દિવાળીમાં નિયા શર્માએ પહેલી વાર ગોવા વેકેશનમાં લગાવી આગ, ફેન્સના ઉડી ગયા હોશ
મુંબઈઃ ટીવીની સૌથી બોલ્ડ સ્ટાર નિયા શર્મા એક વાર ફરીથી પોતાના લેટેસ્ટ ફોટાના કારણે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. નિયા શર્માએ પોતાના ગોવા વેકેશનના અમુક ખાસ ફોટા પોસ્ટ કર્યા છે જેના પરથી તમે નજર નહિ હટાવી શકો. નિયા શર્મા એ અભિનેત્રીઓમાંની એક છે કે જે પોતાની હૉટ ઈમેજ માટે સોશિયલ મીડિયામાં સૌથી વધુ છવાયેલી રહે છે.
આ વખતે પણ નિયા શર્માએ પોતાના ગ્લેમરસ અંદાજથી બધાનુ દિલ જીતી લીધુ છે. જ્યાં એક તરફ બધા દિવાળીના રંગમાં છે ત્યાં નિયા શર્માએ હાલમાં જ પોતાના આ ગોવા વેકેશનના ફટાકડાવાળા ફોટાથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના એક સાથે ઘણા ફોટા શેર કર્યા છે.

મૉડલ જેવી લાગી રહી છે નિયા
એક તરફ બધા દિવાળીના રંગમાં છે ત્યાં નિયા શર્માએ હાલમાં જ પોતાના આ ગોવા વેકેશનના ફટાકડાવાળા ફોટાથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. નિયા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના એક સાથે ઘણા ફોટા શેર કર્યા છે. આ નવા ફોટામાં નિયા શર્માએ સ્કિન રંગનુ ટૉપ પહેર્યુ છે. સાથે જ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ ફોટામાં નિયા શર્માના ચહેરા પર સૂરજના કિરણો આવવાથી ફોટામાં તે એક મૉડલ જેવી લાગી રહી છે.

નિયા શર્માના લેટેસ્ટ ફોટા
નિયા શર્માએ આ ફોટા પર તેમના માટે કમેન્ટનો વરસાદ કરી દીધો છે. વળી, નિયા શર્માએ પોતાની એક વીડિયો પણ પોસ્ટ કરી છે. જ્યાં નિયા શર્માએ હળવા સફેદ રંગની બેકલેસ વનપીસ પહેરેલી જોવા મળી રહી છે. આ વીડિયોમાં નિયા ડાંસ કરતી દેખાઈ રહી છે. નિયા શર્માના આ વીડિયોને અત્યાર સુધી લાખો વાર જોવામાં આવી ચૂક્યો છે.

નિયા શર્માનુ ગોવા વેકેશન
તમને જણાવી દઈએ કે 30ની ઉંમર સુધી પહોંચી ચૂકેલી નિયા શર્મા એશિયાની ટૉપ 50 સેક્સી મહિલાઓમાં પણ પોતાનુ નામ નોંધાવી ચૂકી છે. જમાઈ રાજાએ નિયા શર્માને ટીવી પર ઓળખ આપી. જમાઈ રાજાના વેબ વર્ઝનમાં નિયા શર્માએ ઘણા બોલ્ડ સીન આપીને પોતાની ટીવીની સંસ્કારી ઈમેજને પાછળ છોડી દીધી છે.

એશિયાની સૌથી હૉટ ગર્લ નિયા શર્મા
તમને એ જાણીને નવાઈ લાગશે કે નિયા શર્માએ એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં પોતાનુ નામ બદલ્યુ છે. નિયા શર્માનુ અસલી નામ નેહા શર્મા છે. નેહા નામ કૉમન હોવાના કારણે નિયાએ નામ બદલીને ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. નિયા શર્માને એશિયાની સેક્સી લેડી હોવાનુ ટેગ પણ મળી ચૂક્યુ છે. વર્ષ 2010માં નિયા શર્માએ કાલી શોથી પોતાનુ ડેબ્યુ કર્યુ હતુ.