For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાનાએ મહિલા આયોગને કહ્યું, તનુએ 10 વર્ષ પહેલાં આરોપ કેમ ન લગાવ્યો?

નાનાએ કહ્યું, તનુએ 10 વર્ષ પહેલાં આરોપ કેમ ન લગાવ્યો?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એક્ટર નાના પાટેકરે તનુશ્રી દત્તાના યૌન ઉત્પીડનના આરોપો પર મહિલા આયોગને જવાબ મોકલ્યો છે. અભિનેત્રી તનુશ્રી દત્તાએ મી ટૂ અંતર્ગત નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો, જે બાદ મહારાષ્ટ્ર મહિલા આયોગે નાના પાટેકરને નોટિસ મોકલીને જવાબ માગ્યો હતો. આ નોટિસના જવાબમાં નાના પાટેકરે તનુશ્રીના આરોપોને ખોટા ગણાવ્યા. જેના જવાબમાં નાના પાટેકરે 2008માં તનુશ્રીની પોલીસ ફરિયાદનો ઉલ્લેખ કર્યો છે.

નાનાએ આરોપોને ખોટા ગણાવ્યા

નાનાએ આરોપોને ખોટા ગણાવ્યા

નાના પાટેકરે મહારાષ્ટ્ર મહિલા આયોગની નોટિસનો જવાબ મોકલ્યા છે. નાના પાટેકરે પોતાના વકીલ દ્વારા કહ્યું કે એક્ટ્રેસે તેમના પર ખોટા આરોપો લગાવ્યા છે. નાના પાટેકરે કહ્યું કે વર્ષ 2008માં તનુશ્રીએ પોલીસમાં જે ફરિયાદ કરી હતી, તેમાં માત્ર કાર સાથે તોડફોડની જ વાત કરી હતી. ત્યારે તેમણે છેડતીનો આરોપ ન લગાવ્યો અને હવે 10 વર્ષ બાદ આરોપો લગાવી રહી છે.

તનુશ્રીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ

તનુશ્રીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ

તનુશ્રી દત્તાએ નાના પાટેકર વિરુદ્ધ 10 વર્ષ પહેલા યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જ્યારે તેમણે ખુલાસો કર્યો હતો કે વિવેક અગ્નિહોત્રીએ ચોકલેટ ફિલ્મના સેટ પર તેને કપડાં ઉતારીને નાચવા કહ્યું હતું. તનુશ્રીએ દાવો કર્યો કે બે એક્ટરનો પણ સાથ મળ્યો. એક્ટ્રેસને ભલે 10 વર્ષ પહેલાં કોઈ સપોર્ટ ન મળ્યો પરંતુ આજે મોટાભાગના સ્ટાર્સ તેમની સાથે છે.

કેટલાય એક્ટર્સ પર લાગ્યો યૌન શોષણનો આરોપ

કેટલાય એક્ટર્સ પર લાગ્યો યૌન શોષણનો આરોપ

જણાવી દઈએ કે #MeToo કેમ્પેઈન અંતર્ગત અત્યાર સુધીમાં બૉલીવુડના આલોક નાથ, નાના પાટેકર, સાજિદ ખાન, વિકાસ બહલ, લવ રંજન, રજત કપૂર, પીયૂષ મિશ્રા, રોનિત રૉય જેવી કેટલીય નામી હસ્તિઓના નામ સામે આવી ચૂક્યાં છે. જ્યારે કેન્દ્રી મંત્રી એમજે અકબર પર પણ કેટલીક પત્રકારોએ યૌન શોષણનો આરોપ અને રેપનો આરોપ લગાવ્યો હતો, જે બાદ એમજે અકબરે પોતાનું પદ ગુમાવવું પડ્યું. આ આરોપોને ખોટા ગણાવતા એમજે અકબરે પત્રકાર પર માનહાનિનો કેસ પણ કર્યો છે.

હવે વિદેશી રેસલર રેબેલના પગમાં પડી બોલી રાખી, ‘બહેનજી માફ કરી દો મને'હવે વિદેશી રેસલર રેબેલના પગમાં પડી બોલી રાખી, ‘બહેનજી માફ કરી દો મને'

English summary
Nana Patekar's Answer To Maharashtra State Commission For Woman's Notice On Tanushree Dutta.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X