હોળી પાર્ટીમાં નિયા શર્માએ કો-એક્ટ્રેસને લીપ કિસ કરીને મોટો વિવાદ છેડ્યો હતો, જુઓ વીડિયો
એક વાયરલ વીડિયોમાં નિયા શર્માએ તેની કો-એક્ટ્રેસ રેહાના પંડિતને મીડિયા સામે જ લિપ કિસ કરતી જોવા મળે છે. આ બાબતે તેને પુછાતા તેને આ હરકતને માત્ર એક નાની કિસ ગણાવી હતી.
પોતાના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરીને સોશિયલ મીડિયાનો પારો હાઈ રાખતી નિયા શર્માનો વિવાદો સાથે જુનો નાતો છે. કો સ્ટાર રવિ દુબે સાથે બેબાકીથી કિસ કરનારી નિયા શર્મા એકપછી એક વિવાદ છેડતી રહે છે.

મીડિયા સામે જ કિસ કરી
એક વાયરલ વીડિયોમાં નિયા શર્માએ તેની કો-એક્ટ્રેસ રેહાના પંડિતને મીડિયા સામે જ લિપ કિસ કરતી જોવા મળે છે. આ બાબતે તેને પુછાતા તેને આ હરકતને માત્ર એક નાની કિસ ગણાવી હતી. અહીં તેને કહ્યુ કે, લોકોએ સમજવું જોઈએ કે આમાં વિવાદ જેવું શું છે? જો હું મારી માતાને હોળી પર શુભેચ્છા પાઠવી શકું અને તેના હોઠ પર ચુંબન કરી શકું છું તો મારા બેસ્ટ ફ્રેન્ડને કેમ નહીં?
રેહાના પણ સપોર્ટમાં જોવા મળી હતી
અહીં રેહાના પણ નિયાને સપોર્ટ કરતી જોવા મળી હતી. રેહાનાએ આ મુદ્દે કહ્યું કે, આમાં મોટી વાત શું છે, નિયા તેની બહેન પછી બીજી વ્યક્તિ છે જેને હું લિપ કિસ કરું છું. તે મારી બહેન જેવી છે.આ પહેલા બંનેએ જમાઈ રાજાના સેટ પર કિસ કરી હતી. ત્યારે પણ વિવાદ થયો હતો.

વીડિયો વાયરલ
હોળી પર બંનેની કિસનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હોળી પર બન્નેએ એકસાથે ડાન્સ કરવાથી લોકોને અસહજ થઈ શકે છે. શોર્ટ ડ્રેસમાં બંનેની આ હરકત લોકોને પસંદ આવી નથી અને વિવાદ થઈ રહ્યો છે.

આ પહેલા પણ વિવાદ છેડી ચુકી છે
આ પહેલી વખત નથી. આ પહેલા પણ નિયા શર્માએ મોટા વિવાદ છેડ્યા છે. તેના જન્મદિવસ પર પુરૂષ ગુપ્તાંગ આકારની કેક કાપતા ટ્રોલ્સના નિશાને ચડી હતી. નિયા શર્મા ભૂતકાળમાં પણ આવા ઘણા પરાક્રમ કરી ચુકી છે. અગાઉ પણ તેને પર તેની સાથી મહિલાને લિપ કિસ કરી હતી.












Click it and Unblock the Notifications
