For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરઃ અનુપમ ખેર સહિત 14 સામે FIR કરવાનો આદેશ

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટર પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના જીવન પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટર પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. બિહારના મુઝફ્ફરપુરમાં એક સ્થાનિક અદાલતે એક્ટર અનુપમ ખેર અને અન્ય 13 સામે કેસ ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે આ આદેશ વકીલ સુધીર ઓઝાની એક અરજી પર સુનાવણી બાદ આપ્યો જે ફિલ્મ ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર સામે દાખલ કરવામાં આવી હતી.

anupam kher

વકીલ સુધીર ઓઝા દ્વારા દાખલ અરજીમાં આ ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. સુધીર ઓઝાની અરજીમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને દેશના અન્ય નેતાઓની છબી બગાડવાની કોશિશ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને યુપીએ સરકાર પર બનેલી ફિલ્મ ધ એક્સિડેન્ટર પ્રાઈમ મિનિસ્ટર ટ્રેલર લોન્ચ સાથે વિવાદોમાં આવી ગઈ હતી.

આ ફિલ્મ 11 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. કોંગ્રેસ આ ફિલ્મનો વિરોધ કરી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે આ બધુ ભાજપના ઈશારે કરવામાં આવી રહ્યુ છે. જ્યારે અભિનેતા અનુપમ ખેરનું કહેવુ છે કે ફિલ્મનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી. તેમણે દાવો કર્યો કે મનમોહન સિંહ ફિલ્મ જોયા બાદ તેમને ચા પીવા આમંત્રણ આપશે.

આ પણ વાંચોઃ મણિકર્ણિકા વિવાદ - બે જણ તો મારી ફિલ્મ વચમાં છોડીને ભાગી ગયાઃ કંગનાઆ પણ વાંચોઃ મણિકર્ણિકા વિવાદ - બે જણ તો મારી ફિલ્મ વચમાં છોડીને ભાગી ગયાઃ કંગના

English summary
The Accidental Prime Minister: muzaffarpur court orders to register an fir against anupam kher and 13 others
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X