• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#Respect: દેશને નામ નવાઝુદ્દીનનો સુંદર મેસેજ, જુઓ વીડિયો

By Shachi
|
Google Oneindia Gujarati News

બોલિવૂડ સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી એક એવા એક્ટર છે, જેમના ટેલેન્ટ આગળ ભલ-ભલા પાણી ભરે છે. બોલિવૂડનો મોટામાં મોટો સ્ટાર પણ નવાઝુદ્દીનના ટેલેન્ટ માટે તેમને માન આપે છે. હાલમાં જ નવાઝુદ્દીને કઇંક એવું કર્યું છે, જે જોઇને તમારા મનમાં એમને માટે રિસ્પેક્ટ વધી જશે. નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો થકી તેમણે દેશના નાગરિકોને એક સુંદર મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે.

56 સેકન્ડનો વીડિયો

56 સેકન્ડના પોતાના વીડિયોમાં નવાઝે કહ્યું છે કે, હું હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, ક્રિશ્ચન તમામ ધર્મ નો છું. પરંતુ હું 100% એક આર્ટિસ્ટ છું. તેમણે આ વીડિયો ખૂબ ક્રિએટિવ રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે કહ્યું છે, હું 16.66 ટકા હિંદુ છું, 16.66 ટકા મુસલમાન, ક્રિશ્ચન, બૌદ્ધ છું. પરંતુ જ્યારે મેં મારી આત્મની ચકાસણી કરી ત્યારે મને સમજાયું કે, હું 100% એક આર્ટિસ્ટ છું.

#SixteenPointSixSix

A post shared by Nawazuddin Siddiqui (@nawazuddin._siddiqui) on

સોનુ નિગમની અઝાન કોન્ટ્રોવર્સિ

ઉલ્લેખનીય છે કે, એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી દરેક મુદ્દે ખુલીને પોતાના મનની વાત મુકે છે. આ વીડિયો થકી પણ એમણે લોકોને એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. હાલ દેશમાં અને બોલિવૂડમાં સોનુ નિગમે અઝાન અંગે કરેલ ટ્વીટની કોન્ટ્રોવર્સિ ચર્ચાનો મુખ્ય વિષય છે. ઘણા લોકોએ સોનુના એ ટ્વીટને મુસ્લિમ વિરોધી ગણાવ્યું છે. બોલિવૂડમાં કેટલાક લોકો સોનુનો સાથ આપી રહ્યાં છે, તો કેટલાક સોનુના આ ટ્વીટને વખોડી રહ્યાં છે. એવામાં નવાઝનો આ વીડિયો બોલિવૂડ અને દેશને એક્તાનો એક સુંદર મેસેજ આપી જાય છે.

અહીં વાંચો - સોનુ નિગમે આપ્યું સ્પષ્ટીકરણ, હું મુસ્લિમ વિરોધી નથી..અહીં વાંચો - સોનુ નિગમે આપ્યું સ્પષ્ટીકરણ, હું મુસ્લિમ વિરોધી નથી..

English summary
Nawazuddin Siddiqui latest video is must watch for every Indian citizen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X