For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીવનમાં એક વાર તો આ બોલીવૂડ ફિલ્મો તમારે જોવા જ રહી!

|
Google Oneindia Gujarati News

બોલીવૂડ ફિલ્મો આપણા જીવન પર ઊંડી અસર કરે છે. માટે જ તો જ્યારે 2 કલાક બાદ થિયેટરમાં પીક્ચર જોઇને આપણે બહાર આવી છીએ ત્યારે આપણા વિચારોમાં આપણે બદલાવ અનુભવીએ છીએ. સારી ફિલ્મો આપણા ચહેરા પર એક સ્માઇલ તો ખરાબ ફિલ્મો આપણા મગજમાં એક વિચાર ઉપજાવે છે.

વધુમાં ધણીવાર આ ફિલ્મો આપણો જીવન જીવવાનો અભિગમ પણ બદલે છે. જેમ કે જ્યારે જીંદગી ના મિલેગી દોબારા ફિલ્મ આવી હતી. તે જોયા બાદ ભલે થોડા સમય માટે જ જીવન પ્રત્યેનો આપણો અભિગમ બદલાયો હતો.

ત્યારે આજે અમે આવું જ એક લિસ્ટ તમારા માટે લાવ્યા છે. આ ફિલ્મો તમારે જીવનમાં એક વાર તો જોવી જ રહી. અને જરૂરથી આ ફિલ્મો જોયા બાદ તમે તમારા જીવનમાં તમે એક નવો ઉજાશ અનુભવશો. તો જુઓ આ ફિલ્મોનું લિસ્ટ આ ફોટોસ્લાઇડરમાં...

જાને ભી દો યારો

જાને ભી દો યારો

જ્યારે પણ તમને થાય કે દુનિયામાં તમે જ દુખી છો તમારે આ ફિલ્મ જરૂરથી જોઇ લેવી. તમે હસી હસીને લોટ પોટ થઇ જશો તેની ગેરંટી. અને આ ફિલ્મનો પેલો મહાભારત-સલીમ અનારકલી વાળો સીનનો કોઇ રીતે ભૂલ્યો ના ભૂલાય તેવો છે.

સ્વદેશ

સ્વદેશ

જ્યારે તમને થાય કે ખૂબ જ રાજકારણ છે આ દેશમાં કંઇ આગળ નથી વધી રહ્યું અને હતાશા અનુભવાય ત્યારે આ ફિલ્મ જરૂરથી જેજો. તમને એક પ્રકારની શાંતિ અને કંઇક અલગ કરવાની શક્તિ જરૂરથી આ ફિલ્મ દ્વારા મળશે.

દિલ ચાહતા હૈ

દિલ ચાહતા હૈ

જીંદગીને જીવતા, મૈત્રીના મૂલ્યો સમજતા, પળે પળમાં જીવી લેતા અને જીવનને માણતા તમને આ ફિલ્મ શીખવશે.

શોલે

શોલે

આ ફિલ્મ છે બોલીવૂડ ક્લાસિક, પછી વાત હોય બડબડતી બસંતીને કે કિતને આદમી હૈ? વાળા ગબ્બરની. આ ફિલ્મ ઓલટાઇમ ક્લાસિક છે. અને એક બોલીવૂડ લવર તરીકે તે જોવી જ રહી.

દિલવાલે દુલ્હનિયા લે જાયેગે

દિલવાલે દુલ્હનિયા લે જાયેગે

આ ફિલ્મ પ્રેમમાં તમારો વિશ્વાસ વધારી દેશે. આ ફિલ્મ અનેક રીતે ખાસ છે અને તેજ તો કારણ છે કે મુંબઇના એક થિયેટરમાં આ ફિલ્મે તેના 1000 શો પૂરા કર્યા છે.

આનંદ

આનંદ

બાબુમોશાઇ...આ એક એવરગ્રીન ફિલ્મ છે. જીવનના સારંશ સમાન આ ફિલ્મ તમને તમારા જીવનનું મૂલ્ય સમજાવી જશે.

અંદાજ અપના અપના

અંદાજ અપના અપના

તુમ પુરુષ નહીં મહાપુરુષ હો....આવા તો કંઇ કેટલાય ડાયલોગ તમને હસી હસીને પેટમાં દુખાડી દેશે. આ ફિલ્મ તો ધ મસ્ટ છે.

મુન્નાભાઇ M.B.B.S

મુન્નાભાઇ M.B.B.S

આ ફિલ્મના બન્ને ભાગ સરસ છે. તેમ છતાં તેના પહેલા પાર્ટનો પોતાનો એક ચાર્મ છે. સર્ક્રિટ અને મુન્નાભાઇની મિત્રતા, તેમની ક્યૂટ દાદાગિરી આ ફિલ્મને એક અલગ જ લેવલ પર મૂકે છે.

OMG – Oh My God!

OMG – Oh My God!

આ ફિલ્મ ધર્મ અંગે આપણી વિચારધારાને વધુ સભાન કરે છે અને આપણને એક સારા મનુષ્ય બનાવે છે. માટે આ ફિલ્મ જોવી જ રહી.

ગોલમાલ

ગોલમાલ

આ ફિલ્મ છે ક્લાસિક કોમેડી અને માસ્ટરપીસ. અને આટલું કહ્યા બાદ પણ મને લાગે છે કે મેં આ ફિલ્મના ઓછા જ વખાણ કર્યા. આ ફિલ્મ માટે જેટલું લખો તેટલું ઓછું છે.

ક્વીન

ક્વીન

આ ખાલી એક સ્ત્રી પ્રધાન્ય ફિલ્મ જ નથી. આ ફિલ્મ દ્વારા આપણને શીખવા મળે છે કે આપણી ખુશી માટે આપણે જ પ્રયત્નશીલ થવું પડશે.

A Wednesday

A Wednesday

ભારતના એક કોમન મેન અને તેની કોમન સમસ્યાને મૂક અને સુંદર રીતે આ ફિલ્મમાં બતાવવામાં આવી છે.

બર્ફી

બર્ફી

ખુશી મેળવવા માટે પૈસાની જરૂર નથી. તે વાત ખૂબ જ સુંદર રીતે આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

ગુરુ

ગુરુ

જે લોકોને પણ સપના જોવાની, પોતાના સપનાને જીવવાની આશ હોય છે તેમના માટે આ ફિલ્મ ખરેખર પ્રેરણાદાયક છે.

જીંદગી ના મિલેગી દોબારા

જીંદગી ના મિલેગી દોબારા

તમને જ્યારે લાગે છે જીવનમાં હવે કંઇ રહ્યું નથી ત્યારે આ ફિલ્મ જરૂરથી જોજો. તે તમને જીવતા શીખવી શકે છે.

English summary
Photos Of Must Watch Hindi Movies In Life Time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X