વર્ષો પછી નીના ગુપ્તાનો ખુલાસો - બાળપણમાં બે વાર થયુ શોષણ, એક વાર ડૉક્ટરની કેબિનમાં તો એક વાર...
મુંબઈઃ અભિનેત્રી નીના ગુપ્તાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણો લાંબો સમય પસાર કર્યો છે. તે પોતાની એક્ટિંગ માટેત સતત પ્રશંસા મેળવતી રહે છે. વળી, અંગત જિંદગીમાં પણ પોતાની બેબાકી માટે ઘણી વાર ચર્ચામાં રહે છે. હાલમાં નીના પોતાની આત્મકથા 'સચ કહુ તો'ને લઈને ચર્ચામાં છે. નીનાએ આમાં પોતાના પરિવાર, અફેર, લગ્ન, અલગાવ, દીકરી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પોતાની સફરને લઈને લખ્યુ છે. નીનાએ આત્મકથામાં બાળપણમાં પોતાની સાથે થયેલ યૌન ઉત્પીડનનો પણ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે બે વાર તેમની સાથે આવુ થયુ.

ડૉક્ટરે કરી ગંદી હરકત
નીના ગુપ્તાએ પોતાના પુસ્તકમાં લખ્યુ કે બાળપણમાં એક વાર તે આંખોના ડૉક્ટર પાસે ગઈ હતી. તે જણાવે છે કે ડૉક્ટરે મને કેબિનમાં બોલાવી અને આંખોની તપાસ કરવાની વાત કરી. ડૉક્ટરે મારી આંખો ચેક કરવાના બહાને મારા બૉડીના બીજા અંગોને સ્પર્શવાનુ શરૂ કરી દીધુ. જે રીતે મારા શરીરને સ્પર્શ્યુ તેનાથી હું ખૂબ જ ડરી ગઈ. મને બહુ ખરાબ લાગ્યુ, હું ઘરે આવીને માને બધુ કહેવા માંગતી હતી પરંતુ મને લાગ્યુ કે કદાચ મારી મા મારી જ ભૂલ કાઢશે એટલે મે માને કંઈ ના કહ્યુ અને આખી રાત રડતી રહી. ડૉક્ટરે આવુ એક વાર નહિ ઘણી વાર મારી સાથે કર્યુ.

ટેલરે પણ કર્યુ હતુ શોષણ
નીના ગુપ્તાએ જણાવ્યુ કે બાળપણમાં તેની સાથે ગંદી હરકત કરનાર વ્યક્તિ એક ટેલર હતો જેની પાસે તે કપડા સીવડાવવા જતી હતી. નીના જણાવે છે કે ટેલરે માપ લેવાના બહાને ગંદી રીતે તેના બૉડી પાર્ટને સ્પર્શ્યા હતા. બાળપણમાં મારીમાં એટલી હિંમત નહોતી કે હું તેનો વિરોધ કરી શકુ કે પછી માને કહી શકુ. માટે એવુ બન્યુ કે હું વારંવાર ટેલર પાસે જતી રહી અને આ બધાનો શિકાર બનતી રહી.

પરિવારમાં સંબંધોને વિશે પણ કરી વાત
નીના ગુપ્તાએ પોતાના પારિવારિક સંબંધો વિશે પણ વાત કરી છે. તેમણે જણાવ્યુ કે તેમના પિતાના બે પરિવાર હતા. આ બંને પરિવાર વચ્ચે તેણે ખુદને વહેંચી દીધી હતી. મારી મા સાથે મારા પિતાએ જે કર્યુ તેને છૂપાવવા માટે તેમણે ખુદને મારી લીધી. મને લાગે છે કે એટલા માટે જ મે આ પુસ્તક ત્યારે લખ્યુ જ્યારે મારા પિતા, મા, ભાઈ અને ભાભી આ દુનિયામાં નથી.

ઘણી ફિલ્મોમાં કરી રહી છે કામ
નીના ગુપ્તાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. જો કે અમુક વર્ષો સુધી તે ફિલ્મોમાં સક્રિય નહોતી પરંતુ વર્ષ 2018માં ફિલ્મ બધાઈ હોથી તેની વાપસી થઈ છ. ફિલ્મ માટે તેને ઘણી પ્રશંસા મળી છે. નીનાએ હાલમાં જ એક વેબ સીરિઝમાં પણ કામ કર્યુ છે. નીના હાલમાં ફિલ્મ ગુડબાયનુ શૂટિંગ કરી રહી છે જેમાં તેની સાથે અમિતાભ બચ્ચન જોવા મળશે.