'ચોલી કે પીછે' ગીત પર નિયા શર્માએ બતાવી બોલ્ડ અદાઓ, જુઓ આગ લગાવતો Video
મુંબઈઃ અભિનેત્રી નિયા શર્મા એક વાર ફરીથી પોતાના નવા વીડિયોને લઈને ચર્ચામાં છે. નિયા શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જ્યાં તે ચોલી કે પીછે ગીત પર પોતાની અદાથી ફેન્સને ઘાયલ કરતી જોવા મળી રહી છે. વિદેશી અને દેસી લુક સાથે નિયા શર્માનો આ વીડિયો ઈન્ટરનેટ પર છવાયેલો છે. સફેદ ડ્રેસમાં નિયા શર્મા ખૂબ જ હૉટ દેખાઈ રહી છે. ફેન્સ વચ્ચે આ વીડિયો એટલા માટે પણ પસંદ કરવામાં આવી રહ્યો છે કારણકે નિયા કોઈ પણ ડાંસ કર્યા વિના માત્ર પોતાની અદાઓથી લાઈમલાઈટમાં આવી ગઈ છે.

ગ્લેમરસ અંદાજ
નિયા શર્મા ઘણી વાર પોતાની હૉટ અદાઓ અને ગ્લેમરસ અંદાજને લઈને પસંદ કરવામાં આવે છે. નિયા શર્મા આ વીડિયોમાં આગામી ગીતના પડદા પાછળના લુકની એક ઝલક બતાવી છે. જ્યાં તે પોતાના ચહેરા પર ફોકસ કરીને વીડિયોમાં અલગ પ્રકારના ભાવ બતાવી રહી છે.

નિયાનો કજરારે ગીત પર ડાંસ
આ પહેલા નિયા શર્માએ ઐશ્વર્યા રાય બચ્ચનના કજરારે ગીત પર ડાંસ કર્યો હતો. એક વાર ફરીથી નિયાએ બૉલિવુડના જૂના ગીત પર રંગ જમાવી દીધો છે. ફેન્સ વચ્ચે નિયા શર્માની ખૂબી એ છે કે તે પોતાની દરેક અદામાં દિલ અને મહેફિલ બંને લૂટી લે છે.

નિયા શર્મા બ્લેક ડ્રેસમાં
હાલમાં જ નિયા શર્માએ બ્લેક ડ્રેસમાં પણ એક ફોટો શેર કર્યો છે. જ્યાં નિયા શર્માના જિમ ડ્રેસમાં ઓછા મેકઅપ સાથે સેલ્ફી માટે પોઝ આપતી દેખાઈ રહી છે. નિયા શર્માને આ ફોટા પર કમેન્ટ પણ મળી ચૂક્યા છે.

નિયા એશિયાની સેક્સી સુપરસ્ટાર
નિયા શર્માની ગણતરી ટીવીની સૌથી સેક્સી સુપરસ્ટારમાં થાય છે. નિયા શર્માએ જમાઈ રાજા ટીવી શોથી બહાર નીકળ્યા બાદ પોતાની બોલ્ડ ઈમેજ બધા સામે રાખી છે. છેલ્લા એક વર્ષથી નિયા શર્માનુ ફોકસ સતત મ્યૂઝિક વીડિયો પર છે. ગયા વર્ષે નિયા બિગ બૉસ ઓટીટીમાં ગેસ્ટ પણ બની ચૂકી છે.