• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દીપિકાની સૌથી મોટી ક્રિટિક તેમના ઘરમાં જ છે!

|

મુંબઈ, 25 નવેમ્બર : હાલમાં રામલીલા ફિલ્મની સફળતાની ઉજવણી કરતા દીપિકા પાદુકોણે માને છે કે તેમના વખાણ કરનારાઓ તો ઘણા છે, પરંતુ તેમની સૌથી મોટી ક્રિટિક એટલે કે નિંદક તેમના ઘરમાં જ છે અને તે છે તેમની નાની બહેન.

દીપિકાએ જણાવ્યું - તે હંમેશા બહુ પ્રામાણિક રહે છે અને હું તેની વાતનુ ખોટુ નથી લગાડતી. તે પોતાના વિચારો અંગે ખૂબ જ પ્રામાણિક છે. તે મારી સૌથી મોટી ક્રિટક છે અને પોતાના દિલની વાત કહી નાંખે છે, ભલે પછી તે મારી ટીકા જ કરતી હોય. મને તેની વાતનુ માઠુ નથી લાગતુ, કારણ કે તે બહુ નિખાલસ છે અને મારી પાસે સારા કામની અપેક્ષા રાખે છે. જ્યાં સુધી રામલીલાનો પ્રશ્ન છે, તો આ ફિલ્મ તેને બહુ ગમી છે.

27 વર્ષીય દીપિકા પાદુકોણે કહે છે - હું રિલેશનશિપ માટે તૈયાર નથી. તેમણે જણાવ્યું - મને નથી લાગતું કે હું આ ક્ષણે રિલેશનશિપ માટે તૈયાર ચું. મને નથી લાગતું કે મારા કૅરિયરનો મારી રિલેશનશિપ સાથે કોઈ જ સંબંધ છે. હાલ હું આ રીતે ખુશ છું અને કોઈ રિલેશનશિપ માટે તૈયાર નથી.

English summary
Actress Deepika Padukone, who has been appreciated for her performance in Sanjay Leela Bhansali's latest offering "Goliyon Ki Raasleela - Ram Leela", says her younger sister Anisha Padukone is her most blunt critic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X