#NationalFilmAwards: અંધાધુન બેસ્ટ ફિલ્મ, આયુષ્માન-વિક્કી કૌશલ બેસ્ટ એક્ટર
નવી દિલ્હીઃ 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનું એલાન થઈ ગયું છે, આ ખાસ કાર્યક્રમ શાસ્તરી ભવનના ફર્સ્ટ ફ્લોરના PIB કોન્ફ્રેન્સ હોલમાં આયોજિત કરવામાં આવ્યો, આજે ફિચર ફિલ્મોના 31 શ્રેણિઓમાં નેશનલ અવોર્ડ આપવામાં આવ્યા જ્યારે 23 બિન ફીચર અને 31 ફીચર ફિલ્મમાં પુરસ્કાર આપવામાં આવ્યા, આ વખતે બૉલીવુડ ફિલ્મોમાં અંધાધુને બાજી મારી છે અને ફિલ્મને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મના પુરસ્કાર માટે ચૂંટવામાં આવી છે.

આ છે વિજેતાઓની યાદી
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ પૉપ્યુલર ફિલ્મ- બધાઈ હો
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ એક્ટ્રેસ- કીર્તિ સુરેશ (મહાનતી, તેલુગૂ)
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ એક્ટર- આયુષ્માન ખુરાના (અંધાધુન), વિક્કી કૌશલ (ઉરી)
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ મેલ સિંગર- અરિજીત સિંહ
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ મ્યૂજિક ડાયરેક્શન- ફિલ્મ- ઉરી
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ મ્યૂજિક ડાયરેક્શન- સંજય લીલા ભણસાલી, ફિલ્મ- પદ્માવત (બધા ગીત)
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ કોરિયોગ્રાફી સૉન્ગ- ઘૂમર (ફિલ્મ- પદ્માવત)
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ એક્શન ફિલ્મ- KGF
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ હિન્દી ફિલ્મ- અંધાધુન
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ તમિલ ફિલ્મ- બારમ
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ મરાઠી ફિલ્મ- ભોંગા
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ રાજસ્થાની ફિલ્મ- ટર્ટલ
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ અવોર્ડ- ઉત્તરાખંડ
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ શૉર્ટ ફિલ્મ (ફિચર) - ખરવાસ, નિર્દેશક- આદિત્ય સુહાસ
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારઃ બેસ્ટ સ્પોર્ટ્સ ફિલ્મ- સ્વીમિંગ થ્રૂ ડાર્કનેસ
- બ્લેસ જૉની અને નંત વિજયને સર્વશ્રેષ્ઠ ફિલ્મ સમીક્ષકનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર

વિજેતાઓની યાદી
|
દર વર્ષે અવોર્ડ અપાય છે
જણાવી દઈએ કે દર વર્ષે નેશનલ અવોર્ડ વિનર્સનું એલાન એપ્રિલમાં કરવામાં આવતું હતું પરંતુ આ વખતે લોકસભા ચૂંટણીને કારણે એપ્રિલમાં પુરસ્કાર આપવામાં નહોતા આવ્યા, હવે સ્વતંત્રતા સંગ્રામ પહેલા શુક્રવારે અવોર્ડની ઘોષણા થઈ. ઉલ્લેખનીય છે કે દરેક વર્ષે વિવિધ ભારતીય ભાષાઓમાં ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કાર ઘોષિત કરવામાં આવે છે. આ અંતર્ગત બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્શન, બેસ્ટ પ્રોડક્શન, સામાજિક સંદેશ, ગાયક, ગીત અને સંગીતકારની શ્રેણિઓમાં નામાંકન કરવામાં આવે છે.