VIDEO: લગ્ન માટે જોધપુર પહોંચ્યા પ્રિયંકા-નિક, આજે સાંજથી શરૂ થશે રસમો
મુંબઈમાં લગ્ન પહેલાની રસમો નિભાવ્યા બાદ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પરિવાર સાથે જોધપુર પહોંચી ગયા છે. પ્રિયંકા-નિકના લગ્નની રસમો આજથી શરૂ થશે. બંને ગુરુવારે સવારે પોતાના પૂરા પરિવાર સાથે મુંબઈથી જોધપુર માટે નીકળ્યા. બંને લગભગ સવારે 10 વાગે જોધપુર એરપોર્ટ પર પહોંચ્યા.
આ પણ વાંચોઃ Pics & Video: દીપવીરના મુંબઈ રિસેપ્શનમાં રણવીરની કિસ, દીપિકાનું સ્મિત...

પરિવાર સાથે જોધપુર પહોંચ્યા પ્રિયંકા-નિક
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ લગ્ન માટે જોધપુર પહોંચી ગયા છે. બંનેની સાથે પ્રિયંકાની મા મધુ ચોપડા, તેની બહેન પરિણીતિ ચોપડા, નિકના ભાઈ જો જોનસ, તેમની ફિયાન્સ સોફી ટર્નર જોવા મળ્યા. બંનેની એક ઝલક મેળવવા માટે મુંબઈ અને જોધપુર એરપોર્ટ પર ફેન્સનો જમાવડો જોવા મળ્યો હતો.

આજથી શરૂ થશસે લગ્નની રસમો
પ્રિયંકા અને નિકના લગ્નની રસમો આજથી જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં શરૂ થશે. પહેલા કહેવામાં આવી રહ્યુ હતુ કે મહેંદી અને સંગીતનો કાર્યક્રમ મહેરાનગઢ કિલ્લામાં થશે પરંતુ સમાચાર આવી રહ્યા છે કે બધા કાર્યક્રમ ઉમેદભવનમાં જ થશે. સંગીતમાં પ્રિયંકા ચોપડા પોતાના દેસી ગર્લ ગીત પર પફોર્મ કરી શકે છે. વળી, નિક જોનસ પણ ધમાકેદાર ડાંસ કરી શકે છે.

2 ડિસેમ્બરે સાત ફેરા લેશે પ્રિયંકા અને નિક
સાત ફેરા 2 ડિસેમ્બરે લેવામાં આવશે. પ્રિયંકા અને નિક બે રીતિ રિવાજથી લગ્ન કરી શકે છે. પરંતુ હજુ તેની પુષ્ટિ થઈ નથી. એક લગ્ન પંજાબી રીત રિવાજથી અને બીજા ક્રિશ્ચિયન રસમથી થશે. કહેવામાં આવી રહ્યુ છે કે હિંદુ લગ્ન માટે પ્રિયંકા ચોપડા અબુ જાની-સંદીપ ખોસલાની ડિઝાઈન કરેલી ડ્રોસ પહેરશે અને ક્રિશ્ચિયન લગ્ન માટે તેણે રાફ લૉરેનને પસંદ કર્યા છે.
આ પણ વાંચોઃ ગિન્નીના પિતાએ કપિલ શર્મા સાથે લગ્ન કરવા કર્યો ઈનકાર, જાણો કેમ, Shock!
View this post on InstagramTouchdown Jodhpur #priyankachoora #nickjonas
A post shared by Viral Bhayani (@viralbhayani) on