
નિયા શર્માએ કર્યા વિસ્ફોટક ખુલાસા- ખચ્ચરની જેમ કામ કરાવતા, ફલેટ બેલી માટે છોડ્યુ જમવાનુ
મુંબઈઃ અભિનેત્રી નિયા શર્મા હાલમાં પોતાના નવા મ્યુઝિક આલ્બમ 'ફૂંક લે'ને લઈને ચર્ચામાં છે. ગીતમાં નિયાના ડાંસને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. નિયા શર્મા ટીવી પર અભિનેત્રી તરીકે એક અલગ ઓળખ ધરાવે છે. વળી, વેબ સીરિઝમાં પણ તેણે કામ કર્યુ છે. અભિનેત્રીને બંનેમાં કામ કરવાના અનુભવને ઘણો અલગ જણાવીને કહ્યુ છે કે ટીવી કરતા વેબસીરિઝમાં કામ કરવુ ઘણુ સારુ છે.

ટીવી પર ખચ્ચરની જેમ કામ કરાવે છે
નિયા શર્માએ ટેલીવિઝન પર એક હજારોમે મેરી બહેના હે, જમાઈ રાજા, નાગિન 4 જેવી સીરિયલોમાં કામ કર્યુ છે. વિક્રમ ભટ્ટ સાથે તે વેબ સીરિઝમાં પણ કામ કરી રહી છે અને તેનો હિટ શો જમાઈ રાજા 2.0 પણ ડિજિટલ દુનિયામાં છે. આ અલગ-અલગ પ્લેટફૉર્મ પર વાત કરીને નિયા શર્માએ એક એન્ટરટેઈનમેન્ટ સાઈટને કહ્યુ, જો તમે ટીવી પર કામ કરી રહ્યા હોય તો તમારી પાસે દિવસ-રાત કામ કરાવવામાં આવી છે. ત્યાં તમારી પાસે માણસ નહિ પરંતુ ખચ્ચરની જેમ કામ લેવામાં આવે છે. ટીવી પર તમારી સાથે એક એક્ટરના બદલે ખચ્ચરની જેમ વ્યવહાર કરવામાં આવે છે.

વેબ સીરિઝની દુનિયામાં ઘણુ સારુ
નિયાએ કહ્યુ કે મને લાગે છે કે વેબ સીરિઝની દુનિયામાં વસ્તુઓ ઘણી સારી છે. અહીંની સ્થિતિ ટીવીથી અલગ છે અને અભિનેતાઓને એક સમ્માન આપવામાં આવે છે. વેબમાં એક્ટરને ટીવીની જેમ ટેકન ફૉર ગ્રાન્ટેડ નથી લેવામાં આવતા. નિયાનુ કહેવુ છે કે ટીવી પર પેમેન્ટ લેવાનુ પણ મોટુ મુશ્કેલીભર્યુ કામ છે. પેમેન્ટ માટે ઘણી વાર તેને લડાઈઓ પણ થઈ છે.

ફિટનેસ માટે રહેવુ પડ્યુ ભૂખ્યુ
નિયા શર્મા પોતાની સ્લિમ બૉડી માટે જાણીતી છે. નિયાનુ કહેવુ છે કે પોતાને સ્લિમ રાખવાનુ સરળ નથી. પોતાના વિશે તેણે કહ્યુ કે આના માટે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્લિમ બૉડી રાખવા માટે ખુદને ભૂખી પણ રાખવી પડે છે. ઘણી વાર આમ કરવાથી તૂટી જતી હતી. ફ્લેટ બેલી માટે તેણે ખાવાનુ છોડી દીધુ હતુ. તે ખાલી પેટ સૂતી અને ખાલી પેટ ઉઠતી હતી અને ખાલી પેટ જિમ પણ જતી હતી. મે મારુ એપેટાઈટ ગુમાવી દીધુ હતુ.

નિયાને બ્લોટિંગની મુશ્કેલી
નિયાએ જણાવ્યુ કે તેને બ્લોટિંગની સમસ્યા છે. તેણે કહ્યુ કે, 'મે ઘણા વર્ષોમાં ખુદને આના માટે મનાવી કે હંમેશા મારુ પેટ સપાટ નથી થઈ શકતુ. હું ખઈશ તો એ પેટ પર એકદમ દેખાશે. હું ઘણી વાર પરેશાન થઉ છુ પરંતુ મે ક્યારેય પણ પોતાના શરીરથી નફરત નથી કરી.'