For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

20 Facts : રેખાને પિતા પ્રત્યે કોઈ વહાલ નહોતો...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 10 ઑક્ટોબર : મદમસ્ત અદાકારા અને સદાબહાર અભિનેત્રી તેમજ સાંસદ રેખા ગણેશને આજે પોતાના જીવનના 60 વર્ષ પૂર્ણ કર્યાં છે. માથેથી પગ સુધી સુંદરનાં પ્રતિમૂર્તિ રેખાના ચાહકોની સંખ્યા આજે પણ લાખોમાં છે. લાગે છે ક ફિલ્મ ઉમરાવ જાનનું ગીત ...ઇન આઁખોં કી મસ્તી કે, મસ્તાને હજારોં હૈં... માત્ર તેમને જ ધ્યાને રાખી લખાયું છે. એક બહેતર અભિનેત્રી, સુંદર કલાકાર અને બહેતરીન ડાંસર રેખા જેવું આજે પણ બૉલીવુડમાં કોઈ નથી.

બહુમુખી પ્રતિભા સમ્પન્ન રેખાએ વર્ષ 1966માં એક તેલુગુ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરી હતી અને પછી 1970માં તેમણે સાવન ભાદો ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મ જગતમાં પગલું મુક્યું. પછી તો તેમની સફળતાનો એવો દોર શરૂ થયો કે જે કોઈનાથી છુપાયેલું નથી. આજે પણ રેખાના હુશ્નમાં લોકો કશિશ અનુભવે છે.

ત્રણ ફિલ્મફૅર અને એક નેશનલ એવૉર્ડ પ્રાપ્ત કરી ચુકેલ રેખાની આગળ મોટા ગજાના હીરો પણ પાણી જ ભરે છે. તેનો અંદાજો આપ આ જ વાતે લગાવી શકો છો કે વર્ષ 1981ના ઉમરાવ જાને અક્ષય કુમારના અભિનેત્રી બની બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ખિતાબ પોતાના નામે કર્યો. એવું આજની અભિનેત્રીઓ માટે કરવું બહુ જ કપરૂં છે. તેની પાછળ કારણ માત્ર એટલું જ છે કે સંયમિત દિનચર્યાને પગલે રેખાએ પોતાની ઉંમર પણ બાંધી રાખી છે. બેહદ હુશ્ન અને કામણગારી અદાઓ ધરાવતાં રેખા આજે પણ ફિલ્મોમાં ઘણાં સક્રિય છે. રેખા આજે પણ હાલની અભિનેત્રીઓ કરતાં ઘણાં સુંદર અને યુવાન છે. એટલે જ તો આજના હીરો પણ તેમની સાથે કામ કરવાની ઇચ્છા ધરાવે છે.

ચાલો આજે આપને બતાવીએ રેખા અંગે 20 રસપ્રદ તથ્યો :

Fact 1 : ફાધરનો મતલબ નથી

Fact 1 : ફાધરનો મતલબ નથી

રેખાને પોતાના પપ્પા જેમની ગણેશન સાથે કોઈ પ્રેમ નહોતો. એક ઇંટરવ્યૂમાં કહ્યુ હતું - મારા માટે ફાધર શબ્દનો કોઈ અર્થ નથી. મારા માટે ફાધર હોવાનો મતલબ ચર્ચનો ફાધર છે.

Fact 2 : તેલુગુથી શરુઆત

Fact 2 : તેલુગુથી શરુઆત

રેખાએ 1966માં તેલુગુ ફિલ્મ રંગુલા રત્નમ સાથે અભિનયની શરુઆત કરી હતી.

Fact 3 : ફિલ્મોમાં રસ નહોતો

Fact 3 : ફિલ્મોમાં રસ નહોતો

રેખાને ફિલ્મોમાં આવવાનો રસ નહોતો, પણ પરિવારની આર્થિક પરિસ્થિતિના પગલે તેમણે અભિનય ચાલુ રાખવુ પડ્યું.

Fact 4 : શ્યામ રેખા

Fact 4 : શ્યામ રેખા

સુંદર રેખા રીલ લાઇફમાં ખૂબ જ કાળા હતાં. શ્યામ રંગ અને લથોડિયુ ખાતી હિન્દીના કારણે આરંભે મુંબઈમાં રેખાએ ઘણી મુશ્કેલીઓ ઉઠાવવી પડી.

Fact 5 : સિંગાપોરની ક્રીમ

Fact 5 : સિંગાપોરની ક્રીમ

શ્યામમાંથી ગોરા બનેલા રેખા અંગે કહેવાતુ હતું કે તેમણે સિંગાપોરથી ગોરા થવાની ક્રીમ મંગાવડાવી હતી.

