મુકેશ અંબાણીને ત્યાં ગણેશ ઉત્સવ, પણ પબ્લિસીટી મળી આ લોકોને?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરે ગણેશ ચતુર્થીના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુકેશ અંબાણીને ત્યાં બોલીવૂડના અનેક જાણીતા સેલેબ્રિટીએ હાજરી આપી હતી. ગણેશ ચુતર્થીના તહેવાર પર મુકેશ અંબાણીના પરિવાર દ્વારા આપવામાં આવેલી આ પાર્ટીમાં સ્ટાઇલ અંબાજમાં સ્ટાર્સની એક પછી એક એન્ટ્રી થઇ હતી. પણ તેમ છતાં તમામ લાઇમ લાઇટ અને પબ્લિસિટી એક કપલ લઇ ગયું. ત્યારે અમારો ઇશારો કોની તરફ છે જાણો અહીં અને સાથે જ જુઓ આ પાર્ટીની ખાસ તસવીરો...

મુકેશ અંબાણી
ઉલ્લેનીય છે કે મુકેશ અંબાણીની આ પાર્ટીમાં અનેક બોલીવૂડ સ્ટાર્સે લાઇન લગાવી હતી. તો બીજી તરફ મુકેશ અંબાણીના ઘરમાં પણ ગણપતિના મંદિરની અદ્ધભૂત રીતે સજાવવામાં આવ્યું હતું. ગણપતિની મૂર્તિ સાથે જે ડોકોરેશન કરવામાં આવ્યું હતું તે તો આ ફોટો જોઇને સમજી શકાય છે કે કેટલું ભવ્ય હશે!

હોલીવૂડ સ્ટાર્સ?
બોલીવૂડથી હોલીવૂડમાં ગયેલી પ્રિયંકા ચોપડાએ પણ મુકેશ અંબાણીને ત્યાં યોજવામાં આવેલા ગણેશ ઉત્સવમાં ખાસ હાજરી આપી હતી. સારા અને ટ્રેડિશનલ ડ્રેસમાં પણ પ્રિયંકા સુંદર લાગતી હતી.

બચ્ચન પરિવાર
તો મુકેશ અંબાણીની પાર્ટી હોય અને બચ્ચન પરિવાર ત્યાં ના હોય તેવું બને ખરા. સમગ્ર બચ્ચન પરિવાર પણ આ પ્રસંગે હાજર રહ્યો હતો. અમિતાભ બચ્ચન સમેત ઐશ્વર્યા અને આરાધ્યા પણ અહીં આવ્યા હતા. જેમાં ગુલાબી ચણિયાચોળીમાં આરાધ્યા ખૂબ જ ક્યૂટ લાગતી હતી.

શાહરૂખ સલમાન
તો બીજી તરફ બોલીવૂડના ત્રણેય મોટા ખાન શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમીર ખાને પણ મુકેશ અંબાણીને ત્યાં હાજરી આપી હતી. આમિર ખાન અહીં પોતાના સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યો હતો.

લવ બર્ડ્સ
તો ટાઇગર શ્રોફ અને તેની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટાણી પણ મુકેશ અંબાણીના આ ફંકશનમાં હાજરી આપવા પહોંચી ગયા હતા. જ્યાં દિશા પટ્ટાણીનો ડ્રેસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યાં જ ટાઇગરનો રફ એન્ડ ટફ લૂક પણ જોવા મળ્યો હતો.

જ્હાનવી કપૂર
તો બીજ તરફ શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર પણ આ ફંકશનમાં ખૂબ જ ફ્રેશ અને સુંદર લૂકમાં જોવા મળી હતી. હેવ વર્ક વાળા તેના આ ડ્રેસમાં જ્હાનવીનો અગલ જ અંદાજ જોવા મળ્યો હતો.

રણવીર અને દિપીકા
જો કે બોલીવૂડના આટલા બધા સ્ટાર્સના જમાવડાની વચ્ચે પણ લાઇમ લાઇટ ચુરાવી હતી રણવીર સિંહ અને દિપીકા પાદુકોણે. બન્નેનું ડ્રેસિંગ એકબીજાને કોમ્પલિમેન્ટ આપતું હોય તેવું હતું. અને ત્યાં હાજર તમામ મીડિયોની નજર ખાલી આ જ કપલ પર હતી. ઉલ્લેખનીય છે કે દિશા અને ટાઇગર તથા સિદ્ધાર્થ અને જેક્લિન પણ અહીં આવ્યા હતા પણ તમામની નજર રણવીર અને દિપીકા પર જ હતી.