નાગિન ફેમ નિયા શર્માએ બતાવ્યો કાતિલ અંદાજ, શેર કર્યા બોલ્ડ ફોટા
નાગિન ફેમ નિયા શર્મા હાલમાં સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ ફોટાના કારણે છવાયેલી છે. ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન તે બીચ પર એન્જૉય કરતી દેખાઈ. તેણે બ્લેક બિકિનીમાં ધમાકેદાર ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તે બીચ પર દેખાઈ રહી છે. આની સાથે જોડાયેલો એક વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કર્યો હતો. આવુ પહેલી વાર નથી જ્યારે નિયા શર્માએ આટલા હૉટ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. તે ઘણી વાર પોતાના બોલ્ડ ફોટા વીડિયા માટે સોશિયલ મીડિયાની હેડલાઈનમાં છવાયેલી રહે છે.
ઘણી વાર નિયા પોતાના હૉટ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. ફેન્સ પણ તેની પોસ્ટની રાહ જુએ છે. તેની દરેક પોસ્ટ પર હજારો લાઈક અને કમેન્ટ હોય છે. ફેન્સ વચ્ચે તે એટલી લોકપ્રિય છે એનો અંદાજ સરળાથી લગાવી શકાય છે. ઈન્સ્ટાગ્રામ પર નિયાને 5.4 મિલિયન યુઝર્સ ફોલો કરે છે. ટીવી અભિનેત્રીમાં સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં નિયાનુ નામ શામેલ છે. તે ટીવી જગતની ફેમસ પર્સનાલિટી છે.

ટીવી ડેબ્યુ
નિયા શર્માએ પોતાના ટેલીવિઝ ડેબ્યુ કાલી એક અગ્નિપરીક્ષા સીરિયલથી કર્યુ. આમાં તે અનુના રોલમાં જોવા મળી હતી. આ સીરિયલ વર્ષ 2010માં આવી હતી જેમાં આશુતોષ રાણા જેવા ઘણા મોટા કલાકાર જોવા મળ્યા હતા.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

પહેલો અવૉર્ડ
આ સીરિયલ બાદ નિયા શર્મા એક હજારો મે મેરી બહેના હે સીરિયલમાં જોવા મળી. આ સીરિયલમાં દમદાર એક્ટિંગ માટે તેને પહેલો અવૉર્ડ પણ મળ્યો. નિયા ઉપરાંત આ સીરિયલમાં ક્રિસ્ટલ ડિસૂઝા પણ જોવા મળી હતી.

જમાઈ રાજા
નિયા શર્માની સૌથી લોકપ્રિય સીરિયલ છે જમાઈ રાજા. આમાં તે લીડ એક્ટ્રેસની ભૂમિકામાં જોવા મળી. આ સીરિયલ ટીઆરપીની દોડમાં પણ આગળ રહી.

ઈશ્કમે મરજાંવા
કલર્સ ચેનલની લોકપ્રિય સીરિયલ ઈશ્ક મે મરજાંવામાં નિયા આરોહી અને અંજલિના રોલમાં દેખાઈ. આ સીરિયલને પણ લોકો અઢળક પ્રેમ આપ્યો.

નાગિન
એકતા કપૂરની જાણીતી નાગિન સીરિઝમાં નિયા શર્માને પણ કાસ્ટ કરવામાં આવી. તે નાગિન 4માં લીડ રોલમાં જોવા મળી. દરેક નાગિન સીરિયલની જેમ આ સિઝન પણ ઘણી લોકપ્રિય રહી.
2020ના અંતમાં શિલ્પા શેટ્ટીએ બિકિની ફોટામાં લગાવી આગ, જુઓ Pics