Fact 6 : યોગ છે રહસ્ય

Fact 6 : યોગ છે રહસ્ય

પરંતુ રેખાના સૌંદર્યનું કારણ કોઈ ક્રીમ નહીં, પણ યોગ છે.

Fact 7 : અમિતાભ સાથે લિંક-અપ

Fact 7 : અમિતાભ સાથે લિંક-અપ

રેખાનું નામ લાંબા સમય સુધી અમિતાભ બચ્ચન સાથે જોડાતુ રહ્યું. બંનેની ઑન-સ્ક્રીન જોડી લોકપ્રિય રહી.

Fact 8 : સુપર હિટ ફિલ્મો

Fact 8 : સુપર હિટ ફિલ્મો

રેખા-અમિતાભે ખૂન પસીના, મુકદ્દર કા સિકંદર, ઈમાન ધરમ, ગંગા કી સૌગંધ, સુહાગ જેવી સુપર હિટ ફિલ્મો આપી.

Fact 9 : સિલસિલા છેલ્લી ફિલ્મ

Fact 9 : સિલસિલા છેલ્લી ફિલ્મ

રેખા-અમિતાભની જોડીની છેલ્લી ફિલ્મ સિલસિલા હતી.

Fact 10 : વિનોદ સાથે લગ્ન

Fact 10 : વિનોદ સાથે લગ્ન

રેખાએ વિનોદ મહેરા સાથે લગ્ન કર્યા અંગેની અટકળો ખૂબ ચાલી હતી.

Fact 11 : પતિનો આપઘાત

Fact 11 : પતિનો આપઘાત

રેખાએ 1990માં દિલ્હીના વ્યવસાયી મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ મુકેશે 1991માં જ આપઘાત કરી લીધો હતો.

Fact 12 : એકલવાયા રેખા

Fact 12 : એકલવાયા રેખા

રેખા હાલમાં મુંબઈના બાંદ્રા ખાતેના બૅંડસ્ટૅંડમાં પોતાના બંગલે એકલા રહે છે.

Fact 13 : લચ્છૂ મહારાજ પુરસ્કાર

Fact 13 : લચ્છૂ મહારાજ પુરસ્કાર

1998માં હિન્દી ફિલ્મોની સર્વશ્રેષ્ઠ નર્તકી તરીકેનો લચ્છૂ મહારાજ ઍવૉર્ડ રેખાને આપવામાં આવ્યો હતો.

Fact 14 : નેશનલ ઍવૉર્ડ

Fact 14 : નેશનલ ઍવૉર્ડ

ઉમરાવ જાન માટે રેખાને 1982માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ ઍવૉર્ડ મળ્યો હતો.

Fact 15 : ફિલ્મફૅર ઍવૉર્ડ

Fact 15 : ફિલ્મફૅર ઍવૉર્ડ

1981માં ખૂબસૂરત, 1989માં ખૂન ભરી માંગ માટે પણ રેખાએ સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મ ફૅર ઍવૉર્ડ જીત્યો હતો.

Fact 16 : આ પણ સિદ્ધિઓ

Fact 16 : આ પણ સિદ્ધિઓ

2003માં રેખાને ફિલ્મફૅર લાઇફ ટાઇમ ઍચીવમેંટ પુરસ્કાર અને સૅમસંગ દિવા પુરસ્કાર તથા 2012માં આઉટસ્ટૅંડિંગ ઍચીવમેંટ ઇન ઇંડિયા સિનેમા પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતાં.

Fact 17 : આ છે શોખ

Fact 17 : આ છે શોખ

રેખાને લખવા-વાંચવાનો શોખ છે. તેઓ કવિતાઓ પણ લખે છે. તેમને બાગાયતનો પણ શોખ છે.

Fact 18 : કાંજીવરમ સાડી

Fact 18 : કાંજીવરમ સાડી

રેખા કાંજીવરમ સાડીઓ પહેરવા માટે પણ જાણીતા છે.

Fact 19 : વિનફ્રેના ફૅન

Fact 19 : વિનફ્રેના ફૅન

રેખા ઓપ્રા વિનફ્રેના મોટા પ્રશંસક છે.

Fact 20 : શાકાહારી

Fact 20 : શાકાહારી

રેખા શાકાહારી છે. તેમના ભોજનમાં મોટાભાગે સલાડ, જવનું પાણી, નાળિયેર પાણી જેવી સામગ્રીઓ હોય છે.

English summary
Beautiful Rekha turns 60 Today, Here are some interesting facts about Birthday Girl Rekha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X