નિયા શર્માએ કરાવ્યુ હૉટ ફોટોશૂટ, લહેંગા સાથે પહેર્યુ ડીપ નેક બ્લાઉઝ, જુઓ Pics
ટીવી અભિનેત્રી નિયા શર્મા પોતાના સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે. ઈન્ટરનેટ પર નિયા શર્માનો સિઝલિંગ અને બોલ્ડ લુક વાયરલ થતો રહે છે. હાલમાં જ અભિનેત્રીનો બોલ્ડ લુક સામે આવ્યો છે. આ લુકમાં અભિનેત્રી નિયા શર્મા હૉટ પોઝ આપતી દેખાઈ રહી છે. નિયા શર્મા ફોટોમાં બ્લુ કલરના લહેંગામાં જોવા મળી રહી છે. ચાલો, જોઈએ તેનો સ્ટાઈલિશ લુક.

નિયા શર્માને લહેંગા લુક
ટીવી અભિનેત્રી નિયા શર્મા ઑન સ્ક્રીનથી લઈને ઑફ સ્ક્રીન પોતાના સ્ટાઈલિશ લુક માટે જાણીતી છે. હાલમાં જ તેણે એસયુવી કારની આગળ ઉભા રહીને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે. બ્લુ કલરના લહેંગા પર સિલ્વરની હેવી એમ્બ્રોઈડરી કરવામાં આવી છે. તેનો આ લહેંગો ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. લહેંગા સાથે નિયા બોલ્ડ બ્લાઉઝ પહેર્યુ છે. તેણે ડીપ કટ બ્લાઉઝ સાથે ચોકર નેકપીસ પહેર્યો છે. તેનો આ બ્લાઉથ તેના લુકને ખૂબ હાઈલાઈટ કરી રહ્યો છે. નિયાનુ આ આઉટફિટ પાયલ કેયાલે સ્ટાઈલ કર્યુ છે. અભિનેત્રીએ આ ફોટોશૂટ મેગેઝીન માટે કરાવ્યુ છે.

નિયાનો મેકઅપ
નિયાના મેકઅપની વાત કરીએ તો અભિનેત્રીએ ચહેરા પર ફાઉન્ડેશનનો પરફેક્ટ બેઝ લગાવ્યો છે. અભિનેત્રીએ લહેંગાથી મેચિંગનો બ્લુ કલરનો આઈશેડો લગાવ્યો છે. ન્યૂડ પિંક લિપસ્ટિકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. નિયાના ગાલ પર લાઈટ પિંક કલરનુ બ્લશર લગાવ્યુ છે. તમે પણ અભિનેત્રીના મેકઅપને ફોલો કરી શકો છે. નિયા શર્માનો આ સુંદર મેકઅપ નેહા અધવિક મહાજને કર્યો છે.

હેરસ્ટાઈલ
નિયા શર્માનુ આ ફોટોશૂટ તેના ડીપ નેક બ્લાઉઝના કારણે ઘણુ છવાયેલુ છે. અભિનેત્રીએ બ્લુ લહેંગામાં ઘણા હૉટ અને સુંદર લાગી રહી છે. વળી, તેની હેરસ્ટાઈલની વાત કરીએ તો અભિનેત્રીએ લહેંગા સાથે વચ્ચે વેવ હેર સ્ટાઈલ કેરી કરી છે. વેવી હેરને તેણે સાઈડ પાર્ટીશન કર્યા છે. તેના ફેસ પર સાઈડ પાર્ટીશન ઘણુ સરસ લાગી રહ્યુ છે. નિયા શર્માએ પોતાના વાળમાં બ્રાઉન કલર પણ કરાવ્યો છે.
શ્રદ્ધા કપૂરે કરાવ્યુ અત્યાર સુધીનુ સૌથી બોલ્ડ ફોટોશૂટ, જુઓ ગ્લેમરસ લુક