For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DDLJ Continues:મરાઠા મંદિરમાં પૂજાતો રહેશે રાજ-સિમરનનો પ્રેમ

|
Google Oneindia Gujarati News

યશ રાજ ફિલ્મ્સના બૅનર નિર્મિત આદિત્ય ચોપરાની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેએ બૉક્સ ઑફિસે ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ 20મી ઑક્ટોબર, 1995ના રોજ રિલીઝ થઈ હતી અને આવતા વર્ષે તેને 20 વર્ષ થઈ જશે. ડીડીએલજે મરાઠા મંદિર થિયેટરમાં તેની રિલીઝના દિવસથી ચાલી રહી છે. 2007માં ડીડીએલજેએ પ્રદર્શનના 7 વર્ષ પૂરા કરી શોલે ફિલ્મનો રેકૉર્ડ તોડ્યો હતો. ટેલીવિઝન પર અનેક વખત પ્રસારિત થવા, ડીવીડીમાં ઉપલબ્ધ હોવા તથા ઑનલાઇન જોઈ શકાતી હોવા છતાં ડીડીએલજે તથા રાજ-સિમરનના ફૅન્સ આજે પણ આ ફિલ્મ જોવા મરાઠા મંદિર આવે છે.

મુંબઈ, 8 ઑક્ટોબર : રાજ-સિમરનના ફૅન્સ માટે સારા સમાચાર છે કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એટલે કે ડીડીએલજે ફિલ્મ મુંબઈના મરાઠા મંદિર સિનેમા ઘરમાંથી ઉતારવામાં નહીં આવે. અગાઉ એવી અટકળો વહેતી થઈ હતી કે છેલ્લા 19 વર્ષથી મરાઠા મંદિરમાં ચાલી રહેલી ડીડીએલજે હવે ઉતારી લેવામાં આવશે, પરંતુ થિયેટરના મૅનેજિંગ ડાયરેક્ટર મનોજ દેસાઈએ આવી અટકળો ફગાવતા જણાવ્યું કે ફિલ્મનું પ્રદર્શન ચાલુ રહેશે.

મનોજ દેસાઈએ જણાવ્યું - અમે ડીડીએલજેના શો હટાવવાનું આયોજન કરી રહ્યા હોવાના સમાચાર ખોટા છે. ઉલ્ટાનું ડિસેમ્બરમાં તો ડીડીએલજેના પ્રદર્શનનું 1000મુ અઠવાડિયુ ઉજવવામાં આવવાનું છે. સિંગલ સ્ક્રીન મરાઠા મંદિરમાં અન્ય ફિલ્મો પણ રિલીઝ થાય છે, પરંતુ મૅટિની શો માત્ર ડીડીએલજે માટે બુક છે. મનોજ દેસાઈએ કહ્યું - હું અને આદિત્ય ચોપરા જ્યાં સુધી ઇચ્છશું, ત્યાં સુધી મરાઠા મંદિરમાં ફિલ્મ પ્રદર્શિત થતી રહેશે. ફિલ્મમાં શાહરુખ ખાન અને કાજોલ મુખ્ય ભૂમિકામાં છે.

ચાલો જોઇએ ડીડીએલજેની તસવીરી યાદો :

અમર પાત્ર રાજ-સિમરન

અમર પાત્ર રાજ-સિમરન

રાજ-સિમરન... બૉલીવુડ જ નહીં, પણ સો વર્ષના સમગ્ર હિન્દી સિનેમાના અમર પાત્ર બની ચુક્યાં છે. રાજ-સિમરનનું નામ પડતા જ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ સાંભરવી આવવી સ્વાભાવિક છે.

મોસ્ટ રોમાંટિક જોડી

મોસ્ટ રોમાંટિક જોડી

શાહરુખ ખાન અને કાજોલની આ રાજ-સિમરન તરીકેની જોડી આજે પણ મોસ્ટ રોમાંટિક જોડી ગણાય છે. આ જોડીને રૂપેરી પડદે સાકાર થયે આવતા વર્ષે 20 વર્ષ થઈ જશે.

બે દાયકાના આરે

બે દાયકાના આરે

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એટલે કે ડીડીએલજેના હુલામણા નામે લોકપ્રિય થયેલ ફિલ્મ 19 ઑક્ટોબર, 1995ના રોજ રિલીઝ થઈ હતી અને 2015માં આ ફિલ્મને 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે.

આદિત્ય ચોપરા

આદિત્ય ચોપરા

યશ રાજ બૅનર્સ હેઠળની આ ફિલ્મના નિર્માતા આદિત્ય ચોપરા હતાં અને શાહરુખ ખાન તથા કાજોલ લીડ કાસ્ટ હતાં.

મરાઠા મંદિરમાં કંટીન્યુ...

મરાઠા મંદિરમાં કંટીન્યુ...

ડીડીએલજે મરાઠા મંદિર થિયેટરમાં તેની રિલીઝના દિવસથી ચાલી રહી છે. 2007માં ડીડીએલજેએ પ્રદર્શનના 7 વર્ષ પૂરા કરી શોલે ફિલ્મનો રેકૉર્ડ તોડ્યો હતો. ટેલીવિઝન પર અનેક વખત પ્રસારિત થવા, ડીવીડીમાં ઉપલબ્ધ હોવા તથા ઑનલાઇન જોઈ શકાતી હોવા છતાં ડીડીએલજે તથા રાજ-સિમરનના ફૅન્સ આજે પણ આ ફિલ્મ જોવા મરાઠા મંદિર આવે છે.

English summary
Quashing reports that "Dilwale Duhania Le Jayenge" (DDLJ) will be removed from Maratha Mandir in December after running for 19 years, its managing director Manoj Desai said that the news is "false".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X