)ની લવ સ્ટોરી પર આધારિત 2 સ્ટેટ્સ પણ ડીડીએલજેથી પ્રેરિત હતી. ફિલ્મમાં ક્રિશ અનન્યાના ઘરે જઈ તેના પિતાને ઇમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે કે જેમ રાજે કર્યુ હતું.

બ્રેક કે બાદ

બ્રેક કે બાદ

બ્રેક કે બાદમાં ઇમરાન ખાન અને દીપિકા બાળપણના મિત્ર હોય છે. બંનેને પોતાના પ્રેમનો અહેસાસ ડીડીએલજે ફિલ્મ જોવા દરમિયાન થાય છે.

હીરોપંતી

હીરોપંતી

ટાઇગર શ્રૉફની ડેબ્યુ ફિલ્મ હીરોપંતીના બીજા ભાગમાં ટાઇગર ઉર્ફે બબલૂ પોતાની પ્રેમિકા કૃતિ સેનન ઉર્ફે ડિમ્પીના પરિજનો સાથે પોતાના પ્રેમ માટે ઝઝૂમે છે અને તેમને રિઝવવાનો પ્યત્ન કરે છે. આ આખો આઇડિયા રાજ-સિમરનમાંથી ઉપાડેલું છે.

યે જવાની હૈ દીવાની

યે જવાની હૈ દીવાની

યે જવાની હૈ દીવાનીમાં રણબીર-દીપિકા એક ટ્રિપ પર મળે છે અને દીપિકાને રણબીર સાથે પ્રેમ થઈ જાય છે. આ વાર્તા ડીડીએલજે સાથે મહદઅંશે મળતી આવે છે.

આઈ હેટ લવ સ્ટોરી

આઈ હેટ લવ સ્ટોરી

ઇમરાન-સોનમ કપૂરની આઈ હેટ લવ સ્ટોરીમાં બંને પાત્રોનું નામ રાજ અને સિમરન હતું. બંને પાત્રો ડીડીએલજેના પાત્રો સાથે મળતા આવતા હતાં. સોનમ એટલે કે સિમરન ફિલ્મમાં એમ કહે છે કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેથી તે ખૂબ ઇંસ્પાયર છે.

શીરીં ફરહાદ કી તો નિકલ પડી

શીરીં ફરહાદ કી તો નિકલ પડી

ફરાહ ખાન અને બોમન ઈરાનીની આ ફિલ્મની લવ સ્ટોરીનું તો પોસ્ટર જ ડીડીએલજેમાંથી કૉપી કરાયેલુ હતું. એટલુ જ નહીં, ફિલ્મની વાર્તા પણ મહદઅંશે રાજ-સિમરનની લવ સ્ટોરીથી પ્રેરિત હતી.

English summary
Dilwale Dulhania Le Jayenge is one of the most romantic movie of Bollywood. DDLJ has completed 1000 weeks recently and on this occasion here are few movies inspired from Raj and Simran love story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X