હોટ ડીપ નેક ડ્રેસ પોઝ આપતી જોવા મળી ન્યાસા દેવગન, ફોટો જોઈને ફેન્સની આહ નીકળી ગઈ!
નવી દિલ્હી : કાજોલ અને અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન મોટી થઈ ગઈ છે અને તે એકદમ ગ્લેમરસ છે. ન્યાસા જે પહેલેથી જ સોશિયલ મીડિયા સેન્સેશન છે, તે ઘણીવાર તેના ફેન પેજ દ્વારા તેના નવા ફોટો અને વિડિઓમાં જોવા મળે છે. હવે તેના બોલ્ડ ફોટોના કારણે તે ફરી એકવાર હેડલાઇન્સમાં છવાયેલી છે.

ડીપ નેક ડ્રેસમાં ન્યાસા
ન્યાસાના એક ફેન પેજે તાજેતરમાં તેની એક તસવીર શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ન્યાસાના લેટેસ્ટ ફોટોએ ફરી એકવાર બધાનું ધ્યાન ખેંચ્યું છે અને ચાહકો તેની સુંદરતાના ફેન બની ગયા ગયા છે. ફોટોમાં કાજોલની પુત્રી ન્યાસા દેવગન ડીપ નેક લાઇન અને ફ્રન્ટ નોટ સાથે ગ્રીન ક્રોપ્ડ ક્રોશેટ ટોપ પહેરેલી જોવા મળી છે.
આશ્ચર્યજનક પરિવર્તન
ન્યાસા દેવગનનું ટ્રાન્સફોર્મેશન એકદમ અદ્ભુત છે અને તે બોલિવૂડ માટે સંપૂર્ણપણે તૈયાર લાગે છે. એમ કહેવું ખોટું નહીં હોય કે જો તેની હિન્દી ફિલ્મમાં ડેબ્યૂની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે તો તેના ચાહકો માટે તે સૌથી મોટા સમાચાર હશે.
મિરર સેલ્ફી પણ વાયરલ થઈ હતી
થોડા દિવસો પહેલા ન્યાસાએ બ્લેક ડ્રેસમાં તેની અલ્ટ્રા-ગ્લેમરસ તસવીરથી ઇન્ટરનેટને સ્તબ્ધ કરી દીધું હતું. ફોટોમાં ન્યાસા સિઝલિંગ હોટ બ્લેક ડ્રેસમાં મિરર સેલ્ફી લેતી જોઈ શકાય છે. તેનો ફોટો શેર કરતા તેના ફેન પેજ પર લખ્યું હતું કે, આવી સુંદરતા. થોડી જ વારમાં આ ફોટો વાયરલ થઈ ગયો. તેના ચાહકોએ પોસ્ટ નીચે હાર્ટ એન્ડ ફાયરના ઇમોજી સાથે કોમેન્ટ કરી હતી.