
મા બન્યા બાદ વધુ હોટ થઈ ગઈ છે નુસરત જહાં, હવે પ્રિન્ટેડ બ્રાલેટ પહેરી પોઝ આપ્યા!
પશ્ચિમ બંગાળની સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી નુસરત જહાંએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ચાહકો સાથે શેર કર્યું છે. અભિનેત્રીના આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સામે આવેલી આ તસવીરોમાં નુસરત જહાંનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

નુસરત જહાંનો બોલ્ડ અવતાર
નુસરત જહાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેના ફેન્સ સાથે એકથી વધુ સુંદર તસવીરો શેર કરતી રહે છે. નુસરત પ્રોફેશનલ લાઈફ કરતા પોતાની પર્સનલ લાઈફ માટે વધુ હેડલાઈન્સમાં રહે છે.

ઓરેંજ ટ્રાઉઝર અને પ્રિન્ટેડ બ્રાલેટમાં પોઝ આપ્યા
ઓરેંજ ટ્રાઉઝર અને પ્રિન્ટેડ બ્રાલેટમાં નુસરતે સમરમાં આ લુક સાથે તાપમાન વધાર્યું છે. નુસરતનો આ લેટેસ્ટ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફોટો શેર કરતા નુસરતે લખ્યું- હેલો સમર

નુસરતની સુંદરતા ફેન્સને પસંદ આવી રહી છે
ઓરેન્જ ટ્રાઉઝર અને પ્રિન્ટેડ બ્રા પહેરેલી નુસરતની સુંદરતા બધાને પસંદ આવી રહી છે. આ સાથે નેટીઝન્સ અભિનેત્રીની આ તસવીરોને લાઈક અને શેર કરતા થાકતા નથી.

અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપ્યા
ફોટોશૂટ દરમિયાન નુસરત જહાંએ સ્ટાઈલમાં પોઝ આપ્યા હતા, તેની સ્ટાઈલ બધાને પસંદ રહી છે. કોમેન્ટ સેક્શનમાં નુસરતની આ પોસ્ટના ફેન્સ વખાણ કરી રહ્યા છે.

નુસરત સતત ફોટો શેર કરતી રહે છે
નુસરત દરરોજ પોતાના ફોટોશૂટ અને વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર મુકતી રહે છે. નુસરત તેના લગ્ન અને સંબંધોને લઈને ઘણા વિવાદોમાં રહી છે.

નુસરત સતત વિવાદોમાં રહી છે
નુસરત તુર્કીમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા બાદ ચર્ચામાં આવી હતી. આ પછી અભિનેતા યશદાસ ગુપ્તા અને બાળક સાથેના તેના સંબંધોએ બધાને ચોંકાવી દીધા હતા.

નુસરતના લાખો ફોલોઅર્સ છે
નુસરત બંગાળી ફિલ્મોની અભિનેત્રી છે. પરંતુ તેની ચર્ચા દેશ-વિદેશ સુધી જાય છે. નુસરત ફિલ્મો કરતાં પણ વધુ ચર્ચામાં રહે છે તેના અંગત જીવનને લઈને, જે વિવાદોમાં ઘેરાયેલી છે.

પુત્રને જન્મ આપતા મોટો વિવાદ થયો હતો
નુસરત તેના લગ્ન, છૂટાછેડા, પુત્રનો જન્મ અને સંબંધને લઈને વિવાદોમાં ઘેરાયેલી હતી. આ જ કારણ છે કે લોકો તેમના અંગત જીવન વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક છે. પતિ નિખિલ જૈનથી અલગ થયા બાદ નુસરત એક્ટર યશ દાસગુપ્તા સાથે છે.
નુસરતની આગામી ફિલ્મો
નુસરત બંગાળી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. તેણે પોતાના કરિયરની શરૂઆત બંગાળી ફિલ્મ શોત્રુથી કરી હતી. નુસરતે ખોખા 420, યોદ્ધા, અસુર, પાવર, જમાઈ 420 અને અમી જે કે તોમર જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં, તેના નવા પ્રોજેક્ટ વિશે કોઈ માહિતી નથી. જાન્યુઆરીમાં તેનું ગીત 'નચ મયુરી નાચ' રિલીઝ થયું હતું, જે હિટ રહ્યું હતું.