નવ્યાનો 19મો જન્મદિવસ:સોશિયલ મીડિયા પર વાયરલ થયા Photos

Written By:
Subscribe to Oneindia News

નવ્યા નવેલી હાલમાં જ 19 વર્ષની થઇ છે અને તેણે પોતાનો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવ્યો છે. નવ્યા નંદાને હવે કોઇ ઇન્ટ્રોડક્શનની જરૂર રહી નથી, સોશિયન મીડિયા પર પોતાના નિત-નવા ફોટાને લીધે તે અવારનવાર સમચારમાં ચમકતી રહે છે. હાલ તે વિદેશમાં ભણે છે અને ત્યાં જ તેણે પોતાના ફઅરેન્ડ્સ જોડે પોતાનો 19મો જન્મદિવસ ઉજવ્યો હતો.

અમિતાભ બચ્ચનની આ પૌત્રી અને શાહરૂખનો દિકરો આર્યન ખાન ભવિષ્યના બોલિવૂડ સુપરસ્ટાર્સમાં સૌથી વધુ ફેમસ છે. નવ્યા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તેનું ફેન ફોલોઇંગ પણ ખૂબ વધારે છે. ઘણા સમય પહેલાં આર્યન અને નવ્યા એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ખબરોએ ખૂબ જોર પકડ્યું હતું અને આ બંન્નેના ફોટ શોશિયલ મીડિયા પર તથા અખબારોમાં છવાઇ ગયા હતા. જો કે, શાહરૂખ કે બચ્ચન પરિવારે આ અંગે કોઇ જ કોમેન્ટ કરી નહોતી.

નવ્યાના 19મા જન્મદિવસની તસવીરો જોવા આગળ વાંચતા રહો.

નવ્યા નવેલી

નવ્યા નવેલી

નવ્યા હાલ 19 વર્ષની છે અને તે સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની તસવીરો શેર કરો છે. નવ્યાએ પોતાનું સ્કુલિંગ લંડનમાં કર્યું છે, શાહરૂખ ખાનનો પુત્ર આર્યન અને નવ્યા સ્કૂલમેટ્સ છે અને સારા મિત્રો છે. બોલિવૂડમાં સ્ટારકિડ્સની ફ્રેન્ડશિપનો ટ્રેન્ડ બહુ જૂનો છે, ભવિષ્યમાં નવ્યા અને આર્યન ફિલ્મોમાં જોડી જમાવે એવી પૂરી શક્યતા છે. નવ્યાની આ બર્થ ડે બેશમાં સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન પણ જોવા મળી હતી.

ધમાકેદાર પાર્ટી

ધમાકેદાર પાર્ટી

નવ્યાની 19મી બર્થડે પાર્ટી ખૂબ શાનદાર હતી, ફોટો જોઇને જ તમને ખ્યાલ આવી જશે કે નવ્યાએ ફ્રેન્ડ્સ સાથે ખૂબ ધમાલ-મસ્તી કરી છે. પોતાના જન્મદિવસ પર નવ્યા શોર્ટ ગોલ્ડન ડ્રેસમાં ખૂબ હોટ લાગતી હતી. નવ્યા ખૂબ જ સુંદર છે અને જલ્દી જ બોલિવૂડમાં એન્ટ્રી કરશે આવું કહેવાઇ રહ્યું છે, પરંતુ બચ્ચન પરિવાર આ અંગે કોઇ પણ કોમેન્ટ કરવાથી હંમેશા બચતું રહે છે.

ફોટાનો વિવાદ

ફોટાનો વિવાદ

નવ્યા આમ તો મીડિયાથી દૂર રહે છે, પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે, તે પોતાની ફન પાર્ટી અને એક્ઝોટિક વેકેશનના ફોટા અવારનવાર પોસ્ટ કરતી રહે છે અને તેને કારણે ઘણીવાર સમાચારમાં ચમકતી રહે છે. થોડા સમય પહેલા નવ્યાએ પોતના એક વેકેશનના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, જેમાં તે બિકિનીમાં જોવા મળી હતી. આ મુદ્દો મીડિયામાં ખૂબ ચર્ચાયો હતો, જે પછી અમિતાભે નવ્યા અને આરાધ્યાને એક પત્ર લખ્યો હતો અને પોતાના ટ્વીટર તેમ જ બ્લોગ પર પણ એ અંગે પોસ્ટ કરી હતી.

કોને કરી રહી છે ડેટ?

કોને કરી રહી છે ડેટ?

ઘણા સમયથી નવ્યા અને આર્યન સાથે હોવાના સમાચારોએ જોર પકડ્યું હતું. આર્યન અને નવ્યા બંન્ને મીડિયાથી દૂર રહે છે અને તેમની ફેમિલિ પણ આ અંગે કોઇ દિવસ કોમેન્ટ કરતી નથી. જો કે, હવે કહેવાઇ રહ્યું છે કે આ બંન્ને માત્ર સારા મિત્રો છે. થોડા સમયથી નવ્યાના ફોટોઝમાં તેની સાથે મિસ્ટ્રી બોય જોવા મળી રહ્યો છે. આ બંન્નેના ફોટોઝ જોઇને જ ખબર પડી જાય છે કે બંન્ને ખૂબ સારા મિત્રો હશે.

English summary
Navya Naveli Nanda recently celebrated her 19th birthday with friends, see pics.
Please Wait while comments are loading...