મીની સ્કર્ટ-ટોપમાં ફેન્સને ઘાયલ કરતી જોવા મળી નિયા શર્મા, જુઓ ફોટો
ફોટોમાં નિયા શર્મા ટોપ અને મિની સ્કર્ટમાં ગુલાબી લૂક સાથે અદભૂત અને ખૂબસૂરત લાગી રહી છે. ફોટોમાં નિયાએ તેના ગ્લોસી મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક પુરો કર્યો છે.
ટીવી ઈન્ડસ્ટ્રીની ફેશન ક્વિન નિયા શર્મા ફરી એક વખત સોશિયલ મીડિયા પર છવાઈ છે. પોતાની ડ્રેસિંગ સેન્સને કારણે ચર્ચામાં રહેતી નિયા શર્મા હવે ફરી એક વખત ચર્ચામાં છે. નિયા શર્માએ વેલેન્ટાઇન ડે પર મીની સ્કર્ટમાં બોલ્ડનેસનો તડકો મારીને ફેન્સને ઘાયલ કર્યા છે. હવે તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયલ થઈ રહ્યા છે.

નિયાનો વેલેન્ટાઈન લુક
નિયાએ વેલેન્ટાઈન ડેના દિવસે તેનો ગ્લેમરસ અવતાર ફેન્સ સાથે શેર કર્યો છે. આ ફોટોમાં નિયા શર્મા બ્લેક એન્ડ પીંક કોમ્બિનેશનમાં પોતાને ફ્લોન્ટ કરતી જોવા મળી છે. નિયાનો આ અવતાર કમાલનો હોટ એન્ડ બોલ્ડ છે.

હોટ એન્ડ બોલ્ડ લુકમાં કેમેરા સામે આવી
અભિનેત્રી નિયા શર્મા તેની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ફેન્સને પણ તેના હોટ એન્ડ બોલ્ડ અવતાર પસંદ આવે છે. હવે નિયાનો આ વેલેન્ટાઈન પીંક લુક ફેન્સને ઘાયલ કરી રહ્યો છે. ફેન્સ તેના આ લુકના વખાણ કરી રહ્યા છે.

ટોપ અને મિની સ્કર્ટમાં નિયા કમાલ લાગી રહી છે
ફોટોમાં નિયા શર્મા ટોપ અને મિની સ્કર્ટમાં ગુલાબી લૂક સાથે અદભૂત અને ખૂબસૂરત લાગી રહી છે. ફોટોમાં નિયાએ તેના ગ્લોસી મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક પુરો કર્યો છે. અહીં નિયાની સ્માઈલ તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી છે.

નિયા શર્મા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
નિયા શર્મા સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ માટે તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. નિયાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના કમાલના ખૂબસૂરત ફોટોથી ભરેલુ પડ્યુ છે.

નિયા ઘણા મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી છે
નિયા શર્મા બિંદાસ્ત રીતે સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા-વીડિયો શેર કરતી રહે છે. ટીવી સિરિયલ સાથે નિયા ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. હવે નિયાએ તેના લેટેસ્ટ લુકથી ફરી વખત સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.












Click it and Unblock the Notifications
