For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેશનલ ફિલ્મ અવોર્ડ્સઃ ભણસાલીની ફિલ્મ પદ્માવતે ડંકો વગાડ્યો, જીત્યા આટલા અવોર્ડ્સ

નેશનલ ફિલ્મ અવોર્ડ્સઃ ભણસાલીની ફિલ્મ પદ્માવતે ડંકો વગાડ્યો, જીત્યા આટલા અવોર્ડ્સ

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું એલાન થઈ ગયું છે, આ ખાસ કાર્યક્રમ શાસ્ત્રી ભવનના ફર્સ્ટ ફ્લોરના પીઆઈબી કોન્ફ્રેન્સ હૉલમાં આયોજિત કરવામાં આવ્યો, આજે ફીચર ફિલ્મોની 31 શ્રેણીમાં નેશનલ અવોર્ડ્સ આપવામાં આવ્યા, જ્યારે 23 બિન ફીચર અને 21 ફીચર ફિલ્મોમાં પુરસ્કાર આપવામાં આવ્યા, આ વખતે આ અવોર્ડ સમારોહમાં સંજય લીલા ભણસાલીની વિવાદોમાં ફસાયેલ ફિલ્મ પદ્માવતે કેટલાય અવોર્ડ પોતાના નામે કર્યા છે.

ભણસાલીની ફિલ્મ પદ્માવતની બોલબાલા

ભણસાલીની ફિલ્મ પદ્માવતની બોલબાલા

આ ફિલ્મ માટે ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને બેસ્ટ મ્યૂજિક ડાયરેક્ટરનો અવોર્ડ પણ મળ્યો છે, તેમને આ પુરસ્કાર ફિલ્મના બધા ગીત માટે મળ્યા છે, જ્યારે ફિલ્મના ઘૂમર ગીત માટે જ્યોતિને બેસ્ટ કૉરિયોગ્રાફરનો અવોર્ડ આપવામાં આવ્યો છે, જ્યારે આ ફિલ્મના હિટ સૉન્ગ બિતેં દિલ.. માટે ગાયક અરિજીત સિંહને બેસ્ટ સિંગરનો અવોર્ડ આપવામાં આવ્યો છે.

વિવાદો બાદ પણ સફળતાનો પરચમ લહેરાવ્યો

વિવાદો બાદ પણ સફળતાનો પરચમ લહેરાવ્યો

જણાવી દઈએ કે સંજય લીલા ભણસાલીની આ બહુચર્ચિત ફિલ્મને લઈ ભારતમાં કરણી સેનાએ ભારે વિરોધ કર્યો હતો, તેમના વિરોધને પગલે જ ફિલ્મનું નામ પદ્માવતીથી બદલને પદ્માવત કરી દેવામાં આવ્યું હતું. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ હતા. પહેલા આ ફિલ્મ 1 ડિસેમ્બર 2017ના રોજ રિલીઝ થનાર હતી પરંતુ કરણી સેનાના વિરોધ અને સુપ્રીમ કોર્ટમાં ચાલેલ કાનૂની કાર્યવાહી બાદ આ ફિલ્મ 25 જાન્યુઆરી 2018ના રોજ રિલીઝ થઈ. ફિલ્મ વિવાદોમાં ફસાઈ છતાં આ ફિલ્મે સફળતાનો પરચમ લહેરાવ્યો અને ફિલ્મે બૉક્સ ઑફિસ પર 5.85 બિલિયન રૂપિયાની કમાણી કરી હતી.

વાર્તા

વાર્તા

આ ફિલ્મમાં ચિતૌડની પ્રસિદ્ધ રાજપૂત રાણી પદ્મિનીનું વર્ણન કરવામાં આવ્યું છે જે રાવલ રતન સિંહની પત્ની હતી. આ ફિલ્મ દિલ્હી સલ્તનતના તુર્કી શાસક અલાઉદ્દીન ખિલજીના 1303માં ચિત્તૌડગઢના કિલ્લા પર કરેલ આક્રમણને પણ દર્શાવે છે. પદ્માવત મુજબ ચિત્તૌડ પર અલાઉદ્દીનના આક્રમનું કારણ રાણી પદ્મિનીના અનુપમ સૌંદર્ય પ્રત્યે તેનું આકર્ષણ હતું. 28 જાન્યુઆરી 1303ના રોજ સુલ્તન ચિત્તૌડના કિલ્લા પર અધિકાર કરવામાં સફળ થયા. રાણા રતન સિંહ યુદ્ધમાં શહીદ થયા અને તેની પત્ની રાણી પદ્મિનીએ અન્ય સ્ત્રીઓની સાથે આત્મ-સન્માન અને ગૌવને મૃત્યુથી ઉપર રાખતા જૌહર કરી લીધું હતું.

<strong>#NationalFilmAwards: અંધાધુન બેસ્ટ ફિલ્મ, આયુષ્માન-વિક્કી કૌશલ બેસ્ટ એક્ટર</strong>#NationalFilmAwards: અંધાધુન બેસ્ટ ફિલ્મ, આયુષ્માન-વિક્કી કૌશલ બેસ્ટ એક્ટર

English summary
national film awards 2019: film padmaavat received Best Music Direction, Choreography and Male Playback Singer award this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X