
સલમાન ખાન ફરીથી જઈ શકે છે જેલ? 2009ના એક કેસમાં મુંબઈની કોર્ટે પાઠવ્યા સમન, 4 એપ્રિલે થવાનુ છે હાજર
મુંબઈઃ કોર્ટે-કચેરીના કેસોમાંથી બહાર આવી ચૂકેલ બૉલિવુડ અભિનેતા સલમાન ખાનની મુશ્કેલીઓ એકવાર ફરીથી વધતી દેખાઈ રહી છે. વાસ્તવમાં, મંગળવારે મુંબઈની અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે સલમાન સામે એક સમન પાઠવ્યા છે જેમાં કહેવામાં આવ્યુ છે કે સલમાનને 5 એપ્રિલે કોર્ટ સામે હાજર થવાનુ છે. તમને જણાવી દઈએ કે સલમાનને અદાલતે 2019ના એક કેસમાં સમન પાઠવ્યા છે જેમાં તેની સામે દુર્વ્યવહારનો કેસ નોંધાયેલો છે.

શું છે કેસ?
ન્યૂઝ એજન્સી ANIના સમાચાર મુજબ અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટના પત્રકાર અશોક પાંડેય દ્વારા તેમની સાથે કથિત રીતે દુર્વ્યવહાર કરવા માટે વર્ષ 2019માં દાખલ કરેલ એક કેસમાં સલમાનને સમન મોકલવામાં આવ્યા છે. હવે કોર્ટના સમન અનુસાર તેમને 5 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનુ રહેશે. કોર્ટે સલમાન ખાન સાથે-સાથે તેમના બૉડીગાર્ડ નવાઝ શેખને પણ બોલાવ્યા છે. સલમાન ખાન પર આઈપીસીની કલમ 504 અને 506 હેઠળ કેસ નોંધાયેલો છે.

પત્રકાર સાથે સલમાને કરી હતી મારપીટ?
પત્રકાર અશોક પાંડેયે સલમાન સામે કરેલી ફરિયાદમાં કહ્યુ છે કે 24 એપ્રિલ 2019ની સવારે સલમાન ખાન સાઈકલથી મુંબઈના રસ્તા પર ફરી રહ્યા હતા, ત્યારે પત્રકાર અશોક પાંડેયે પોતાના મોબાઈલથી તેમનો વીડિયો શૂટ કરવાનુ શરુ કરી દીધુ હતુ. આના માટે અશોકે સલમાનના બૉડીગાર્ડની અનુમતિ પણ લીધી હતી પરંતુ જેવુ સલમાન ખાને તેને વીડિયો બનાવતા જોય, તે ગુસ્સાથી લાલ થઈ ગયા અને કથિત રીતે અશોક પાંડેય સાથે મારપીટ પણ કરી હતી.

ડીએન નગર પોલિસ સ્ટેશનમાં નોંધાયેલો છે કેસ
સલમાન પર આરોપ છે કે આ દરમિયાન તેમણે અશોક સાથે માત્ર મારપીટ કરી એટલુ જ નહિ પરંતુ તેને ધમકી પણ આપી હતી. અશોકનો આરોપ છે કે સલમાને તેમનો મોબાઈલ પણ છીનવી લીધો હતો અને ત્યાંથી જવા માટે કહ્યુ હતુ પરંતુ અશોક ત્યાંથી ન ગયા અને તેમણે આનો વિરોધ કર્યો. જ્યારે વાત વધવા લાગી ત્યારે સલમાને તેમનો મોબાઈલ પોતાના બૉડીગાર્ડને પાછો આપવા માટે કહી દીધુ. સલમાન સામે આ કેસ ડીએન નગર પોલિસ સ્ટેશનમાં નોંધાયેલો છે.

પોલિસે સલમાનને ગણાવ્યો આરોપી
કોર્ટે હવે આ મામલે વિસ્તૃત તપાસ બાદ સલમાનને નોટિસ મોકલી છે. તમને જણાવી દઈએ કે કોર્ટમાં દાખલ ચાર્જશીટ અનુસાર સલમાનને 24 એપ્રિલની ઘટના માટે આરોપી ગણવામાં આવ્યો છે. ડીએન નગર પોલિસ સ્ટેશને કોર્ટને સૂચિત કર્યુ છે કે આરોપી વ્યક્તિઓ સામે આઈપીસીની કલમ 504(શાંતિ ભંગ કરવાના ઈરાદાથી જાણીજોઈને અપમાન) અને કલમ 506(ગુનાહિત ધમકી) હેઠળ ગુનો નોંધાયેલો છે. અદાલતે કહ્યુ કે સંબંધિત પોલિસ અધિકારીએ રિપોર્ટ નોંધ્યો છે કે ઘટનાના દિવસે પાંડે અને આરોપી વ્યક્તિઓ વચ્ચે વિવાદ થયો હતો અને તેમની સામે કલમ 504 અને કલમ 506 હેઠળ વિશિષ્ટ ગુના બનાવવામાં આવ્યા છે.
Mumbai | Andheri Magistrate Court summons Salman Khan to appear on April 5 in a 2019 case filed by a journalist Ashok Pandey for allegedly misbehaving with him. Court has summoned the actor for offences under IPC sections 504 and 506
— ANI (@ANI) March 22, 2022