Oops: સેંસર બોર્ડે અમિતાભના ડાયલોગ અને સીન્સ પર ચલાવી કાતર
અમિતાભ બચ્ચનની ફિલ્મ શમિતાભ આ અઠવાડીએ રિલીઝ થવા જઇ રહી છે. જોકે હાલમાં જ આ ફિલ્મને સેંસર બોર્ડની કાતરમાંથી પસાર થવું પડ્યું છે. પહલાજ નિહલાનીની અધ્યક્ષતામાં સેંસર બોર્ડે આ ફિલ્મને જોયા બાદ તેને યૂ/એ સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કર્યો છે.
પરંતુ આપને જણાવી દઇએ કે સેંસર બોર્ડે ફિલ્મ 'શમિતાભ'ના ત્રણ દ્રશ્યો અને કેંટલાંક ડાયલોગ પર પણ કાતર ફેરવી દીધી છે. સમાચાર અનુસાર શમિતાભના કેટલાંક ડાયલોગમાં અભદ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આ્યો છે. માટે સેંસર બોર્ડની તપાસ સમિતિએ શમિતાભને પ્રમાણપત્ર આપવા પહેલા તેમના નિર્માતાઓને ફિલ્મના એ શબ્દો અને સીનને હટાવવાનો નિર્દેશ આપ્યો છે.
જ્યારે જાણકારી અનુસાર, ડાયલોગ્સ ઉપરાંત સેંસર બોર્ડના સભ્યોએ ફિલ્મના ત્રણ દ્રશ્યો પર પણ વાંધો ઉઠાવ્યો છે. એક દ્રશ્ય એ હતું જેમાં ફિલ્મના હીરો ધનુષ કબ્રિસ્તાન તોડતા દેખાઇ રહ્યા છે. આ ઉપરાંત એક દ્રશ્યમાં તેઓ ગંદા ઇશારા કરી રહ્યા છે. બોર્ડના સભ્યોએ આ સીન્સ પર વાંધો ઉઠાવતા તેને ફિલ્મમાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે.ફિલ્મના નિર્દેશક આર બાલ્કી આ કાપકૂપથી વધારે દૂખી નથી દેખાઇ રહ્યા. જોકે તેમણે જણાવ્યું કે 'સેંસર બોર્ડ માટે કરવામાં આવેલી ફિલ્મની સ્ક્રીનિંગ ખૂબ જ સારી રહી. યૂ/એ સર્ટિફિકેટ મળવાથી અમે ખુશ છીએ. નોંધનીય છે કે શમિતાભ ફિલ્મ 6 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઇ રહી છે.'