• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગ્રાન્ડ મસ્તીમાં વિવેકને નડ્યાં કરિશ્માના ઉંચી એડીના સેંડલ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 22 મે : બૉલીવુડ અભિનેત્રી કરિશ્મા તન્ના પોતાની આવનાર ફિલ્મ ગ્રાન્ડ મસ્તીમાં ઉંચી એડીના સેંડલ પહેરી ન શક્યાં. ફિલ્મકારોએ તેમને આવું કરતાં રોક્યાં, કારણ કે તેમની લંબાઈ વધુ છે અને તેમાં જો તેઓ ઉંચી એડીના સેંડલ પહેરે, તો પોતાના હીરો વિવેક ઓબેરૉય કરતાં ઉંચા દેખાય.

કરિશ્મા તન્નાની લંબાઈ 5 ફુટ 8 ઇંચ છે, જ્યારે વિવેક 5 ફુટ 10 ઇંચ લાંબા છે. ઉંચી એડીના પગરખા પહેરતાં કરિશ્મા તન્ના વિવેક ઓબેરૉય કરતાં પણ ઉંચા લાગતા હતાં. તેથી દિગ્દર્શક ઇન્દ્ર કુમાર તથા નિર્માતા અશોક ઠકેરિયાએ વિવેક સાથેના દૃશ્યોમાં કરિશ્માને ઉંચી એડીના સેંડલ દેવાનો ઇનકાર કરી દીધો.

ગ્રાન્ડ મસ્તી સને 2004માં આવેલી હિટ ફિલ્મ મસ્તીની સિક્વલ છે. મસ્તીમાં આફતાબ શિવદાસાણી, રીતેશ દેશમુખ તથા વિવેક ઓબેરૉય હતાં. સિક્વલ ગ્રાન્ડ મસ્તીમાં પણ ત્રણે કલાકારો છે. જોકે ત્રણે અભિનેત્રીઓ બદલાઈ ગયાં છે.

ગ્રાન્ડ મસ્તી ફિલ્મ સાથે સૂત્રોએ જણાવ્યું - અમારે કરિશ્માને ઉંચી એડીના સેંડલ પહેરતા રોકવા પડ્યાં, કારણ કે તેઓ દરેક કરતાં ઉંચા લાગતા હતાં અને વિવેક ઓબેરૉય કરતાં પણ ઉંચા લાગતા હતાં. ઇંદ્ર કુમાર અને અશોક કઠેરિયાએ આગ્રહ કરતાં કરિશ્મા નાની હિલ્સના સેંડલ પહેરવા રાજી થઈ ગયાં.

English summary
Thanks to actress Karishma Tanna's towering look, she was banned from wearing high heels while shooting for upcoming movie "Grand Masti" as she looked taller than her co-star Vivek Oberoi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X