કંગના રનોતના દાવા પર શરદ પવારે કર્યો કટાક્ષ - ઈચ્છા છે કે કોઈ મારા નામ પર....
મુંબઈ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યુ છે. બંને તરફથી ટ્વિટર પર સતત કમેન્ટ પર કમેન્ટ કરવામાં આવી રહી છે. કંગનાએ કહ્યુ છે કે મુંબઈમાં તે અહીં જે બિલ્ડીંમાં રહે છે, તે એનસીપી ચીફ શરદ પવાર સાથે સંબંધિત છે. જેના પર પ્રતિક્રિયા આપતા શરદ પવારે કહ્યુ કે કંગનાના દાવામાં કોઈ સચ્ચાઈ નથી, તે કોઈ આધાર વિના જ ઘણુ બધુ કહી રહી છે. સાથે જ તેણે કટાક્ષ કરીને કહ્યુ કે મારી ઈચ્છા તો એ જ છે કે કોઈ મારા નામ એક બિલ્ડીંગનુ નામ રાખી લે.

'હું જે બિલ્ડીંગમાં રહુ છુ તે શરદ પવાર સાથે સંબંધિત છે'
તમને જણાવી દઈએ કે કંગનાએ કહ્યુ હતુ કે આ માત્ર મારા ફ્લેટનો મુદ્દો નથી પરંતુ એક ઈમારતનો મુદ્દો છે, આ બિલ્ડિંગ શરદ પવાર સાથે સંબંધિત છે, અમે તેમના ભાગીદાર પાસેથી ફ્લેટ ખરીદ્યો છે. માટે આના માટે તે જવાબદેહ છે, હું નહી, જેના પર શરદ પવારે આ વાત કહી.

'BMC કાયદા હેઠળ કામ કરી રહી છે તો આ યોગ્ય છે'
તમને જણાવી દઈએ કે આ પહેલા શરદ પવારે કહ્યુ હતુ કે કંગનાના નિવેદનોને અનુચિત મહત્વ આપવામાં આવી રહ્યુ છે. પવારે કહ્યુ કે જો બીએમસી કાયદા હેઠળ કામ કરી રહી છે તો આ યોગ્ય છે, મને તેમની ઑફિસ વિશે કોઈ માહિતી નથી પરંતુ છાપામાં વાંચ્યુ હતુ કે આ ગેરકાયદે નિર્માણ હતુ. જો કે આ મુંબઈમાં કોઈ નવી વાત નથી. જો બીએમસી કાયદા હેઠળ કામ કરી રહી છે તો આ યોગ્ય છે. પવારે કહ્યુ કે લોકો તેમની ટિપ્પણીઓને ગંભીરતાથી નથી લઈ રહ્યા.

કંગનાની ઑફિસમાં તોડફોડ મામલે 22 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં સુનાવણી
બોમ્બે હાઈ કોર્ટે કંગના રણૌતની ઑફિસમા તોડફોડના મામલાની સુનાવણી માટે 22 સપ્ટેમ્બરની તારીખ આપી છે, આ સુનાવણીમાં BMCના વકીલે કહ્યું કે કોર્ટના આદેશ બાદ બીએમસીનું બધું કામ અટકી ગયું છે તો ત્યાં જ કંગનાના વકીલ રિજવાન સિદ્દીકીએ કહ્યું કે કેટલાય તથ્યો ઑન રેકોર્ડ લાવવાની જરૂરત છે, ફાઈલ તૈયાર કરવા માટે મારે સમયની જરૂરત છે કેમ કે મારા ક્લાયન્ટ હજી કાલે જ મુંબઈ આવ્યા છે, જે બાદ કોર્ટે સુનાવણી 22 સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે અને એમ પણ કહ્યું કે 22 તારીખ સુધી કંગનાની ઑફિસમાં કોઈ તોડફોડ નહિ થાય.
ભૂકંપના ઝટકાથી હલ્યુ મુંબઈ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.5 મેગ્નીટ્યુડ