• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નૌટંકી સાલાનું વર્લ્ડ ટેલીવિઝન પ્રીમિયર 31મી ઑગસ્ટે

|

મુંબઈ, 22 ઑગસ્ટ : આગામી વીકેન્ડે ટીવી ચૅનલ સ્ટાર ગોલ્ડ ઉપર નૌટંકી સાલા ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર યોજાશે. બહેતરીન અને મનોરંજક ફિલ્મ નૌટંકી સાલાનું પ્રસારણ 31મી ઑગસ્ટે રાત્રે આઠ વાગ્યે થશે.

નૌટંકી સાલા એક સાફ-સુથરી અને પારિવારિક ફિલ્મ છે કે જેમાં બહુમુખી પ્રતિભાના માલિક અભિનેતા આયુષ્માન ખુરાના મુખ્ય ભૂમિકામાં છે. સહજ હાસ્ય અભિનય માટે જાણીતા અભિનેતા કુણાલ રૉય કપૂર આયુષ્માનના સહ-કલાકાર છે. સ્ટાર ગોલ્ડના કાર્યકારી ઉપ પ્રમુખ હેમલ ઝવેરીએ જણાવ્યું - સ્ટાર ગોલ્ડે હાસ્ય, મારધાડ તથા ડ્રામાથી લઈ રોમાંટિક ફિલ્મો સુધી અનેક ધારદાર ફિલ્મો પોતાના દર્શકો માટે રજુ કરી છે. નૌટંકી સાલા ફિલ્મના પ્રસારણ વડે અમે પોતાના દર્શકોને નવીનતમ બૉલીવુડ ફિલ્મો ટેલીવિઝન ઉપર રજૂ કરવાનો પોતાનો વાદો નિભાવી રહ્યાં છે. નૌટંકી સાલાનું વર્લ્ડ પ્રીમિયર પરિવાર સાથે 31મી ઑગસ્ટ શનિવારે જોઈ શકાય છે.

નોંધનીય છે કે નૌટંકી સાલા ફિલ્મ રામ (આયુષ્માન) તથા મંદાર (કુણાલ)ની મૈત્રીની વાર્તા છે. ફિલ્મમાં દર્શાવાયું છે કે કઈ રીતે તે બંને પોત-પોતાની સમસ્યાઓનો સામનો કરે છે અને તેમને હલ કરે છે.

English summary
Watch the World Television Premier of ‘Nautanki Saala’ on Star GOLD on August 31 at 8 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X