આ હતી સામંથા-નાગા ચૈતન્યના ડિવૉર્સનુ ચોંકાવનારુ કારણ! સેક્સ સીનથી નારાજ હતો પરિવાર
નવી દિલ્લીઃ તમિલ સિનેમાની અભિનેત્રી સામંથા રુથ પ્રભુથી અલગ થયા બાદથી અભિનેતા નાગા ચૈતન્ય આ મામલે મૌન રાખી રહ્યા છે. સામંથાએ ઘણી જગ્યાએ પોતાના ડિવૉર્સ વિશે ખુલીને વાત કરી છે ત્યાં ચૈતન્યએ સાર્વજનિક રીતે ચૂપ રહેવાનો વિકલ્પ પસંદ કર્યો. સહુ કોઈ એ જાણવા માંગતા હતા કે છેવટે એવુ કયુ કારણ રહ્યુ કે જેણે બંનેને અલગ કરી દીધા. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે નાગા ચૈતન્ય સામંથાના બોલ્ડ રોલ્સ કરવાથી નાખુશ હતા.

અભિનેત્રીનો બોલ્ડ સીન જોઈને શૉક થઈ ગયો હતો નાગા ચૈતન્યનો પરિવાર
બૉલિવુડ લાઈફના રિપોર્ટ મુજબ નાગા ચૈતન્ય સાથે-સાથે તેમના પેરેન્ટ્સ પણ નહોતા ઈચ્છતા કે તે ફિલ્મોમાં બોલ્ડ ભૂમિકા નિભાવે કે આઈટમ નંબર કરે. રિપોર્ટસ મુજબ નાગા ચૈતન્ય અને તેમનો પરિવાર ધ ફેમિલી મેન 2માં અભિનેત્રીનો બોલ્ડ સીન જોઈને પણ શૉક થઈ ગયા હતા. તે આ સીનને જોઈને ઘણા નિરાશ થયા હતા. એટલુ જ નહિ નાગાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ડિવૉર્સના કારણ સાથે જોડીને જોઈ રહ્યા છે. નાગાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે તેના એક ઈન્ટરવ્યુનો હિસ્સો છે.

વાયરલ વીડિયોથી થઈ રહી છે અટકળો
આ ઈન્ટરવ્યુમાં નાગા કહે છે કે જો કોઈ વાતથી મારા પરિવારને દુઃખ પહોંચશે તે એને તે સહન નહિ કરે. નાગા કહે છે કે હું કોઈ પણ પ્રકારના રોલ કરવા માટે તૈયાર છુ પરંતુ મને લાગે છે કે કોઈ વાતથી મારા પરિવાર પર અસર પડશે તો હું એ લાઈન ક્રૉસ નહિ કરુ. જ્યારે તેમને એક અન્ય સવાલ કરવામાં આવ્યો કે કેવી રીતે રોલ અને ફેમિલિ બંને અલગ છે. આના પર નાગા ફરીથી કહે છે કે કંઈ પણ એવુ જે તેને સારુ ના લાગે. બસ એ જ મારી લાઈન છે. આ ઉપરાંત હું દરેક પ્રકારના રોલ માટે ઓપન છુ.

2017માં સામંથાએ કર્યા હતા નાગા સાથે લગ્ન
હવે આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો સામંથા અને નાગાના ડિવૉર્સ સાથે જોડીને જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સામંથા હાલમાં જ અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પા ધ રાઈઝનુ આઈટમ સોંગ રિલીઝ થયુ છે. આ ગીતમાં સામંથાના બોલ્ડ મૂવ્ઝ જોવા મળી રહ્યા છે. સામંથાએ પોતાના કરિયરમાં પહેલી વાર આઈટમ સોંગ કર્યુ છે. સામંથા અને નાગાના લગ્ન વર્ષ 2017માં ખૂબ ધામધૂમથી થયા હતા. બંનેએ દક્ષિણ ભારતીય અને ક્રિશ્ચિયન રીત-રિવાજથી લગ્ન કર્યા હતા.