નવાઝુદ્દીન સિદ્દીકીએ ગેરકાનૂની રીતે કરાવી હતી પત્નીની જાસૂસી

Posted By:
Subscribe to Oneindia News

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પર આરોપ છે કે તેમણે તેમની પત્ની અંજલિ સિદ્દીકીના કોલ રેકોર્ડસ ગેરકાનૂની રીતે મેળવ્યા છે. અને આ મામલે તેમના વકીલ પણ તેમની સાથે જોડાયેલા છે તેમ બહાર આવ્યું છે. નવાઝ પર આરોપ છે કે તેમણે અંજલિની કોલ ડિટેલ મેળવવા માટે તેમના વકીલ રિઝવાન સિદ્દીકીની મદદ લીધી હતી અને 50,000 રૂપિયામાં કોલ ડેટા રેકોર્ડ મેળવ્યો હતો. આ મામલે અભિનેતાને થાણે પોલિસે સમન મોલક્યો છે. પણ તે હજી નથી આવ્યા. માટે પોલીસ બીજી વાર તેમને સમન મોકલવાની તૈયારી કરી રહી છે. નોંધનીય છે કે પોલીસની સામે આ તમામ હકીકત ત્યારે આવી જ્યારે પોલીસે એક કોલ ડેટા રેકોર્ડ એટલે કે સીડીઆર કૌભાંડનો ભાંડો ફોડ્યો. આ સ્કેમમાં પોલીસે તપાસ દરમિયાન અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ બહાર નીકાળ્યું છે.

શું છે મામલો?

શું છે મામલો?

આ કેસમાં ડેપ્યુટી પોલીસ કમિશ્નર ક્રાઇમ અભિષેક ત્રિમુખીએ જણાવ્યું કે આ કેસમાં જ્યારે કૌભાંડ આચરનાર આરોપીઓ પકડાયા તો તેમણે પોતાના નિવેદનમાં આ વાતને કબૂલી હતી કે અભિનેતાના વકીલ રિઝવાન સિદ્દીકીએ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના કહેવા પર પૈસા આપી તેમની પત્નીની જાસૂસી કરાવી હતી. અને તેમની પત્નીના કોલ ડેટાની રેકોર્ડ મેળવી હતી. આમ જોવા જઇએ તો ગેરકાનૂની રીતે શંકાના આધારે નવાજે પોતાની પત્ની પ્રાઇવેટ જાણકારી બહાર નીકાળવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપીઓનું નિવેદન

આરોપીઓનું નિવેદન

ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે પકડાયેલા આરોપી પ્રસાદ પાલેકર, અજિંક્ય નાગરગોજે અને જિગર મખાનાએ પોલીસને આ અંગે સમગ્ર જાણકારી આપી હતી. અને તપાસ બાદ તેમની આ વાત સાચી સાબિત થઇ હતી. આરોપીએ જણાવ્યું કે સિદ્દીકીએ અલગ અલગ સુત્રોથી આ કોલ ડિટેલ મેળવી હતી. અને તે જાણકારી મળી જતા તેમણે અભિનેતાને આ તમામ જાણકારીઓ સોંપી દીધી હતી. જો કે હવે પોલીસ આ મામલે અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીનું પણ નિવેદન લેવા માંગે છે.

નવાઝુદ્દીન સિદ્દીકી

નવાઝુદ્દીન સિદ્દીકી

પોલીસે આ જ કારણે 9 માર્ચે નવાઝને પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે કહ્યું હતું. પણ તે નહતા આવ્યા. બીજી તરફ આ કેસમાં નવાઝ સિદ્દીકીના વકીલ રિઝવાન સિદ્દીકી પોલીસ સમક્ષ પોતાની નિવેદન દાખલ કરી ચૂક્યા છે. અને તપાસ માટે હવે ખાલી નવાઝુદ્દીન સિદ્દીકીનું જ નિવેદન બાકી છે.

શું છે આ સ્કેમ?

શું છે આ સ્કેમ?

જાન્યુઆરીમાં પોલીસે એક કેસ મામલે જાણકારી મળી જેમાં અનેક લોકો પ્રાઇવેટ જાસૂસોની મદદ લઇને લોકોની પ્રાઇવેટ જાણકારી મેળવે છે. 29 જાન્યુઆરીએ પોલીસે આ મામલે 4 જાસૂસોને પકડ્યા હતા. જેમણે અનેક લોકોને પૈસાની લાલચે બીજા લોકોની પ્રાઇવેટ કોલ જાણકારી વેચી હતી. તેમાં કેટલાક વીઆઇપી લોકોના પણ કોલ રેકોર્ડ્સ હતા. જેની કિંમત 25,000 રૂપિયાથી શરૂ થતી હતી. અને પોલીસે આ સ્કેમ હેઠળ લગભગ 100 જેટલી સીઆરડી ડિટેલ જપ્ત કરી છે. જો કે આ કેસમાં મુખ્ય આરોપી ફરાર થઇ ગયો છે. પોલીસ તેની પણ તપાસ કરી રહી છે.

English summary
Nawazuddin siddiqui summoned thane police call detail record accused of getting call details of wife.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.