• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પ્રેગ્નેન્સીના ડ્રામા બાદ નેહા-રોહનનુ નવુ ગીત 'ખ્યાલ રાખ્યા કર' રિલીઝ, ઈમોશનલ લવ સ્ટોરી

|

Khyaal Rakhya Kar Song Release: યુવા દિલોની ધડકન અને બૉલિવુડની ફેમસ સિંગિંગ સ્ટાર નેહા કક્કડ (Neha Kakkar)અને તેના પતિ રોહનપ્રીત સિંહ(Rohanpreet Singh)નુ નવુ ગીત 'ખ્યાલ રાખ્યા કર'(Khyaal Rakhya Kar) રિલીઝ થઈ ગયુ છે. ગીતને અપેક્ષા મુજબ જ ઘણી સારી પ્રતિભાવ મળી રહ્યો છે. જો કે ગીતની રિલીઝ પહેલા નેહાની ફેક પ્રેગ્નેન્સીના ડ્રામાના કારણે ઘણા લોકો હજુ પણ નેહા-રોહનપ્રીતથી નારાજ છે અને તેના માટે તેની ટીકા પણ કરી રહ્યા છે પરંતુ ગીતને લોકોએ સકારાત્મક રિએક્શન આપ્યુ છે.

આલબમમાં એક ખૂબ જ સુંદર લવ સ્ટોરી પણ છે ગીતમાં

આલબમમાં એક ખૂબ જ સુંદર લવ સ્ટોરી પણ છે ગીતમાં

નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહની રીયલ કેમેસ્ટ્રીનો અંદાજ તમે લગાવી શકો છે. આલબમમાં મધુર સંગીત ઉપરાંત એક ખૂબ જ સુંદર લવ સ્ટોરી પણ છે. ગીતમાં દર્શાવવામાં આવ્યુ છે કે બાળપણના બે સાથી રીયલ લાઈફમાં જીવનસાથી બને છે. બંનેમાં ખૂબ જ પ્રેમ છે અને લગ્ન બાદ જ્યારે ગર્ભવતી હોય ત્યારે જ તેના પતિનુ એક્સીડન્ટમાં મોત થઈ જાય છે.

You Tube પર અત્યાર સુધી 1.2M લોકોએ કર્યુ લાઈક

You Tube પર અત્યાર સુધી 1.2M લોકોએ કર્યુ લાઈક

ત્યારબાદ તે પોતાના દીકરાનો ખ્યાલ એ જ રીતે રાખે છે જેવી રીતે તેનો પતિ તેનો ખ્યાલ રાખતો હતો. આલબમની સ્ટોરી અને ગીત બંને દિલ પર અસર કરે છે, હવે આ ગીત લોકોને કેટલુ ગમે છે તે તો હજુ કહી ન શકાય પરંતુ એમાં કોઈ શંકા નથી કે ગીતને સારી ઓપનિંગ મળી છે. ગીતને અત્યાર સુધી યુ ટ્યુબ પર 1.2M લોકોએ લાઈક કર્યુ છે. ગીતમાં રોહનપ્રીત અને નેહા ખૂબ જ પ્રેમાળ લાગી રહ્યા છે. રોહનપ્રીત ગીતમાં ડબલ રોલમાં છે. વળી, નેહાની યુવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધીનો લુક એટલે કે પત્નીથી લઈને માના રોલમાં બતાવવામાં આવી છે.

26 ઓક્ટોબર 2020 નેહા-રોહનપ્રીતે કર્યા લગ્ન

26 ઓક્ટોબર 2020 નેહા-રોહનપ્રીતે કર્યા લગ્ન

તમને જણાવી દઈએ કે નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહે 26 ઓક્ટોબર 2020એ દિલ્લીના ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. તેમના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. કોરોના કાળમાં થયેલા આ હાઈપ્રોફાઈલ લગ્નના કિસ્સા ઘણા દૂર સુધી સંભળાયા હતા. બંનેની પ્રેમ કહાની બહુ જૂની નથી. ધ કપિલ શર્મા શોમાં મહેમાન બનીને આવેલા આ કપલે પોતાની લવ સ્ટોરી વિશે ખુલીને જણાવ્યુ હતુ. બંને આ વર્ષે ઓગસ્ટમાં મળ્યા હતા. બંનેએ એકબીજાને પહેલી નજરમાં જ પસંદ કરી લીધા હતા.. રોહનપ્રીત ઉંમરમાં નેહાથી નાના છે. તે જલ્દી લગ્ન કરવા નહોતા માંગતા પરંતુ નેહા લાઈફમાં હવે સેટ થવા માંગતી હતી માટે તેણે રોહનપ્રીત સામે એ પ્રસ્તાવ મૂક્યો કે તે રિલેશનશિપ નહિ પરંતુ લગ્ન ઈચ્છે છે. ત્યારબાદ રોહનપ્રીતે પોતાના પરિવારવાળા સાથે વાત કરી અને પછી બંનેએ બધાની મરજીથી લગ્ન કરી લીધા.

ફેક પ્રેગ્નેન્સી ડ્રામાથી લોકો નારાજ

ફેક પ્રેગ્નેન્સી ડ્રામાથી લોકો નારાજ

હાલમાં જ નેહાએ પોતાનો અને રોહનનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં તે ગર્ભવતી દેખાઈ રહી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર સમાચાર ફેલાયા કે નેહા લગ્નના બે મહિના બાદ જ પ્રેગ્નેન્ટ છે પરંતુ બાદમાં ખુલાસો થયો કે આ ફોટો ખ્યાલ રાખ્યા કર'(Khyaal Rakhya Kar) ગીતનો છે ત્યારબાદ નેહાને લોકોએ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવી શરૂ કરી દીધી અને તેની ટીકા કરવા લાગ્યા. હાલમાં હજુ પણ લોકો નેહાને પબ્લિસિટી સ્ટંટ માટે ટ્વિટર પર કોસી રહ્યા છે.

કંગના રનોતે શેર કર્યો બિકિની ફોટો, બોલ્ડ અવતારથી મચાવી સનસનીકંગના રનોતે શેર કર્યો બિકિની ફોટો, બોલ્ડ અવતારથી મચાવી સનસની

અહીં જુઓ ખ્યાલ રાખ્યા કર (Khyal Rakhya Kar) Video

English summary
Neha Kakkar and Rohanpreet Singh's Khyaal Rakhya Kar Song Release. Watch Video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X