ફિલ્મના બ્રાન્ડિંગમાં કંઈ ખોટું નથી : મધુર ભંડારકર
મુંબઈ, 28 જૂન : મહિલા પ્રધાન ફિલ્મો બનાવવા માટે જાણીતા દિગ્દર્શક મધુર ભંડારકરનું માનવું છે કે ફિલ્મ બ્રાન્ડિંગ એટલે કે ફિલ્મ વડે બ્રાન્ડ્સના પ્રચારમાં ત્યાં સુધી કંઈ ખોટું નથી કે જ્યાં સુધી તે કોઈના સિનેમા બનાવવાના ઉદ્દેશમાં વિઘ્ન ન નાંખે.
મધુરે ચાંદની બાર, ટ્રૅફિક સિગ્નલ, પેજ 3, કૉર્પોરેટ, ફૅશન તથા હીરોઇન જેવી ફિલ્મો આપી છે અને પોતાની ફિલ્મોના પ્રચાર માટે અનેક મોટી બ્રાન્ડ્સનો સહારો લીધો છે. ફિક્કી મહિલા સંગઠન દ્વારા યોજાયેલ કાર્યક્રમ વુમન ઇન સિનેમાન દરમિયાન મધુરે જણાવ્યું - જો હું બૉલીવુડમાં આ જોઈ રહ્યો છું અને આ સારી રીતે ચાલી રહ્યું છે, તો તેમાં કંઈ પણ ખોટું નથી. જો આ મોટી ફિલ્મ છે, ત્યારે તેમાં કોઈ બુરાઈ નથી અને મને લાગે છે કે કોઈ જો તેને સારા અભિગમથી કરતો હોય, તો તેણે કરવું જોઇએ.
મધુર ફંડારકર દિગ્દર્શિત હીરોઇન ફિલ્મના અભિનેત્રી કરીના કપૂર હતાં કે જેમણે લૅક્મે સહિત આઠ બ્રાન્ડ્સનું પ્રચાર કર્યુ હતું. તેમણે જણાવ્યું - બ્રાન્ડિંગમાંથી જે આવક થાય છે, તેનાથી અમારી ફિલ્મનો ખર્ચો અડધો નિકળી જાય છે. માર્કેટિંગ વિભાગના લોકો આવે છે અને અમને જાહેરાત કરવા માટે કહે છે અને જો મને લાગતું હોય કે આ મારી સિનેમા નિર્માણની આઝાદીને અસર નથી કરતું, તો તેમાં કંઈ પણ ખોટું નથી.