કેન્સરમુક્ત થયા ઋષિ કપૂર, ‘ખરાબ સમયમાં ચટ્ટાનની જેમ ઉભો રહ્યો પરિવાર'
લાંબા સમયથી અમેરિકામાં ઈલાજ કરાવી રહેલ ઋષિ કપૂર હવે લગભગ સાજા થઈ ગયા છે. જો કે તેમણે જણાવ્યુ કે તેમણે હજુ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે. જેના કારણ હજુ તે બે મહિના સુધી ભારત પાછા નથી આવવાના. હાલમાં જ તેમણે એક ઈન્ટરવ્યુમાં બિમારી સાથેની લાંબી લડાઈની માહિતી આપી કે કઈ રીતે તેમના ખરાબ સમયમાં તેમનો આખો પરિવાર તેમની સાથે ઉભો રહ્યો. ફિલ્મ મેકર રાહુલ રવાઈલે પુષ્ટિ કરી છે કે ઋષિ હવે કેન્સરમાંથી ફ્રી છે.
આ પણ વાંચોઃ 'ફાની' તોફાનમાં ઉડી ગઈ AIIMS હોસ્ટેલની છત, Video જોઈને ચોંકી જશો તમે

‘મારી આગળ ચટ્ટાન બનીને ઉભી રહી નીતુ'
ડેક્કન ક્રોનિકલને આપેલા એક ઈન્ટરવ્યુમાં ઋષિએ જણાવ્યુ કે, ‘નીતુ મારી આગળ ચટ્ટાન બનીને ઉભી રહી, નહિતર ખાવા પીવા માટે મારા જેવા વ્યક્તિને હેન્ડલ કરવો મુશ્કેલ છે. મારા બાળકો રણબીર અને રિધિમાએ મારી મુશ્કેલીઓ પોતાના ખભે લઈ લીધી.'

‘2 મહિના બાદ ભારત પાછો આવી શકીશ'
ઈલાજ વિશે વાત કરતા ઋષિએ કહ્યુ કે, ‘મારો ઈલાજ અમેરિકામાં 1મે 2018ના રોજ શરૂ થયો. પરંતુ ભગવાન દયાળુ છે. હું હવે સારો છુ એટલે કે કેન્સર મુક્ત છુ. મારે એક બોન મેરો પ્રત્યાર્પણ કરવાનું છે જે બધી સંભાવનાઓ સાથે કમસે કમ બે મહિનામાં થઈ જવુ જોઈએ. આવી સ્થિતિ બાદ સાજા થઈ જવુ એક મોટી વાત છે અને આ બધુ મારા પરિવાર અને મારા પ્રશંસકોની પ્રાર્થનાઓ અને દુઆઓના કારણે થયુ છે. હું એ બધાનો આભાર માનુ છુ.'

અમેરિકા જતા પહેલા લખ્યો હતો આ સંદેશ
ઋષિ કપૂરે ગયા વર્ષે ઈલાજ માટે ન્યૂયોર્ક નીકળતા પહેલા ટ્વીટર દ્વારા પોતાના ફેન્સને માહિતી આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યુ કે તે થોડા સમય માટે અમેરિકા જઈ રહ્યા છે અને તેનુ કારણ મેડીકલ ટ્રીટમેન્ટ છે. ઋષિ કપૂરે પોતાના ફેન્સને ચિંતા ન કરવા માટે કહ્યુ છે અને લખ્યુ કે તે જલ્દી પાછા આવશે.