
નિયા શર્માએ ફરીથી બતાવ્યો બોલ્ડ અંદાજ, બ્લેક ટ્યુબ ટૉપમાં લગાવી આગ, ફોટા વાયરલ
મુંબઈઃ નિયા શર્મા એ અભિનેત્રીઓમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલી રહે છે. જ્યારે પણ નિયા શર્મા ફોટા પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઈ જાય છે. નિયા શર્માએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે સનબાથ કરતી જોવા મળી રહી છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

ફોટા થઈ રહ્યા છે વાયરલ
આ ફોટા શેર કરતી વખતે નિયાએ લખ્યુ છે કે તે એન્જોય કરી રહી છે. ફોટામાં નિયા શર્મા બ્લેક ટ્યુબ ટોપ પહેરીને સનબાથ કરી રહી છે. તે ખૂબ જ શાંત મૂડમાં હોય તેવુ લાગી રહ્યુ છે. નિયાનો આ ડ્રેસ એકદમ બોલ્ડ છે. આ ફોટા સોશિયલ યૂઝરનુ ધ્યાન ખેંચી રહ્યા છે. નિયાની આ તસવીરોને લાખો લોકોએ લાઈક કરી છે. તેની તસવીરો પર હજારો યુઝર્સે કોમેન્ટ કરી છે અને વખાણ પણ કર્યા છે.

નિવેદનોથી પણ ચર્ચામાં રહે છે નિયા
નિયા તેના બોલ્ડ નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. નિયાએ હાલમાં જ ટીવી અને વેબ સિરીઝમાં કામ કરવાના અનુભવ પર કહ્યુ હતુ કે ટીવી કરતા વેબ સિરીઝમાં કામ કરવુ વધુ સારુ છે કારણ કે ટીવીમાં લોકોને ખચ્ચરની જેમ કામ કરાવામાં આવે છે. નિયાએ કહ્યુ છે કે ટીવી પર પેમેન્ટ લેવુ પણ ઘણુ મુશ્કેલ કામ છે. તે પેમેન્ટ માટે ઘણી વખત ઝઘડો પણ કરી ચૂકી છે.

વેબ સીરિઝમાં કામ કરી ચૂકી છે નિયા
નિયા શર્માએ ટીવી પર ઘણુ કામ કર્યું છે. આ સિવાય તેણે વેબ સિરીઝ અને મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે. નિયા શર્માએ સિરિયલ 'એક હજારa મેં મેરી બેહના હૈ'થી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. નિયા શર્મા 'નાગિન 4'માં પણ જોવા મળી છે. નિયાએ રવિ દુબે સાથે વેબ સિરીઝ 'જમાઈ રાજા 2'માં પણ કામ કર્યું છે.