India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાડાના ઘરમાં રહેતી હતી નેહા કક્કડ, હવે ખરીદ્યો આલીશાન બંગલો, જુઓ PICS

|
Google Oneindia Gujarati News

જાણીતી સિંગર અને રિયાલિટી શો ઈન્ડિયન આઈડલની જજ નેહા કક્કડ ઘણી વાર સમાચારોમાં છવાયેલી રહે છે. પોતાના દમદાર અવાજ અને શાનદાર ગીતો દ્વારા નેહા કક્ડે બૉલિવુડની દુનિયામાં એક ખાસ ઓળખ બનાવ છે. રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં ક્યારેક કન્ટેસ્ટન્ટ શામેલ થયેલી નેહા કક્કડ આજે એ શોમાં જજની ભૂમિકા નિભાવી રહી છે. હાલમાં જ તે પોતાના બ્રેકઅપ માટે ચર્ચાઓમાં રહી હતી. નેહા કક્કડ અને અભિનેતા હિમાંશ કોહલીનો બ્રેકઅપ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી ચર્ચિત બ્રેકઅપ ગણાય છે. હવે નેહા કક્કડ એક વાર ફરીથી સમાચારોમાં છે. વાસ્તવમાં નેહાએ ઉત્તરાખંડના ઋષિકેશમાં એ જ જગ્યાએ એક આલીશાન બંગલો ખરીદ્યો છે જ્યાં તે ક્યારેક ભાડાના ઘરમાં રહેતી હતી.

‘આ જ ઘરમાં અમારુ ફેમિલી એક રૂમમાં રહેતા હતા'

‘આ જ ઘરમાં અમારુ ફેમિલી એક રૂમમાં રહેતા હતા'

નેહા કક્કડે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના જૂના ભાડાના ઘર અને નવા બંગલાના ફોટા શેર કરીને એક ભાવુક મેસેજ લખ્યો છે. નેહા કક્કડે પોતાની પોસ્ટમાં લખ્યુ, ‘આ એ બંગલો છે, જે હવે ઋષિકેશમાં અમારો છે અને એ ઘરને જોવા માટે, જ્યાં હું પેદા થઈ, રાઈટ સ્વાઈપ કરો. એ જ ઘરમાં જ્યાં અમારી કક્કડ ફેમિલી માત્ર એક રૂમના ઘરમાં રહેતા હતા, જ્યાં મારી મા રૂમની અંદર ટેબલ રાખતી હતી અને એ નાના ઘરમાં એ ટેબલ અમારુ કિચન હતુ. અને...એ ઘર પણ અમારુ નહોતુ, અમે એ ઘરમાં ભાડે રહેતા હતા. અને...હવે જ્યારે હું એ જ શહેરમાં પોતાનો ખુદનો બંગલો જોઉ છુ તો હું ઘણીવાર ભાવુક થઈ જઉ છુ.'

પોસ્ટ પર આદિત્ય નારાયણે પણ આપી પ્રતિક્રિયા

પોસ્ટ પર આદિત્ય નારાયણે પણ આપી પ્રતિક્રિયા

પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં નેહા કક્કડે આગળ લખ્યુ, ‘મારા ફેમિલીનો સૌથી વધુ આભાર - સોનુ કક્કડ, ટોની કક્કડ, મમ્મી, પપ્પા, માતા રાની અને હા મારા બધા શુભચિંતકોનો આભાર.' નેહા કક્કડની આ પોસ્ટ પર તેના દોસ્ત આદિત્ય નારાયણે લખ્યુ, ‘આ એ વાતનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે દ્રઢ સંકલ્પ, ધૈર્ય અને કઠોર પરિશ્રમના બળ પર તમે એ મેળવી શકો છો, જે તમે ઈચ્છો છો. વળી, નેહાના ભાઈ ટોની કક્કડે તેની પોસ્ટ પર લખ્યુ, બહુ ઈમોશનલ કરી દીધો નેહા, લવ યુ.'

