• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેહા શર્માએ ગોવાથી શેર કર્યા ખૂબ જ સુંદર બિકિની ફોટા, ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે Pics

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ અભિનેત્રી નેહા શર્મા હાલમાં જ ગોવામાં રજાઓ માણીને પાછી આવી છે પરંતુ હવે ગોવાની યાદો કોઈના દિલમાંથી આટલી જલ્દી કેવી રીતે જઈ શકે છે. નેહા પોતાના રજાઓના દિવસના ફોટા શેર કરીને ગોવામાં વીતાવેલા દિવસો યાદ કરી રહી છે. તેણે ગોવામાં એક ખૂબ જ શાનદાર હોલીડે પસાર કર્યો છે. નેહાની બહેન આયેશા શર્મા પણ તેના ફોટા પર કમેન્ટ કરી રહી છે. ફેન્સ પણ આ ફોટા જોઈને નેહાની સુંદરતાની પ્રશંસા કરી રહ્યા છે.

સફેદ બિકિનીમાં નેહા શર્મા

સફેદ બિકિનીમાં નેહા શર્મા

ફોટામાં નેહા ક્યારેક આરામથી ડ્રિંકની મઝા લેતી દેખાઈ રહી છે તો ક્યારેક સમુદ્ર કિનારે ફરતી જોવા મળી રહી છે. આ ફોટામાં સફેદ બિકિનીમાં પણ તેનો એક ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

ક્રૂક સાથે બૉલિવુડમાં ડેબ્યુ

ક્રૂક સાથે બૉલિવુડમાં ડેબ્યુ

નેહા શર્માએ પોતાનુ બૉલિવુડ ડેબ્યુ 2010માં ફિલ્મ ક્રુક સાથે કર્યુ. આ ફિલ્મમાં તે ઈમરાન હાશમી સાથે દેખાઈ હતી. ફિલ્મને મોહિત સૂરીએ ડાયરેક્ટ કરી હતી.

નિફ્ટમાંથી અભ્યાસ

નિફ્ટમાંથી અભ્યાસ

નેહા શર્માએ NIFTમાંથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે અને અભ્યાસ બાદ તે મૉડલિંગમાં પોતાનુ કરિયર બનાવતી દેખાઈ. પોતાના ફિલ્મ ડેબ્યુ બાદ તે કુણાલ કોહલીની ફિલ્મ તેરી મેરી કહાનીમાં એક નાની ભૂમિકામાં દેખાઈ. તેને ઓળખ મળી હતી જેકી ભગનાની સાથે ફિલ્મ યંગિસ્તાન સાથે.

ઘણી ફિલ્મોમાં કર્યુ કામ

ઘણી ફિલ્મોમાં કર્યુ કામ

નેહા શર્માએ ઘણી ફિલ્મોમાં કામ કર્યુ જેમાં મેંડરિન ભાષાની એક ફિલ્મ પણ શામેલ છે. તે અનુભવ સિન્હાની તુમ બિન 2માં પણ દેખાઈ. છેલ્લી વાર પડદા પર તે અજય દેવગણની ફિલ્મ તાનાજીમાં દેખાઈ.

વેબ ફિલ્મ થઈ રિલીઝ

વેબ ફિલ્મ થઈ રિલીઝ

2021માં નેહા શર્માની વેબ ફિલ્મ આફત-એ-ઈશ્ક રિલીઝ થઈ. આ ફિલ્મ ઝી 5 પર રિલીઝ થઈ. આ દરમિયાન નેહાનુ નિવેદન ઘણુ ચર્ચિત રહ્યુ જ્યાં તેણે અનન્યા પાંડેના કામને નાપસંદ કરવાની વાત કહી.

વેબ સીરિઝ અને મ્યુઝિક વીડિયો

વેબ સીરિઝ અને મ્યુઝિક વીડિયો

નેહા શર્મા વૂટની વેબ સીરિઝ Illegalમાં એક વકીલની ભૂમિકામાં દેખાઈ ચૂકી છે. આ ઉપરાંત તેણે ઘણા મ્યુઝિક વીડિયો સાથે ફેન્સનુ દિલ જીત્યુ છે જેની શરુઆત થઈ હતી ટોની કક્કડના જાણીતા ગીત ધીમે ધીમે સાથે. નેહા કક્કડના ગીત દિલ કો કરાર આયા સાથે પણ નેહા શર્મા છવાયેલી રહી.

આવનારા પ્રોજેક્ટસ

આવનારા પ્રોજેક્ટસ

નેહા શર્માના આવનારા પ્રોજેક્ટ્સની વાત કરીએ તો નેહા શર્મા, જોગીરા સારા રા નામની એક ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મમાં તેની સામે નવાઝુદ્દીન સિદ્દીકી છે અને તેને ડાયરેક્ટ કરી રહ્ાય છે કુશાન નંદી.

English summary
Neha Sharma set fire on internet with bikini pictures from her Goa Holiday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X