• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણીતા સંગીતકાર અને ગાયક વાજિદ ખાનનુ 42 વર્ષની વયે નિધન, બૉલિવુડ શોકમાં

|

બૉલિવુડને વર્ષ 2020માં એક પછી એક ઝટકા મળી રહ્યા છે. ગયા મહિને ઈરફાન ખાન અને ઋષિ કપૂરનુ નિધન થઈ ગયુ અને હવે જાણીતા સંગીતકાર અને ગાયક વાજિદ ખાનના નિધનના સમાચાર આવી રહ્યા છે. સાજિદ-વાજિદની જોડીના નામથી જાણીતા સંગીતકાર વાજિદ ખાને મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર દોડી ગઈ છે. બૉલિવુડ શોકમાં છે. બૉલિવુડના ચમકતા સંગીતકારો અને ગાયકોમાં શામેલ વાજિદે 42 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદ કહી દીધુ.

કિડનીની બિમારીથી પીડિત હતા

કિડનીની બિમારીથી પીડિત હતા

એક રિપોર્ટ અનુસાર વાજિદ ખાન કિડનીની બિમારીથી પીડિત હતા અને છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની હોસ્પિટલમાં ભરતી હતા. તેમણે 3 મહિના પહેલા જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી પરંતુ એક વાર ફરીથી મુશ્કેલી થવાના કારણે તે મુંબઈની હોસ્પિટલમાં ભરતી હતા. રવિવારે મોડી રાતે અચાનક તેમની તબિયત બગડી ગઈ અને તેમનુ નિધન થઈ ગયુ.

સલીમ મર્ચન્ટે પુષ્ટિ કરી

સંગીતકાર સલીમ મર્ચન્ટે ટ્વિટ કરીને આની પુષ્ટિ કરી છે. સલીમ વાજિદના ખૂબ જ નજીકના દોસ્તોમાં શામેલ છે. તેમણે લખ્યુ કે - 'સાજિદ-વાજિદની જોડીના મારા ભાઈ વાજિદના નિધનના સમાચારથી દુઃખી છુ. અલ્લાહ તેમના પરિવારને હિંમત આપે.'

મને હંમેશા યાદ રહેશે વાજિદ ભાઈનુ સ્મિત

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ટ્વિટ કરીને લખ્યુ કે આ ખૂબ જ દુખદ છે, તેમની આ વાત મને હંમેશા યાદ રહેશે અને એ છે વાજિદ ભાઈનુ સ્મિત. તે હંમેશા હસતા રહેતા હતા. તમે બહુ જલ્દી ચાલ્યા ગયા. તમને જણાવી દઈએ કે વાજિદ ખાને અભિનેતા સલમાન ખાન માટે ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. સલમાન ખાનની હિટ ફિલ્મોનના મોટાભાગના ગીતો વાજિદ ખાને ગાયા છે. જેમાં પાર્ટનર, દબંગ, વૉન્ટેડ જેવી ફિલ્મોમાં સુપર હિટ ગીતો શામેલ છે. વાજિદને વર્સોવાના કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.

'અનલૉક' થઈ રહ્યો છે દેશ, આ રાજ્યોને છોડીને આજથી દેશભરમાં લૉકડાઉનમાં ઢીલ

English summary
Music composer and singer Wajid Khan passes away in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X