બ્રેકઅપ માટે ચર્ચાઓમાં રહી હતી નેહા કક્કડ

બ્રેકઅપ માટે ચર્ચાઓમાં રહી હતી નેહા કક્કડ

તમને જણાવી દઈએ કે નેહા કક્કડ પોતાના બ્રેકઅપ માટે પણ ઘણી ચર્ચાઓમાં રહી હતી. ડિસેમ્બર 2018માં નેહા કક્કડ અને અભિનેતા હિમાંશ કોહલી એકબીજાથી અલગ થઈ ગયા હતા ત્યારબાદ નેહાએ પોતા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ઘણી ભાવુક પોસ્ટ લખી હતી. બ્રેકઅપ બાદ નેહા કક્કડ ઘણી તૂટી ગઈ હતી અને ઘણી વાર ટીવી શો પર પણ રોઈ પડી હતી. થોડા દિવસો અગાઉ જ્યારે હિમાંશ કોહલીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યુ કે તેને આ મામલે ખોટો ગણાવ્યો છે, તે ચૂપ રહ્યો અને નેહા કક્કડે જે જણાવ્યુ તે આખુ સત્ય નથી, તો નેહાએ ઈન્સ્ટાગ્રાં પોસ્ટ લખીને આ પર જવાબ આપ્યો હતો.

પૂર્વ બૉયફ્રેન્ડના આરોપો પર તેન ઝાટક્યો નેહાએ

પૂર્વ બૉયફ્રેન્ડના આરોપો પર તેન ઝાટક્યો નેહાએ

પોતાના પૂર્વ બૉયફ્રેન્ડના આરોપો વિશે નેહા કક્કડે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં હિમાંશ કોહલીનુ નામ લીધા વિના લખ્યુ, ‘લોકો જે પણ ખરાબ બોલે છે મારા વિશે, તે બીજુ કંઈ નહિ માત્ર જૂઠ બોલે છે, મારાથી બળે છે અને સમાચારોમાં રહેવા માટે મારા નામનો ઉપયોગ કરે છે. પેહલા પણ યુઝ કર્ય, મારી પાછળ પણ યુઝ કરી રહ્યા છે. ઓએ! પોતાના કામના દમ પર નામ કમાવ, મારા દમ પર નહિ. ફેમસ થવા માટે ફરીથી મારા નામનો ઉપયોગ ના કરતો. જો મે મોઢુ ખોલ્યુ, હું તારા મા, બાપ અને બહેનની હરકતો પણ સામે લાવીશ.'

‘આ તારા માટે ચેતવણી છે'

‘આ તારા માટે ચેતવણી છે'

નેહા કક્કડે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આગળ લખ્યુ, ‘તારા મા, બાપ અને બહેને મારી સાથે જે કંઈ પણ કર્યુ અને જે પણ મને કહ્યુ, એ બધુ સામે લાવીશ. મારા નામનો ઉપયોગ કરવાની હવે હિંમત પણ ના કરતો અને મને એક વિલનની જેમ રજૂ કરીને દુનિયા સામે બિચારો બનવાની કોશિશ ના કરતો. આ તારા માટે ચેતવણી છે.!!!'

પૂર્વ બૉયફ્રેન્ડે લગાવ્યા હતા આ આરોપ

પૂર્વ બૉયફ્રેન્ડે લગાવ્યા હતા આ આરોપ

વાસ્તવમાં બૉમ્બે ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં હિમાંશ કોહલીએ કહ્યુ હતુ, ‘નેહાએ સોશિયલ મીડિયા પોસ્ટ નાખી અને ટેલીવિઝન પર રોઈ, હું શાંત રહ્યો, તો લોકોએ તરત જ એ માની લીધુ કે મારી ભૂલ હતી. આ મારા તરફથી ખરાબ બ્રેકઅપ નહોતુ પરંતુ અટકળો લગાવવામાં આવી તો બધુ ખરાબ થઈ ગયુ. આ મારા જીવનનો સૌથી ખરાબ સમય હતો. આજ વસ્તુઓ ઠીક થઈ ગઈ છે, પરંતુ હા એક સમય એવો પણ હતો, જ્યારે સોશિયલ મીડિયા પર આખી દુનિયા મને કોસી રહી હતી. કોઈ પણ અસલી કહાની નહોતુ જાણવા ઈચ્છતુ અને મને વિલન બનાવી દેવામાં આવ્યો.'

આ પણ વાંચોઃ Pics: પ્રિયંકા-નિકે ભારતમાં મનાવી પોતાની પહેલી હોળી, સાથે દેખાઈ કેટરીનાઆ પણ વાંચોઃ Pics: પ્રિયંકા-નિકે ભારતમાં મનાવી પોતાની પહેલી હોળી, સાથે દેખાઈ કેટરીના

English summary
Neha Kakkar, Where Ever Rented, Now Bought A Luxurious Bungalow There, See Pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X