ડ્રગ્ઝ કનેક્શનઃ મુંબઈ પાછી આવશે દીપિકા પાદુકોણ, રકુલ પ્રીત- સિમોન ખંભાતાની પૂછપરછ આજે
મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્ઝ કનેક્શનની તપાસ કરી રહેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બૉલિવુડમાં ડ્રગ્ઝ નેક્સેસનો ભંડાફોડ કરી દીધો છે. ઝાકમઝોળવાળી સ્ટાર્સની આ દુનિયાનો કાળુ સત્ય એક-એક કરીને સામે આવી રહ્યુ છે. બૉલિવુડ ડ્રગ્ઝ કનેક્શનના તાર મોટા મોટા સ્ટાર્સ સાથે જોડાઈ રહ્યા છે. આ કેસમાં NCB એ બૉલિવુડની ટૉપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને સમન જારી કરીને પૂછપરછ માટે બોલાવી છે. એનસીબીના સમન બાદ દીપિકા પાદુકોણની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગોવામાં એક ફિલ્મનુ શૂટિંગ કરી રહેલ દીપિકા આજે મુંબઈ પાછી આવી શકે છે. તે સતત પોતાની લીગલ ટીમ સાથે સંપર્કમાં છે. પતિ રણબીર સિંહ અને દીપિકા વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા લીગલ એક્સપર્ટસ સાથે વાતચીત કરી રહ્યા છે.

25 સપ્ટેમ્બરે દીપિકાની NCB કરશે પૂછપરછ
સુશાંત કેસમાં ડ્રગ્ઝ કનેક્શનની તપાસ કરી રહેલ એનસીબી સામે મોટા ખુલાસા થઈ રહ્યા છે. બૉલિવુડના ઘણા સ્ટાર્સના નામોનો ખુલાસો થઈ રહ્યો છે. ડ્રગ્ઝ એંગલ કેસમાં એનસીબીએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહ સહિત 7 લોકોને સમન જારી કરીને પૂછપરછ માટે બોલાવ્યા છે. એનસીબીએ 25 ડિસેમ્બરે દીપિકાને પૂછપરછ માટે હાજર થવાના આદેશ આપ્યા છે. દીપિકા ગોવામાં એક ફિલ્મનુ શૂટિંગ કરી રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે તે આજે મુંબઈ પાછી આવી શકે છે. દીપિકા અને તેના પતિ રણબીર સિંહ પોતાની લીગલ ટીમ સાથે સતત વાતચીત કરી રહ્યા છે.

લીગલ ટીમ સાથે વાતચીત ચાલુ
સમન જારી થયા બાદથી જ દીપિકા પરેશાન છે. તે સતત પોતાની લીગલ ટીમના ટચમાં છે. 11 લોકોની લીગલ ટીમ દીપિકા સાતે સતત સંપર્કમાં છે અને વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા તેમની સાથે વાતચીત કરી રહી છે. દીપિકાના પતિ રણબીર સિંહ પણ તેમની સાથે છે.

રકુલપ્રીત અને સિમોન ખંભાતાની આજે પૂછપરછ
આજે એનસીબીએ અભિનેત્રી રકુલપ્રીત અને સિમોન ખંભાતાને પૂછપરછ માટે બોલાવ્યા છે. બંનેની ડ્રગ્ઝ કનેક્શન કેસમાં પૂછપરછ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રિયા ચક્રવર્તીએ એનસીબી સાથે પૂછપરછ દરમિયાન આમના નામ લીધા હતા. ત્યારબાદ એનસીબીએ રકુલ-સિમોનને સમન જારી કરીને આજે પૂછપરછ માટે બોલાવી. વળી, 25 સપ્ટેમ્બરે દીપિકા પાદુકોણની પૂછપરછ કરવામાં આવશે. જ્યારે શ્રદ્ધા કપૂર, સારા અલી ખાનની 26 સપ્ટેમ્બરે એનસીબીના હે઼ક્વાર્ટરમાં પૂછપરછ કરવામાં આવશે.

રિયાએ લીધુ હતુ સારાનુ નામ
રિયા ચક્રવર્તીએ એનસીબીની પૂછપરછ દરમિયાન સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહનુ નામ લીધુ હતુ. રિયાએ કહ્યુ હતુ કે કેદારનાથના શૂટિંગ દરમિયાન સારાએ ડ્રગ્ઝ લીધી હતી. વળી, દીપિકા પાદુકોણની જયા સાહાની મેનેજર કરિશ્મા સાથે ચેટ સામે આવ્યા બાદ તેનુ નામ ડ્રગ્ઝ એંગલ સાથે જોડાયુ હતુ. વળી, શ્રદ્ધા કપૂપ અને જયા સાહા વચ્ચે વૉટ્સએપ ચેટ પર વાત થઈ હતી જ્યાં તે ડ્રગ્ઝની માંગ કરી રહી હતી. આ કેસમાં એનસીબીએ 7 લોકોને સમન મોકલ્યા છે જેની આવતા 3 દિવસમાં પૂછપરછ કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા સત્રઃ કોંગ્રેસ MLAએ ગુસ્સામાં ફેંક્યુ માઈક